Archive for September, 2009

” વોટસ યોર રાશી? – film reviews –

images

તમે કઇ રાશિ પસંદ કરશો?

લગાન,જોધા અકબર,સ્વદેશ જેવી યુગ ફિલ્મો આપ્યા પછી આશુતોષ ગોવારીકર” વોટસ યોર રાશી? ” નામે એક યુગ જેટલી લંબાણની ફિલ્મ લઇને આવ્યા છે.

મધુરાયની કીમ્બલ રેવન્સવુડ આધારિત કથા પરથી વર્ષો પહેલા સિરીયલ પણ આવી ગઇ છે.યોગેશ પટેલને માટે લગ્ન યોગ્ય કન્યાની શોધ પર આધારિત ફિલ્મમાં યોગેશ માટે ચટ મંગની પટ બ્યાહ કરવા માટે પરિવાર તરફથી માનસિક તેમજ ઇમોશનલ દબાવ છે. દસ દિવસમાં દસ મિનિટ ગાળી આખી જીદગી પસાર કરી શકે તેવી જુદી જુદી બાર રાશિની કન્યા સાથેની મુલાકાત અને એમાથી સર્જાતું કન્ફ્યુઝન,કેઓસ અને કહેવાતી કોમેડી એટલે “વોટસ યોર રાશી”.

જેમાં કોઇ કથા નથી કે જેમાં નથી કોઇ વાર્તાતત્વ એવી ફિલ્મની માવજત કરવી અઘરી છે. ૧૨ કન્યા પાછળ ફાળવવામાં આવેલી મિનિટો અને તેમાં પાછા વધારાના એટલાજ ગીતો ને લઈને ફિલ્મના અતિશય લંબાણને લીધે પ્રેક્ષકો તેમાંથી રસ ગુમાવી દે છે. યોગેશ પટેલ ( હરમન બાવેજા)નો પ્રિવાર પ્રત્યેનો ભાવ દરેક કન્યા સાથેનો સલુકાઇભર્યો વ્યહવાર એક આદર્શ યુવાન- આદર્શ મુરતિયાની છાપ ઉભી કરે છે, જેની સાથે કોઇપણ કન્યાને જોડાવું ગમે.૧૨ રાશિની ૧૨ કન્યાઓના પાત્રમાં વહેંચાયેલી પ્રિયંકા ચોપરાએ દરેક રાશિની કન્યામાં પોતાની જાતને ઢાળવા પ્રયત્ન કર્યો છે. એન આર આઇ મુરતિયા સાથે પરણવા ઉત્સુક દરેક કન્યા અથવા તેના મા-બાપ પાસે ચોક્કસ કારણ છે.

તદ્દન દેશી ગુજ્જુ ઇંગ્લીશ બોલતી , ટોમ એન્ડ જેરીનો ટોમ જેનો ફેવરીટ હીરો છે તેવી અંજલી ,કંપાલાની સંજના ,કોલેજ ગોઇંગ ફ્રી બર્ડ જેવી કાજલ, સાફ ઇમાનદાર-સાવ સાચી એવી હંસા ,હાઇ સોસાયટીની બિઝનેસ વુમન રજની ,ચંદ્રિકા , ન્રુત્યાંગના અને જરા મ્હોંફાટ એવી મલ્લીકા હોય કે ચટર-પટર બોલતી મોડલ નંદિની, સ્વપ્નસેવી આદર્શ પૂજા ,માત્ર પોતાના પૈસા માટે પરણવા માંગે છે કે પોતાને જાણવાના પ્રયત્નરુપે પાગલસી પૈસાદાર વિશાખા, ગ્રહ-નક્ષત્રની દશા-અવદશાના પ્રભાવને માનતી ભાવના હોય કે ૧૫ વર્ષની ગ્લેમર વગરની- મેકઅપ વગરની ગભરુ સીકોડાયેલી ઝંખના —દરેક પાત્રમાં વહેચાયેલી પ્રિયંકા ચોપ્રા દરેક નવા રોલમાં નવી રીતે ઉપસી આવે છે.

જાવેદ અખ્તરના ગીતોમાં ” તુમ જો હો તો ગા રહી હૈ હવા તુમ જો હો તો રેશમી સી ફીઝા” અને “બીખરી બીખરી સી “જેવા ગીતોમાં જાવેદ અખ્તરનો સ્પર્શ દેખીતો તરી આવે છે. પરંતુ હંમેશા જ્યારે અતિરેક હોય ત્યારે તે અસહ્ય બને તે ન્યાયે આટલા બધા ગીતોથી ભરેલી ફિલ્મમાં ક્યારેક એમ પણ થાય કે અહી ડાયલોગની જરુર ક્યાં છે?

જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોઇએ એને પામ્યા પછી જે નિરાશા ઉત્પન્ન થાય એવી લાગણી લઈને પ્રક્ષકો બહાર નિકળે ત્યારે ફિલ્મની લંબાઇ પણ બેહદ કઠે.

લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને26/09/2009 ના પ્રગટ થયો.

September 26, 2009 at 4:34 am 3 comments

”રે પંખીડા સુખથી રહેજો….”

images2 (2)

‘ Sorry Mr and Mrs Shorff, You can not fly for U.S.A.”

 

એર ઇન્ડીયાના કસ્ટમ ઓફિસરે આવીને એર ઇન્ડીયાના અમદાવાદથી અમેરિકાની ફ્લાઇટ માં જવા માંગતા લગભગ ૮૫ વર્ષની ઉંમરે પહોંચેલા દંપતિને કાઉન્ટર પર જ તેમના પાસર્પોટ પાછા થમાવી દેતા કહ્યુ. સોપો પડી ગયો. દંપતિના બે એક પળ તો શ્ર્વાસ જાણે અટકી ગયા અને પછી ધબકારા તેજ થઇ ગયા.

કારણ?

કારણ આપતા ઓફિસરે જણાવ્યું  કે શ્રોફ દંપતિ જ્યારે અમેરિકાની વિઝીટ કરીને ઇન્ડીયા પાછા આવ્યા તે સમયે તેમના પાસપોર્ટ ઉપર ઇન્ડીયાની એન્ટ્રીના સ્ટેમ્પ  જ લાગેલા નહોતા. મતલબ?  કાયદાકિય રીતે જોઇએ તો દંપતિ અમેરિકાથી પરત થયું જ નથી. લગભગ ચાર વર્ષ પહેલાની અમેરિકાની મુલાકાત બાદ પાછા આવ્યા ત્યારે કોઇ પણ કારણસર તેમના પાસપોર્ટ પર ભારતની રીર્ટન એન્ટ્રીનો સ્ટેમ્પ વાગ્યો જ નહતો.અને તેમની પણ શરતચૂકથી તેમને પણ એ વાત ધ્યાન બહાર જ રહી ગઇ હતી.

હવે?  છેલ્લી મિનીટોમાં ઉદ્દભવેલી વિકટ અને લીગલ સમસ્યાએ તો શ્રોફ દંપતિ ના હોશ-કોશ ઉડી ગયા.સામાન્ય રીતે વ્હીલચેર સ્થિત સીનિયર સિટીઝન ની આવી પ્રક્રિયાઓ વ્હીલચેર લાવનાર સ્ટાફ કરી આપે છે.અને હંમેશા બને તેમ ઉતાવળમાં આ ચેક કરવાનું પણ તેમને ધ્યાન બહાર ગયું,

સદ્દનસીબે તેમણે ”ટોપ કેર સર્વીસીસ (એન આર આઇ)ના કૌશિક્ભાઇ શાહ

www.carenris.com

www.topcareservices.com

ની સેવા માટે તજવીજ કરી હતી..પરિણામે  ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ) ના કૌશિકભાઇની મદદ તેમની તમામ કાયદાકીય ગૂંચ ઉકલી ગઇ અને પળ-બે પળ પહેલા સ્તબ્ધ દંપતિ આનંદપૂર્વક અમેરિકાની સફરે ઉપડી ગયા.

images

કાયદાકિય ગૂંચ ઉકેલવા ઉપરાંત તેમનો આરામદાયી સફર માટે વ્હીલચેરથી માંડીને પ્લેનમાં પણ સગવડ ભરી સીટો સુધીની તજવીજ ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ) દ્વારા કરવામાં આવી હતી.

આવું જ એક બીજુ દંપતિ જેમના માટે એરપોર્ટ પરની લાંબી અને થકાનભરી તમામ પ્રક્રિયાઓ પાર પાડવી જરા અગવડભરી અને વધારે તણાવભરી લાગતી હતી તેમને પણ ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ) ની મદદથી તમામ સુગમતા પાર પાડી.

શું છે આ ”ટોપ કેર સર્વીસીસ (એન આર આઇ)”?

જેનો પરિવાર પરદેશ જઇને વસ્યો છે. અને વ્રુધ્ધ માતા-પિતા અહીં ભારતમાં રહે છે.તેમના માટે લગભગ કાળજીભરી તમામ સુવિધા આપવાનો સંનિષ્ઠ અને સફળ પ્રયાસ .આ તો થઈ ભારતમાં રહેતા પરિવારની પરવાની વાત. જરા આગળ માંડીને વાત કરીએ તો એવા કેટલાય એન આર આઇ  છે જે વસે છે પરદેશમાં પણ અવારનવાર ભારતની મુલાકાતે આવે છે એટલુંજ નહીં પણ પરદેશમાં રહ્યા પછી પણ અવારનવાર તેમને વર્તમાન પરિસ્થિતિ માટે જરુરી બાબતો તેમના ભૂતકાળ સુધી લંબાતી હોય છે.

ડોકટર તોરલબેનને અમેરિકાની મેડીકલ એકઝામ પાસ કર્યા બાદ તેમને જોબ માટે આપવા પડતા પૂરાવા રુપે બર્થ સટીફીકેટની તાત્કાલિક જરુર હતી.જેના માટે ઉડીને અમદાવાદ આવવું અશક્ય હતું. બર્થ સટીફીકેટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાંથી જ મળે. લગભગ ૧૩ વર્ષથી સાઉદી અરેબિયામાં અને ત્યારબાદ સાત વર્ષથી અમેરિકાના વસવાટને લઇને અહીં કોઇ અનુસંઅધાન રહ્યા નહોતા જે તેમના ભૂતકાળને વર્તમાન સુધી જોડે.તદ્દઉપરાંત અમદાવાદ સ્થિત તેમના કુટુંબીજનો પણ પ્રયાસો આ બાબતે નિષ્ફળ ગયા હતા.ત્યારે ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ)”ના કૌશિકભાઇએ જરુરી તમામ પુરાવા એક્ત્રિત કરી ડોકટર તોરલબેનનું બર્થ સટીફીકેટ તૈયાર કરાવ્યું અને તેના પરિણામે આજે ડોકટર તોરલબેન બોસ્ટનમાં ડોકટર તરિકેની કારર્કિદીના સફળ સોપાને સ્થિત છે.

આવી એક નહીં અનેક સિધ્ધીઓ ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ)” ના નામે બોલે છે. ”ટોપ કેર સર્વીસીસ(એન આર આઇ)” દ્વારા ટ્રાવેલ,મેડીકલ, ફેમિલીકેર,પ્રોપટીકેર, ઇવેન્ટ મેનેજમેન્ટ જેવી તમે જે વિચારી શકો તેવી તમામ સેવાઓ ઉપલબ્ધ છે.

સંર્પક :

www.carenris.com

www.topcareservices.com

Join Free Yahoo Group : http://groups.yahoo.com/group/tcs_nris/

E-Mail – knshah51@yahoo.com

September 22, 2009 at 3:12 pm 4 comments

”મન રે……તુ કાહે ક્રોધ કરે”

images

વાલ્મીકિ ઋષિ એક વાર મધ્યાન સંધ્યા કરવા ગંગા તટે જતા હતા.રસ્તામાં તમસાના નિર્મળ જળ જોઇને તેમાં ગંગાજળ જેવી પવિત્રતા આનુભવાતા ત્યાંજ મધ્યાન સંધ્યા કરવાનો નિર્ણય કર્યો.એકાંત સ્થળ શોધી બેસવાનો કરતા હતા ત્યાં બે ક્રૌચ પંખીઓને સુખેથી ગેલ કરતા જોયા.તે જ વખતે સનનન કરતુ તીર આવીને નર પંખીનો વધ કરી ગયું વાલ્મીકિએ પુઠળ નજર કરી તો ત્યાં ધનુષ્ય -બાણ લઇને ઉભેલો પારધી નજરે પડ્યો.એને જોઇને ઋષિને ક્રોધ કરતાં તો થઇ ગયો,શ્રાપ આપતા તો આપી દીધો પણ પછી ઋષિને પારાવાર પસ્તાવો થયો.

ક્રોધ એક માનવ સહજ લાગણીની અભિવ્યક્તિ છે.આત્મા અને પરમાત્મા જેના એકમેવમાં લીન છે એવા ઋષિ-મુની જો ક્ષણિક આવેશમાં આવી ક્રોધિત થાય તો સામાન્ય માનવ માટે ક્રોધને સંયમમાં રાખવો અઘરો જ નહીં પણ અશક્ય જ છે.

રજનીશજી કહે છે ”ગુસ્સો માણસનો એક પ્રકારનો કચરો ફેંક્વાનો રસ્તો છે.માણસના મનમાં ભરેલા જાતજાતના પૂર્વગ્રહો,જાતજાત્ની માન્યતાઓ અને જાતજાતના વિચારો ને ગુસ્સા નામના રસ્તા વાટે નીકળતા હોય તે તેમ નીકળી જવા દેવા જોઇએ.”

સ્વામી સચ્ચીદાનંદજી કહે છે, ” અન્યાય, અત્યાચાર કે ખોટી વાતો જોઇ-સાંભળીને પણ ગુસ્સો ન કરે તે કાયર કે નમાલો કહેવાય.”

જુદા જુદા માણસની ગુસ્સા વિશેની જુદી જુદી માન્યતા છે.પણ સો વાત્ની એક વાત ચોક્કસ છે કે

” excess of every thing is always bad.” જ્યારે જે અતિ  વિષય છે તે અસહય જ છે.

ગસ્સો જ્યારે માઝા મુકે ત્યારે તેને ક્રોધનૂં સ્વરુપ કહેવાતું હશેને? કોઇપણ વસ્તુ જ્યારે માઝા મુકે ત્યારે તે વિનાશ સર્જે. શાંત-નિરવ નદીના વહેતા જળની જેમ અગ્નિ પણ પૂજનીય છે.

અગ્નિ પાવક પણ છે અને દાહક પણ. અગ્નિ જ્યારે દાવાનળનું સ્વરુપ લે ત્યારે તાંડવ સર્જે છે.

એવી જ રીતે ક્રોધ આભાનો વિભાવ છે.આત્માની મલિનતા છે.જે બગદેલું દૂધ એ દૂધની વિક્રુતિ છે તેમ ક્રોધ આભા આત્માના ક્ષમાગુણની વિક્રુતિ છે.અતિશય ક્રોધ સારાસારનું વિવેકભાન ભૂલાવે ત્યારે સામી વ્યક્તિને જ નહીં પણ સ્વ માટે પણ અહિતકારી છે.જ્યારે આપણે કોઇ તરફ એક આંગળી ચિંધીએ ત્યારે બાકી ત્રણ આંગળીઓ આપણા તરફ જ વળેલી હોય છે.

તો પછી કોઇના નુકશાન સાથે આપણા પોતાના નુકશાનને પણ શા માટે ઇજન આપવું.

વાત કરવી  કે કહેવી  સરળ છે.તેનું અમલીકરણ જ અધરું છે.છતાંય સજાગ મનથી કરવામાં આવેલા પ્રયત્નો ક્યારેય નિષ્ફળ જતા નથી.ક્યારેક સામે આવેલી પરિસ્થિતિ, પ્રસંગ કે સંયોગોનું સકારાત્મક અર્થઘટન કરી જુવો.આમ કરવાથી સાચા અને હિતકારિ નિર્ણ્યો લેવાશે

ક્ષમા અને સમાપના જો ખરા મનથી કરવામામ આવે તો સામેની વ્યક્તિ કરતામ પણ સ્વ માટે વધુ શાતાદાયી બને છે.જે કંઇ આસુરી વિચાર, વાણી,અને વર્તન નીપજ્યા હોય તેની આત્મસાક્ષીએ માફી માગી લો અને બીજાને ક્ષમા આપીદો.જેમ વ્યક્તિ સ્નાન કરીને મેલથી મુક્ત થાય છે તેમ આ આત્માની મલિનતાઓથી શુધ્ધ કથિત ટેકનીક્છે.આત્માના કચરાને ગૂર કરવાની તેકનીક છે. જેનાથી ક્રોધ પેદા થતો જ નથી.આત્મા જાગ્રુત બને છે.

images2

જો કોઇ વ્યક્તિ વિચારે કે હું ક્રોધથી મુક્ત થઇ જ શકું છું,જો કોઇ વ્યક્તિને પોતાની જાત માટે ૧૦૦ ટકા શ્રધ્ધા પ્રાપ્ત થાય તો તેનો પુરુષાર્થ પણ ૧૦૦ ટકા સફળ થવાનો જ છે.આત્મા સાથે સંવાદ કરો.”હે મન! તું ક્રોધરહિત છે,ક્રોધ તારું સ્વરુપ જ નથી,તું ક્ષમા સ્વરુપ છે,તારાથી ક્રોધ થાય જ નહિ,ક્રોધ કરીને તું તારું પોતાનુ જ અહિત કરે છે.જેમ પિતા પુત્રને,શિક્ષક વિધાર્થીને,ભાઇ ભાઇને, માં પુત્રીને સમજાવે તેમ તમે તમારા મનને સમજાવો.આત્મા જ આત્માનો મિત્ર છે.આત્મા સાથે સંવાદ કરી ધીરે ધીરે ક્રોધથી અવશ્ય મુક્ત બની જ શકાય છે.

“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને પ્રગટ થયો.”

September 21, 2009 at 5:28 pm 3 comments

”મૃત્યુ નુ ગીત”

2771715500_0611cc0cedમૃત્યુ પણ મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે,
જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે.
શૂન્ય પાલનપુરી-

 

એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું.

તરતો તરતો માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ નજરે પડતું હતું. માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.

દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે નહીં, બાકી મારી હાલત આવી થાય.

ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે તેને સમજાતું હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું.

અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય પહેલાં ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો.

હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો માણસ બેઠો હતો. અચાનક એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું હોત તો અમને ખબર પડત કે અહીં કોઇ છે!

માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!

કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર નાખતા હોતા નથી.

સમય અવળચંડો છે. ઘણી વખત બધું આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં સમયની વ્યાખ્યા છુપાયેલી છે. ત્રણ અક્ષરનાં સમયને તોડીને બે-બે અક્ષરો કરો તો એક શબ્દ થશે સમ અને બીજો શબ્દ થશે મય. સમ એટલે સરખું અને મય એટલે મગ્ન. જે દરેક સમયને સમ એટલે સરખો સમજીને મય એટલે કે મગ્ન રહે છે તેને સમયનો ડર લાગતો નથી.

પવન કદીયે એક દિશામાં વાતો નથી. દરિયો કદીયે એક કિનારે સ્થિર થતો નથી. ઝરણું કયારેય અટકી જતું નથી. તો પછી સમય કેવી રીતે કાયમ એકસરખો રહે? કંઇક ગમતું કે ખરાબ બને ત્યારે માણસ કહે છે કે, કંઇક સારું થવાનું હશે. રાતની કાળાશની અંતિમ પળ પછી સવારના પહેલા કિરણનો જન્મ થતો હોય છે.

દરેકની જિંદગીમાં કયારેક ને કયારેક એવું થયું હોય છે કે તેનું ઘ્યાન પડે. માણસને સમજાય નહીં કે શું થવા બેઠું છે? આવા સમયે કંઇક નવું બને છે અને ધૂંધળી પડી ગયેલી દિશાઓમાંથી કોઇ રસ્તો મળી આવે છે. સમય પણ સમયાંતરે કસોટી કરતો રહે છે, જે સમયને સમજે છે કયારેય નાપાસ કે નાસીપાસ થતો નથી. યાદ રાખો, સુખ ચક્કર મારીને પાછું આપણી પાસે આવવાનું છે. એની પાછળ દોડો નહીં, એની રાહ જુઓ,ડર્યા કે ડગમગ્યા વગર!

જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જયાં આપણે વિચારથી કામ કરવું જોઇએ ત્યાં આપણે લાગણીશીલ થઇ જઇએ છીએ અને જયાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ.

 

અજણ્યો લેખક

સૌજન્ય શ્રિકાન્ત શાહ

 

 

September 20, 2009 at 2:58 am 12 comments

”દિલ બોલે હડીપ્પા.” – film reviews –

dil-bole-hadippa-9v

જીભ બોલે……’ફસાયા’

“છોટી છોટી આંખે દે બડે બડે સપને –ક્યું ન દેખું? જબકી મૈં લડકો સે અચ્છા ખેલ સકતી હૂં તો લડકીઓંકી ટીમ મે ક્યું ખેલુ? “પંજાબ ના એક નાના ગામમાં રહેતી વીરાનું વિરાટ સ્વપ્ન જ્યારે એની મહત્વકાંક્ષા બની જાય અને એની આડે જ્યારે એ એક છોકરી છે માટે ન  કરી શકે તેવો વાંધો ઉઠાવવામાં આવે ત્યારે આ  મહિલા સશકિતકરણની વાતો બાંગો જ લાગે ને? આવી કથા-વસ્તુ લઇને યશરાજ ફિલ્મના બેનર હેઠર ડિરેકટર અનુરાગ સીંધે કથાની સાથે ક્રિકેટ, ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલ્દિલી-મૈત્રીના માહોલને પણ આવરી લીધા છે.”અમન કપ” જીતવા માટે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતો ક્રિકેટ નો જંગ ક્રિકેટ પ્રેમી માટે એક આકર્ષણનો વિષય છે. એ આકર્ષણને તેના દમદાર બેક-ગ્રાઉન્ડ મ્યુઝીકથી ઉત્તેજના સભર બનાવાયું છે.

સચીન તેંડુલકર સાથે ક્રિકેટ રમવાની આકાંક્ષા ધરાવતી વીરાને એ સ્વપ્ન સિધ્ધ કરવા જયારે વીર પ્રતાપ સીંહ બનવું પડે ત્યારે સ્વાભાવિક એના જેવો આક્રોશ કદાચ એના જેવી જ ઇચ્છા ધરાવતી યુવતીઓને પણ હોય શકે. “સ્પેસમાં જવા જો પાંચ પુરુષો સાથે કલ્પના ચાવલા કે સુનીતા વિલીયમ્સ સિલેક્ટ થઇ શકે, પોલિસ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર કિરણ બેદી હોઇ શકે, ભારતની રાજ્ય ધૂરા ઇન્દીંરા ગાંધી સંભાળી શકે ,આઝાદીની લડતમાં ઝાંસીની રાણી રણે ચઢી શકે, તો  ક્રિકેટમાં છોકરીઓ માટે શા માટે જુદી ટીમ હોવી જોઇએ? પોતાના સ્વપ્નના પુરા કરવા વીર પ્રતાપ સિંગ બનતી રાની મુકરજી અને પંજાબના ગામની તલપદી લઢણ સાથે ઇંગ્લેન્ડ કાઉન્ટીના બેસ્ટ પ્લેયર રોહન( શાહિદ કપુર)નું દિલ જીતતી  વીરા એ બે અનોખા અંદાજને રાની મુખરજીએ જીવંત કર્યા છે.

લગભગ આઠ વર્ષથી “અમન કપ” હારતા ભારતને જીતાડવા જ્યારે વિક્રમ સિગં ( અનુપમ ખેર ) પોતાના ઇંગ્લેન્ડ કાઉન્ટીના બેસ્ટ પ્લેયર એવા પોતાના પુત્ર રોહનને બોલાવે છે ત્યારે સ્વભાવિક બે ભવિષ્ય નક્કિ થઈ જાય છે.એક તો હવે ભારતની ટીમ જીતશે અને રોહન- વીરા પ્રેમમાં પડશે.એક આવી સીધી -સાદી ફોર્મ્યુલાને પંજાબનો માહોલ ,ક્રીકેટનો જુસ્સો ,થોડી રસાકસી અને કંઇક જુદી રીતે પણ ધારેલા અંત તરફ લઈ જતી ફિલ્મની લંબાઇ થોડી કઠે છે.

માતા-પિતાની જુદાઇ વચ્ચે વહેંચાયેલો અને ભરત-ઇંગ્લેન્ડ વચ્ચે ઝોલા ખાતા રોહનને એક દિશા મળે છે.” ઇસ્ટ યા વેસ્ટ-ઇન્ડીયા ઇસ બેસ્ટ”ની ભાવનાને ઉજાગર કરવા મથતા અનુપમખેર અને ધીમે ધીમે એની રાહે ઢળતા શાદિદ કપુર એ બંન્ને પિતા-પુત્રના પાત્રનો સ્પર્શ આપીને કથા માત્ર ક્રિકેટ પુરતી જ સિમિત નથી એવો અણસાર આપવામાં બંન્ને સહજ રહે છે.પોતાના મંતવ્યને જ સાચા માની જુદાઇ વેઠતા અનુપમ ખેર અને પુનમ ધિલ્લોન જ્યારે જાણે -અજાણે નજીક આવતા જાય છે તે પળોને બેઉ પીઢ અદાકારોએ વ્યકત કરી છે તેમાં સહજતા અનુભવાય છે. હર-હંમેશની માફક અનુપમ ખેર કોઇપણ પાત્રમાં સરળતાથી ઢાળી શકે છે.

યુવા તરવરિયા રોહનનો માતા-પિતા તરફનો લગાવ ,વીરા તરફનો પ્રેમ તો ક્યાંક પોતે છેતરાયો છે તેવી લાગણી -આ તમામ પાસાને  અપેક્ષા મુજબ શાહિદ કપુરે વ્યક્ત કર્યા છે.

દિલિપ તાહિલ પુનમ ધીલ્લોન -વ્રજેશ હિરજી કથાનક મુજબ જરૂરી પાત્ર નિભાવે છે.

એક હલ્કી ફુલ્કી મનોરંજન ફિલ્મમાં અપાયેલો સંદેશ વધુ અગત્યનો છે. પણ સાથે ” યશરાજ  ફિલ્મ “ના બેનરના નામથી થિયેટર સુધી ખેંચાઇ આવતા પ્રેકક્ષોને તેમની  અપેક્ષાથી થોડા ઉણા ઉતરતા ગીત -સંગીત અને પાતળા કથાનકથી -એ કથાની લંબાઇથી થોડી નિરાશા ઉદભવે .

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને19/09/2009 ના પ્રગટ થયો.”

September 19, 2009 at 5:47 am 1 comment

”માતાજીની આરતી”

ambeurga3

images3

Please wait for a while and click on button

(Read in English/Gujarati AArti as under)

Jai Aadya Shakti Ma Arti

Jaya aadya shakti, ma jaya aadya shakti
Akhand brhamand dipavya, panave pragatya ma
Om jayo jayo ma jagdambe

Dwitiya mehsarup shivshakti janu, ma shivshakti janu
Brahma ganapti gaye, brahma ganapti gaye
Hardayi har ma
Om jayo jayo ma jagdambe

Trutiya tran sarup tribhuvan ma betha, ma tribhuvan ma betha
Daya thaki karveli, daya thaki karveli
Utarvenima
Om jayo jayo ma jagdambe

Chouthe chatura malaxmi ma, sachrachal vyapya
Char bhuja cho disha, char bhuja cho disha
Pragtya dakshin ma
Om jayo jayo ma jagdambe

Panchame panchrushi panchami gunpadma, ma panchami gunpadma
Panchtatv tya soshiye, panchtatv tya soshiye
Panchetatvo ma
Om jayo jayo ma jagdambe

Shashthi tu narayani mahishasur maryo, ma mahishasur maryo
Narnari na rupe, narnari na rupe
Vyapaya saghale ma
Om jayo jayo ma jagdambe

Saptami sapt patal sandhya savitri, ma sandhya savitri
Gau ganga gayatri, gau ganga gayatri
Gauri geeta ma
Om jayo jayo ma jagdambe

Ashthmi ashtha bhujao ayi ananda, ma ayi ananda
Sunivar munivar janamya, sunivar munivar janamya
Dev daityoma
Om jayo jayo ma jagdambe

Navmi navkul nag seve navadurga, ma seve navadurga
Navratri na pujan, shivratri na archan
Kidha har brahma
Om jayo jayo ma jagdambe

Dashmi dash avtaar jay vijyalaxmi, ma jay vijyalaxmi
Rame ravan marya, rame ravan marya
Ravan maryo ma
Om jayo jayo ma jagdambe

Ekadashi agiyar tatyanikama, ma tatyanikama
Kaldurga kalika, kaldurga kalika
Shama ne vama
Om jayo jayo ma jagdambe

Barase kala rup bahuchar amba ma, ma bahuchar amba ma
Asur bhairav souie, kal bhairav soiye
Tara chhe tuj ma
Om jayo jayo ma jagdambe

Terase tulja rup tu tarunimata, ma tu tarunimata
Brahma vishnu sadashiv, brahma vishnu sadashiv
Gun tara gata
Om jayo jayo ma jagdambe

Shivbhakti ni aarati je koi gaye, ma je koi gaye
Bhane shivannad swami, bhane shivannad swami
Sukh sampati pashe,
Har kaileshe jashe
Ma amba dukh harashe
Om jayo jayo ma jagdambe

……………………………………………………………………………………

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા …
ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો (2)
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે (2)
જયા થકી તરવેણી સુસરવેણીમાં … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા (2)
ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમેં ગુણ સઘળાં (2)
પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો (2)
નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રિ (2)
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા (2)
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી (2)
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અગિયારસે, કાત્યાયની કામા (2)
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાલા રૂપ, બહુચરી અંબા મા (2)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં … ઓમ

તેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા (2)
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (2)
વશિષ્ઠ દેવે વખાણ્યા, મારકંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (2)
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરીમાં, રૂપાવતી નગરી (2)
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી … ઓમ

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (2)
બાળક તારા શરણે અવિચલ પદ લેવા … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો (2)
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે (2)….ઓમ

ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે(2) … ઓમ

September 18, 2009 at 2:47 am 3 comments

”નવરાત્રિ શરુ થવા આડે એક દિવસ બાકી છે”

images5

જો જો, મદહોશીના માહોલમાં મર્યાદા ઓળંગાય

નવરાત્રિ શરુ થવા આડે એક બસ દિવસ બાકી છે. મહિનાથી તૈયારીમાં લાગી જતાં યુવાનયુવતીઓ માટે તો અનન્ય ઉત્સવના દિવસો બની રહે છે.

આજે  નવરાત્રિનો મહિમા બદલાયો છે,

નવરાત્રિ એટલે આધશકિતની પૂજા. દાનવ ઉપર દૈવી શકિતના વિજયનો ઉત્સવ.

પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં આ મહિમાનું મૂળ સ્વરુપ તો ક્યાંય ખોવાયું છે. નવરાત્રિ એટલે યુવાન, ધડકતા,ઉછળતા હ્રદયને વધુ ઉત્તેજિત કરતો ઉત્સવ.નવરાત્રિ એટલે ઉલ્લાસ કરતાં ઉત્તેજના-ઉન્માદનો તહેવાર.

મોડી રાત્રે શરુ થતા અને ધીમે ધીમે રંગ પકડતા ગરબા મહોત્સવ એટ્લે ગરબે ઘૂમવાની સાથે યૌવનને હિલોળે ચડાવવાની મોસમ. નવ દિવસોના ધમધમાટમાં યુવાનીનો થનગનાટ આ ઉન્માદક વાતાવરણમાં સ્વાભાવિક રીતે જ બેવડાઇ જાય છે.વિજાતીય સંબંધો સહજતાથી બંધાઇ જાય તેવું વાતાવરણ હોય ત્યાં નવરાત્રિની ઉજવણીનું સ્વરુપ બદલાઈ જતું  હોય છે.

શેરી-ગરબાઓની સ્પર્ધાના લીધે ચણિયા-ચોળી-અલંકારોમાં પણ કંઇ નવું(અને નવુ એટલે ઉધાડું જ તો વળી) કરવાની ચાનક વધતી ચાલી છે. છોકરીઓ એવી રીતે તૈયાર થઇને નીકળે છે કે ઘણીવાર આડે દિવસે નજર નાખવાનું પણ મન ન થાય,તેવી યુવતીઓ પરથી નવરાત્રિમાં નજર ખસતી નથી.મોકળું મેદાન મળે ત્યારે સંયમની સંબંધની સીમાઓ વિસરે  પડે છે.નવરાત્રિના રંગીન વાતાવરણનો ઉન્માદ શમતા યુવતીઓને ધોળે દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિ આવીને ઉભી રહે છે .સ્ત્રી-પુરુષના આકર્ષણમાંથી ઘટતી ઘટનાઓ ટાળવાનું-આ ભયસ્થાનોને સમજવાનું પ્રત્યેક માટે જરુરી છે.

પહેલાં તો પોતાની શેરી કે સોસાયટી સુધી મર્યાદિત રહેતા ગરબાઓમાં માતા-પિતાની નજર સામે ગરબે ઘૂમતી કન્યાઓ હવે કલબોમાં ફ્રેન્ડઝ,ગ્રૂપ સાથે જતી થઇ છે, ત્યારે દરેકે પોતાની મર્યાદા જાતે સમજી લેવાની જરુર છે.સ્ત્રી પ્રક્રુતિ એ લોભાવનારી છે. આથી પુરુષ આક્રમક બને તેવી તક જાણે -અજાણે નહીં,પણ જાણી જોઇને આપવામાં આવે,ત્યારે કોનો વાંક? એકાંત હંમેશા વિજાતિય મૈત્રી માટે જોખમી સાબિત થયું છે. એટલે આવુ એકાંત ટાળવું જરુરી છે.શક્ય હોય તો ગ્રુપમાં સાથે રહેવાનો આગ્રહ રાખવો. .નવરાત્રિમાં યુવાનો સાથે જતી યુવતીઓનાં માતા-પિતા માટે નવરાત્રિની પણ રાતો ઉજાગરાની હોય છે. જ્યાં સુધી છોકરીઓ પોતાની જાતે વાહન ચલાવતી ન થાય,ત્યાં સુધી માતા-પિતા કે ભાઇ બહેન સાથે રહેવાનુ પસંદ કરે છે.પરંતુ જ્યાં સ્વતંત્રતા મળે કે સ્વચ્છંદતા પણ આપોઆપ મેળવી લેતી યુવતિએ પોતાની  મર્યાદા જાતે આંકી લેવાની જરુર છે.

શ્રી ક્રુષ્ણની જેમ  ચીર પુરાવાના બદલે જ્યાં દુર્યોધન-દુઃશાસન જેવા વસ્ત્રાહરણ કરનારા માટે સરળ બને તેવાં વસ્ત્રો પહેરવાએ પણ એક જાતનુ લોભામણું ઇજન નથી?

બેકલેસ પહેરીને જતી રબારણ તરફ કોઇનુંય ધ્યાન નહી જાય, પણ બેકલેસ પહેરીને નીકળતી કોલેજ કન્યા તરફ ચોક્કસ બધાંની નજર મંડાવાની જ. ક્યારેક તો  ઘરમાં માતા-પિતાની નજર સામે તૈયાર થઇને નીકળતી યુવતીને જો માતા-પિતા અચાનક રાસ ગરબામાં ઘૂમતી જુએ,તો કદાચ નવા જ રંગરુપમાં જોવા મળે.માતા-પિતાની નજર ચૂકવીને થતા નજારાને આડો હાથ આપીને કોણ રોકવાનું છે? દરેકે પોતાના જ લક્ષ્મણ બનીને પોતાની રક્ષા કરવાની છે. જયાં યુવતીઓ જ સમર્પિત થવાની તૈયારી સાથે લક્ષ્મણ-રેખાની બહાર નીકળે,

તો રાવણનો શો દોષ?  તેના બદલે આવો, નવેસરથી નવરાત્રિને ખરા અર્થમાં નવલી બનાવીએ..બની શકે તો માતા-પિતા કે ભાઇ-બહેન સાથે રહી શકાય તો ઉત્તમ ,નહીતો બહેનપણીઓનો સાથ પણ જરુરી છે.

સાચા અને સારા ગ્રુપ માં રહી શકાય તો શ્રેષ્ઠ

પુરુષમિત્રની સાથે એકલા રહેવાનો મોહ છોડી દેવો જરુરી છે. મિત્રભાવે તમારો ગેરલાભ કોઇ ન લઇ જાય તે જાતે જોવુ-સમજવું જરુરી છે.

માતાપિતાએ પણ નવી પેઢી સાથે નિખાલસ બનીને ભયસ્થાનો સામે લાલબત્તી બતાવવી જરુરી છે.

શક્ય હોય તો સંતાનોનું ગ્રુપ કેવું છે તે જાણી સંતાનોને તેમની મર્યાદા સમજાવવી મહત્વની છે.

પળભરના ઉન્માદ સામે ટકવાનું મનોબળ તો યુવતીઓ એ જાતે જ કેળવવાનું છે.

સાથે રહીને પણ દૂર રહેવાની આવડત કેળવવાની જરુર છે.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ માધુરિમામાં પ્રગટ થયો.”

images3

September 17, 2009 at 1:40 pm 7 comments

Older Posts


Blog Stats

  • 119,015 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

September 2009
M T W T F S S
« Aug   Oct »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!