” યે મેરા ઇન્ડીયા ” – film reviews –

ઓગસ્ટ 30, 2009 at 4:00 એ એમ (am) 3 comments

Yeh M12952 – ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા –

સવારે પડે છાપુ ખોલીએ, રોજ રાત પડે ઘરે પહોંચીને ટી વી ન્યુઝ ચેનલ ઓન કરીએ એટલે સનસનીખેજ સમાચારમાં,બ્રેકીંગ ન્યુઝ્માં હિંસા-આતંક-ખૂન-બળાત્કાર-આપહરણ અને ભડકે બળતું શહેર,તો હવે રોજીંદા કોઠે પડેલા સમાચારો બની ગયા છે અને છતાંય આશ્ર્રર્યની વાત છે. દુનિયાનો ક્રમ્ કયાંય અટક્તો નથી.એની વણથંભી વણઝાર તો અવિરત ચાલ્યા કરે છે અને તમામ ઘટના પાછળ કોઇ ચોક્કસ પૂર્વગ્રહ કામ કરતા હોય. જેમકે સમાજ,વંશ,જાતીભેદ.પૂર્વગ્રહ માનવીના કલેવર પર છારી ની માફક બાઝી એક પોપડા સ્વરુપે કઠણ થતા જાય. પૂર્વગ્રહોની વાત લઇ ને એન ચંદ્રાએ ર્સજેલી ” યે મેરા ઇન્ડીયા ”ફિલ્મ પ્રત્યેક ઘટના દ્વ્રારા એક સંદેશ આપી જાય છે.

મુંબઇ ના જુદા જુદા ખુણે ધટતી ધટનામાં સંકળાયેલા લોકોની એક દિવસની વાત ના તાણાવાણાં ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હોવા છંતા એકમેકથી ભિન્ન વાત કરી જાય છે.

દિવસની શરુઆતમાં એક ગોલ કરવાના માઇન્ડ સેટ સાથે નિકળેલી વ્યકિત દિવસના અંતે એનાથી તદ઼ન વિરુધ્ધ દિશામાં જઇને પોતાને ઉભેલી જુવે-વિધાતાની મરજી સામે પોતાને ક્યારેક લાચાર તો ક્યારેક લાભાર્થી લાગે.નસીબે ફેરવેલુ ચક્કર રુલેટની માફક ક્યાં જઈને અટકે એની ભારોભાર અનિશ્ચિતતા લઈને નિકળેલા

તમામ પાત્રો ને ક્યારેક સારામાંથી ખરાબ તો ક્યારેક ખરાબ માંથી સારા પરીણામ નસીબ થાય.આવા અનિશ્ચિતતાથી ઘેરાયેલા પાત્રો એટલે જજ(અનુપમ ખેર)-અતુલ કુલકણી ,સીમા વિશ્વાસ ,મિલીંદ ગુણાજી, રજત કપૂર,રાજપાલ યાદવ, સારીકા, પેરિઝાદ ઝોરેબિયન,પરવીન દબાસ, સયાજી શીંદે, વિજય રાજ.

દરેક પાત્ર પોતાની કથા-વ્યથાની બારીકીને ખૂબ હ્રદયસ્પર્શી રીતે પ્રક્ષકોના મન સુધી પહોંચાડે છે.વિજયરાજ અને અતુલ કુલકર્ણી દ્વારા એન ચન્દ્રા હિન્દુ મુસ્લીમના અતિ સંવેદનશીલ તારને નાજુકાઇથી વણી શકયા છે.જેમાં પરવીન દબાસની તટસ્થ માનસિકતાઓ વણાટ મજબૂત બને છે.અત્યંત વિલાસી રજત કપૂર (અરુણ તલરેજા) સાથે બનતી એક ઘટના એના તમામ રંગરાગ ને ક્ષણવારમાં રંગહીન બનાવે છે,બંને પરિસ્થિતિને રજત કપૂર (અરુણ તલરેજા) બાખૂબ પેશ કરી છે.

મોહમયી મૂંબઇમાં હજારો લોકો આંખોમાં લાખો સ્વપ્ના આંજીને ઠલવતા હોય છે.સ્વપ્ના સાકાર કરવા માટે જે વાસ્તવિકતાની કાળમિંઢ દિવાલ પર માથા પછાડવાના આવે ત્યારે જે હતાશા-જે લાચારીની ગર્તામાં ઘકેલાતા હોય અને ક્યારેક જો કોઇના નસીબ આડે પાંદડુ ખસે ને કિસ્મતની યારીથી જીવી જવાની તક મળે તો?.

જો અને તો વચ્ચેની વસમી વ્યથાને રાજપાલ યાદવે દિલ દિમાગને ટીસ પહોંચાડે તેમ વ્યકત કરી છે.વખાના માર્યા માનવીને માત્ર સમસ્યાઓ નસીબ હોય અને છતાંય તેનામાં એક સારપ જીવતી હોય.એક સ્વમાન જીવતું હોય અને હ્રદયના ખુણે એના મનમાં એવી અપેક્ષા જીવતી હોય કે કોઇ દેવી શક્તિ છે જે તેના જીવનના કાળા પડછાયા પાછળની સોનેરી છાયા તો જરુર બતાવશે.સીમા વિશ્વાસ જેવી નિવડેલી અભિનેત્રીના ફાળે આવું પાત્રા આવે તો ક્યાંય કોઇ કસર રહે?

ઇફેક્ટીવ મ્યુઝીક,દરેક ઘટના સાથે સંક્ળાયેળી સચોટ મીનીંગ્ફૂલ ઉકિત થી વધુ ચોટદાર બનતી ફિલ્મ જોઇને પ્રક્ષકના મનમાં એક આહ અને વાહ ઉદ઼્ભવે.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 28/08/2009 ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

” સિકંદર ”- film reviews – ” ઇશ્વરની ખોજ”

3 ટિપ્પણીઓ

 • 1. dr Sudhir Shah  |  ઓગસ્ટ 30, 2009 પર 8:54 એ એમ (am)

  thanks for the review

 • 2. sapana  |  ઓગસ્ટ 31, 2009 પર 8:36 એ એમ (am)

  Thanks for the review.
  Sapana

 • 3. PIYUSH S. SHAH  |  ઓગસ્ટ 31, 2009 પર 5:31 પી એમ(pm)

  wonderful artical with the depth of heart.


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: