Archive for August 25, 2009
” પિત્રુદેવો ભવ”
એક દીવસ ની વાત છે એક યુવતી તેના પિતા ને વ્હીલચેર માં બેસાડી ને ખુબ જતન થી શોપિંગ મોલમાં ફેરવી અને અત્યંત સલુકાઇથી તેમને જે જોઇએ તે અપાવતી હતી. અહો આશ્ચર્યમ..ભારે નવાઇ-ભારે કૌતુક ની વાત -કારણકે આ ઘટના ભારત ની નહી પણ અમેરીકા ની ધરતી પર ઘટી રહી હતી. અને તે ઘટના નુ મૂળ હતુ “ફાધર્સ ડે”. યસ જુન મહીના ના ત્રીજા રવીવારે આવતા આ દીવસે ઠેર-ઠેર આવા લાગણીસભર દ્રશ્યો જોવા મળે.પણ સાથે એક વાત પણ નક્કી કે દીવસ આથમતા આ યુવતી કે તેના જેવા બીજા કેટલાય તેની ઉંમર ના બીજા તમામ લોકો તેમના પિતા ની કોઇ સીનીયર સીટિઝન હોમ માં મુકી આવવાના.અને ખબર નહી ફરી ક્યારે તેના પિતા ને જોવા જવાના? તેમના માટે આ એક દીવસ છે જ્યારે પિતા તરફ ની લાગણી કહો કે જે તે ઉછેર માટે આભારની અભિવ્યક્તિ. આ સંબંધ નુ માન સન્માન કરવાનો દીવસ -આ સંબંધ પ્રત્યેની લાગણીની અભિવ્યક્તિનો ઉત્સવ એટલે પાશ્ચાત્ય પ્રણાલી પ્રમાણે “ફાધર્સ ડે “.
પણ તે સંસ્ક્રુતિના બીજા છેવાડે જ્યાં ” પિત્રુદેવો ભવ”ની ભાવના છે તેવા પરિવારોમાં તો પિતા પરિવારની ધરોહર છે જેના થકી પરિવારનું માળખુ ટટ્ટાર છે.આપણા બાળકો માટે પિતા તેની જિંદગીનો રોલ મોડેલ છે.પિતાની ક્યારેક બોલકી તો ક્યારેક મૌન-ક્યારેક શારીરિક તો ક્યારેક લાગણીસભર હાજરી બાળક માટે સલામતી , હુંફ, અને સદ્ધરતા આપનારી બની જાય.
ક્યારેક સામાન્ય પરિવારોમાં બને છે તેમ પિતાની ઘરમાં ઓછી હાજરીમાં જ બાળક પરિપક્વ બની જાય.. અદાંજીત સમય પ્રમાણે માતા કરતા પિતાએ બાળક માટે ફાળવેલો સમય આંગળીના વેઢે ગણી શકાય પરંતુ તેને ખબર છે કે તેની જરૂર બાળક્ને ક્યારે છે? પિતા બાળક નો શ્રેષ્ઠ મિત્ર પણ છે. બાળક ના ફતેહમાં તેનુ ગૌરવ પણ છે અને મુશ્કેલીઓ માં માર્ગદર્શન પણ. બાળપણમાં ભલે માતાનું અનુકરણ કરી ઢીંગલા-ઢીંગલીઓ રમતી બાળકી માતાની નજીક હોવા છતાં પરણવાની ઉંમરે પહોંચે ત્યારે જાણે-અજાણે પતિમાં જેની છાયા શોધે તેનું નામ પિતા.
સાવ ચાર વર્ષની ઉંમરે નિર્દોષતાથી શર્ટ-હાફ પેન્ટ અને એ હાફ પેન્ટમાંથી પણ લટકીને બહાર દેખાઇ આવતી ટાઇ પહેરીને, સ્કુલબેગમાં જે હાથ આવે તે ઠાંસો-ઠાંસ ભરીને ટ્રાઇસીકલ પર લટકાવી મગરૂર બની ઓફીસે જવાની અદામાં ઘુમતુ બાળક જેનું અનુકરણ કરે તેનુ નામ પિતા. પિતાનો લગાવ-પ્રભાવ-અનુરાગ બાળક સાથેના સંબંધનો પાયો છે.
આપણા પ્રણાલીગત મનને વિચાર આવશે કે “જેનો મહિમા કરવા માટે આખુ આયખું ઓછુ પડે તેવા પિતા પ્રત્યે લાગણી દર્શાવવા માટે એક જ દીવસ?? જવાબ જો હ્રદય આપશે તો એમ કહેશે કે” ઘરમાં સદાય રિધ્ધિ-સિધ્ધિ-સુખ- સમ્રુધ્ધિ માટે અવિરત અભ્યર્થના કરીએ છીએ પણ તેના માટે દિવડા તો દિવાળીમાં જ પ્રગટાવીએ છીએને???
Recent Comments