” સિકંદર ”- film reviews –

ઓગસ્ટ 27, 2009 at 11:30 એ એમ (am) 4 comments

sikandar-2009-3b-2

– Sarvival Is The Game – Sikandar Played –

કાશ્મીરની ધરતીને ધમરોળતા આતંકવાદના ઓળા અને એનાથી સતત એક ઉભડક જીન્દગી જીવતા કાશ્મીરીઓ ની પરિસ્થિતિ થી તો હવે સૌ કોઇ વાકેફ છે.ભયના ઓથાર ની પાછળના હાથાઓ કેટલીક વાર પરદા પાછળ રહી દોરી સંચાર કરતા હોય તે દેખીતી રીતે નજરે નથી પડતા પરંતુ ક્ઠપુતલીની જેમ પરદા આગળ નાચતા પપેટ જેવા પાત્રો નજરે પડે છે. આવુ એક પરદા પર દેખાતુ પાત્ર એટલે સિકંદર ”. ૧૪ વર્ષીય સિકંદર એક કાશ્મીરી તરુણ છે. જેના માતા-પિતાની ખોટ ચાલે તેમ તેના કાકા-કાકી તેમની દુનિયામાં સિકંદરને સમાવી લીધો છે અને માટે સિકંદરની ઇચ્છાઓ હંમેશા એના પાલક માતા-પિતાની ખુશીની આસપાસ સીમીત છે.બીજી એક અબળખા છે ફુટબોલમાં ગોલ કરી નામ અને દામ કમાવાની. ફુટબોલની સામેની ટીમના કેટલાક કનડગત કરતા છોકરાઓથી ત્રાસેલા સિકંદરને નાયાસે એક રિવોલવર રસ્તામં મળી જાય છે જેનાથી પોતાને કનડતા તત્વોને ડરાવવામં કંઇક અંશે સફળ તો થાય છે પરંતૂ જાણેઅજાણે એક ગૂનાની દૂનિયા તરફ ધકેલાતો જાય છે.

એની એક હમસફર હમરાહ છેનસરીન.૧૪ વર્ષીય નસરીન એક માત્ર સિકંદરની હમર્દદ પણ છે .મિતભાષી નસરીનની આંખોની ક્થ્થાઇ તરલતામાં તેના દ્રઢ મનોભાવ વ્યકત થાય છે. . નસરીનના પિતા ૩૮ વર્ષીય મુખ્તાર કાશ્મીરી લીડર છે.કાશ્મીરની બદલાતી પરિસ્થિતિમાં તેના હિત ચિંતકની વાણીમાં દેખીતી રીતે તો વાતાવરણને શાંત કરી કાબુમાં રાખવાની ઇચ્છાઓ પ્રગટ થતી જોવા મળે છે. કાશ્મીરની આતંકથી ઘેરાયેલી પરિસ્થિતિને કાબૂમાં કરવા લેફ્નન્ટ રાજેશરાવ સતત પ્રય્ત્નશીલ છે તે કડક શિસ્તપ્રિય આર્મી કમાંડર છે સાથે વ્યકિત ને સાથે બીજો ચાન્સ આપવામાં માને છે.

સિકંદર સાથે અનાયાસે બનતી ઘટનાઓ દેખીતી રીતે ના કાબૂ બહાર છે પરંતુ રહસ્યના એક પછી એક પડ ઉકેલાતા જાય તેમ સમજાય છે કે સિકંદર તો કોઇ એક એવી સાંઠ્ગાંઠનો શિકાર બન્યો જેનો હાથો કોઇ એક છે તો પકડ કોઇઅ બીજાની,

જીગસો પઝલની માફક એકબીજા સાથે સંકળાયેલા ટુકડાઓ છેવટે આઘાતજનક રહસ્યોદઘાટક્માં પરિણમે છે. આમ જોવા જઇએ તો દુનિયાભરમાં ફેલાયેલા આતંકવાદ નજર સામે દેખાતા આતંક્વાદી થી લોકો ટેવાતા જાય છે.પરંતુ અહિં કાશ્મીર્ની ધરતી પર ફિલ્માયેલીસિકંદરના બે નિર્દોષ પાત્રો આપણા મનને ક્યાંક એક ઘસરકો કરી જાય છે.’ કુછ કુછ હોતા હૈફિલ્મનો નાનકડો મિઠડો સરદારજી પરવેઝ દસ્તુર અનેબ્લેકફિલ્મની પેલી નાનકડી રાની મુકરજીના રોલમાં લોકોના હ્રદયમાં યાદગાર છાપ મુકતી અયેશા કપુર ટીન એજ માં પ્રવેશી ચુક્યા છે અને સિકંદરમાં એક નવી છાપ ઉભી કરે છે . વર્તમાન ધાર્મિકરાજકિય પરિસ્થિતિને કાબુમાં રાખવા મથતા કડક વલણ ધરાવતા લેફ્ટનન્ટ ( આર.માધવન ) દ્વારા અમાનુષી પરિસ્થિતિ પર વિજયી બનતી માનવતાનો સંદેશ કોઇ ઢોલનગારા પિટ્યા વગર વ્યક્ત થયો છે.

સભ્યતાનો આંચળો ઓઢીને લોકો માટે હમદર્દી બતાવતા મુખ્તાર મોટોના પોલિટિકલ પાત્રમાં સંજય સૂરીની આસપાસ એક ધૂંધળોઅસ્પષ્ટ ચિતાર ઉભો થાય છે.જેને ખુબ ઓછા બોલા અને છતાંય સતત કઈક વ્યક્ત કરતા પાત્ર તરીકે રજુ કર્યો છે. ઝાહીર કાદીર ( અરુણોદય સીંઘ ) આતંકવાદી જૂથનો નેતા છે. કાશ્મીર આઝાદ ફોજનો સખત મિજાજી કમાંડર પરદા પર થોડીક ક્ષણો માટે પણ પોતાનું પાત્ર જીવી જાય છે.

કેટલાય દસકાથી શોષણના ભોગ બની હિંસક અને વિદ્રોહી બનતા લાચાર લોકોના પ્રતિનિધિ એવાસિકંદરની આસપાસ ઘુમતી કથાના દિગદર્શક છે પ્રકાશ ઝા.

 

 

 

 

 

 

Advertisements

Entry filed under: - film reviews -.

” પિત્રુદેવો ભવ” ” યે મેરા ઇન્ડીયા ” – film reviews –

4 ટિપ્પણીઓ

 • 1. pinke  |  ઓગસ્ટ 27, 2009 પર 2:10 પી એમ(pm)

  ma joye nathi pan kahani par thi to sari movi caga cha.

 • 2. Ch@ndr@  |  ઓગસ્ટ 27, 2009 પર 6:48 પી એમ(pm)

  Seekandar no review pasand aavyo.

  Ch@ndr@

 • 3. PIYUSH S. SHAH  |  સપ્ટેમ્બર 1, 2009 પર 2:40 પી એમ(pm)

  a very fentastic review

 • 4. Dhwani Joshi  |  સપ્ટેમ્બર 3, 2009 પર 11:44 એ એમ (am)

  nice review… now, must hv to watch..:-) thnx


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: