Archive for August 23, 2009

” શેડો ” – film reviews –

shadow

પડછાયા પાછળનું સત્ય

૧૯૯૪ માં બનેલી હોલીવુડની ફિલ્મ ” શેડો ” પરથી એ જ નામ સાથે તૈયાર થયેલી હીન્દી ફિલ્મ ” શેડો ” ક્રાઇમ સ્ટોરી છે.

પુરા શહેરમાં એક સનસનાટી ફેલાવનાર ઉપરા ઉપરી કતલ કરનાર દર વખતે પોતાના હ્સ્તાક્ષર સમ A S  લખેલી આઇડેન્ટીટી તો છોડી દે છે પરંતુ ક્યાંય કોઇ એવી ક્લુ નથી છોડતો જેના થકી શહેરની પોલીસ એના સુધી પહોચવા સમર્થ બને.પોલીસની નિષ્ફ્ળતા, મિડીયાનો દેકારો, અને છતાંય કતલ નો દોર આગળ વધતો જાય છે.સંજના (સોનાલી કુલકર્ણી) પાસે આ સિરિયલ કીલરનો કેસ તો છે પણ ઉકેલ નથી. કેસ જેમ ગુંચવાતો જાય તેમ મિડીયા સામેની અકળામણ, નિષ્ફળતા નો આક્રોશ,પોલીસ ઇન્સ્પેકટર ની જવાબદારીમાં પાછી પડતી સંજના જ્યારે અનાયાસે કેસના મૂળ સુધી પહોંચવામાં છે અને ત્યારે આખી વાત ફંટાઇને એક નવી દિશા -એક નવા વળાંક પર આવીને ઉભી રહે છે.  જેને પકડવા  સદાય તત્પર રહેતી સંજના કાતિલ કાયદાના સકંજામા ન આવે તેના માટે રઘવાઇ બને છે.

સિરિયલ કિલર અર્જુન શેરાવત ( નસીરખાન )એક એવો સમય આવે છે જ્યારે પોલીસને ખુલ્લે આમ ચેલેંજ આપીને -આગોતરી જાણ કરીને પોતાના પ્લાનને સકસેસફુલી અંજામ આપે છે.દરેક વખતે એક વધુ કતલ-એક વધુ સ્માર્ટ પ્લાન . અંતે એ રહસ્ય  ઉકેલવામાં સી.બી .આઇ. રાહુલ કપુર સફળ થાય છે.

કથા જેમ જેમ આગળ વધતી જાય તેમ  રહસ્ય ઘેરુ બનતું જાય- પણ એવુ કશું જ થયા વગર અંત સુધી પહોંચતી કથામાં દરેક વખતે વિઘ્નરુપ છે ક્યાંય કોઇ રીતે સુસંગત ના હોય તેવા ગીત -સંગીત. દરેક વખતે  ગીત -સંગીતની અનાવશ્યક  રજુઆત કથાના તાણાવાણા બંધાય તે પહેલાં જ  તેને છીન્ન-ભીન્ન કરે છે. હા બેક-ગ્રાઉન્ડ મ્યુઝીક ક્યારેક એની અસર ચોક્કસ ઉભી કરે છે.

અર્જુન શેરાવત પાસે આ સીલસીલાબંધ કતલ કરવાનું  એક કારણ છે પરંતુ તે પણ પ્રેક્ષકોના મનમાં કોઇ સહાનુભૂતિ ઉભી કરી શકતું નથી.

કેટલીક ફિલ્મો આવી હશે કે જેમાં કલાકારોએ દ્રષ્ટિહીન -અંધ વ્યક્તિના કિરદારને ભજવ્યુ હશે .જ્યારે અહીં એક અંધ કલાકાર ( નસીરખાન ) સાવ સરળ રીતે, પુરેપુરા વિશ્વાસ-પરફેક્ટ પ્લાનીંગ અને ખુલ્લા પડકાર સાથે એકલા હાથે કતલની પરંપરા સર્જે છે. અને માટેજ એ દરેક વખતે પોતાની જાત માટે કહી શકે છે કે ” ના મુમકીન કો મુમકીન બનાને કે લિયે હિ લોગ અર્જુન શેરાવત કો મુંહ માંગી કિમત દેતે હૈ .”નાસીરખાને ” શેડો “માં પોતાના બેવડા પાત્રને  જીવી બતાવ્યુ છે. સોનાલી કુલકર્ણીનો સામાન્ય અભિનય-હ્રિશિતા ભટ્ટની હાજરી કથાને કોઇ ઉંડાણ આપી શક્યા નથી. રિપોર્ટર અને ત્યાર બાદ બદલાયેલા કિરદારમાં  મિલિંદ સોમણે સાહજિક અભિનય આપ્યો છે. સફળ મોડેલની પર્સનાલિટી એના વ્યક્તિત્વને જીવંત બનાવે છે .

મિનિસ્ટર શિવ શંકર કે જે આ સમગ્ર ઘટનાઓનું મૂળ કારણ છે , તેની રાજનીતિ -રાજનીતિની આડે રમાતી મેલી રમતોને સચીન ખેડેકરે સાહજીક રજુ કરી છે.

“શેડો ” એકએવી રહસ્ય – સસ્પેન્સ કથા  છે જેમાં કિલર હંમેશા એક શેડો બનીને રહે છે અને શંકાની સોય ક્યાંક બીજા તરફ તકાયેલી રહે છે.  અને જ્યારે ટેકનોસાવી કિલર અર્જુન શેરાવત પોલિસના હાથે ઝડપાય છે ત્યારે પણ હજુ રહસ્યનો અંતિમ છેડો તો બાકી જ રહે છે. શું છે એ અંતિમ તાણો ? એનો જવાબ છે ડાયરેક્ટર રોહીત નાયરની ક્રાઇમ થ્રીલર  “શેડો “.

“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 22/8/2009 ના પ્રગટ થયો.”

August 23, 2009 at 4:00 am 1 comment


Blog Stats

  • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

August 2009
M T W T F S S
« Jul   Sep »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!