” લાઇફ પાર્ટનર ” – film reviews –

ઓગસ્ટ 15, 2009 at 11:19 એ એમ (am) 2 comments

lifepartner1

(For Ever Or Time being?)

 

Marriages are made in heaven .thenafter why it turns in heal ?

લગ્ન ભલેને પછી એ લવ મેરેજ હોય, એરેન્જ મેરેજ હોય કે પછી લીવ ઇન રિલેશન શીપ હોય,પાયાનો સવાલ એ છે કે લવ એટલે શું?

લગ્ન પહેલાં એક્મેક માટે પુરેપુરો સમય કુરબાન કરવો તે ? અને એ જ સમયની મારામારીથી લગ્નજીવન છુટા પડવાની નોબત આવે તે? પરણ્યા પહેલાં પત્ની માટે જ અનામત રાખેલી લાગણી  એટલે લવ? અને જ્યારે પત્નીને સધિયારાની -સાથની જરુર પડે ત્યારે એની સાથે ઉભા રહેવા માટે પણ કુટુંબની મર્યાદા નડે અને પળવારમાં  છિન્નભિન થઈ જાય્ તે? કે પછી લગ્ન વગર કોઇ વચન-કોઇ બંધન વગર પ્રત્યેક વ્યક્તિ સાથે ખેરાત કરી શકાય તે?

કરણ ( ફરદીનખાન ) અને સંજના (જેનેલિયા ડિસોઝા) લગ્ન પહેલાં પ્રેમમાં પાગલ પ્રેમી -પંખીડા છે જેમને લગ્નબંધનમાં બંધાયા  પછી પતિ-પત્નીના બદલાયેલા સ્વરુપો સ્વીકારવામાં નડતી અણસમજ ,સમાધાનવ્રુત્તિ નો અભાવ છુટાછેડા સુધી લઈ જાય છે. લગ્ન પહેલાં પ્રેમિકા માટે આસમાનના તારા તોડવા તૈયાર પ્રેમી ને પતિ બન્યા પછી ધોળે દિવસે તારા દેખાય અને હથેળીમાં ચાંદ બતાવતા પ્રેમી ને પતિ બન્યા પછી ચાંદની રાતે પણ અમાવાસ દેખાય્ . પ્રેમિકામાંથી પત્ની બન્યા પછી પણ પત્ની પતિમાં પ્રેમી શોધે તો પતિ પણ પતી જ જાયને ?

ભાવેશ(તુષાર કપુર) અને પ્રાચી  (પ્રાચી દેસાઇ )કૌટુંબિક સંમતિથી અને સાથે પોતાની પણ મરજીથી જોડાયેલા દંપતિ છે.જેમાં ગુજરાતના નાના ગામમાં રહેલી પણ મોકળાશવાળા વાતાવરણમાં ઉછરેલી પ્રાચીને પોતાના વ્યક્તિત્વને અનુરુપ ઉડવા થોડુ ખુલ્લુ આસમાન જોઇએ છે.  જ્યારે કેપટાઉન પણ  રહીને જબરજસ્તીથી લાદેલી ગુજરાતી પરંપરા-મર્યાદા-નિયમોમાં બંધાયેલા ભાવેશને કુટુંબની પરંપરા તોડીને પ્રાચીની સાથે ઉડાન ભરવાની  ઈચ્છા હોવા હોવા છતાં હિંમત નથી.

લગ્ન ,લગ્નસંબંધ કે લગ્ન સંસ્થામાં   ક્યારેય ન માનતા જીત( ગોવિંદા )ને આવા તુટતા સંબંધોમાં બળતામાં ઘી ઉમેરવાનો અને એમાંથી પોતાની રોટી શેકવાનો તો પ્રોફેશન છે.જીત એવો વકીલ છે જે ડીવોર્સના કેસ લડે છે. અને તકદીરે જોડેલા યુગ્મને સમયના તકાદે છૂટા પાડે છે.

પણ કહે છે ને કે વરસાદી વાછટમાં  ભીંજાયા વગર મોસમની ખરી મઝા નથી મણાતી .એવી એક વરસાદી વાછટનો  મોસમી વાયરો જીતની જીંદગીમાં પ્રેમનો આલ્હાદ લઈને આવે છે.ત્યારે એને જીવનમાં  લગ્નની કિંમત સમજાય છે.અને  પરિણામે એમાંથી  સર્જાતી પરિસ્થિતિ એટલે “લાઇફ પાર્ટનર “.

ગોવિંદાએ ફરી એક વાર બીજી ઈનિંગની શરુઆત માટે પોતાની જાતને ફિઝિક્લી  ફીટ કરી લીધી છે. આશ્ચર્યજનક બદલાવ  સાથે કાસાનોવા પર્સનાલિટિ સાથે તદ્દન નવા સ્વરુપે ગોવિંદા એક સરપ્રાઇઝ પેકેજ છે.

જીત-કરણ અને ભાવેશની  મિત્રતા-સંજનાનો કરણ માટેનો આવેશપૂર્ણ પ્રેમ-પ્રાચીની લગ્ન અને પતિ અને કુટુંબ  માટેની સમજપૂર્વકની સ્વીક્રુતિ -કેપટાઉનમાં આચારનો બિઝનેસ કરતા દર્શન જરીવાલાની આચારી તિખાશ -ગુજરાતના નાના ગામમાં  રહીને પણ મનની મોટપથી સંબંધોનું ગૌરવ  જાળવતા પ્રાચીના પિતા (વિક્રમ ગોખલે)ને અબ્બાસ-મસ્તાનની  “લાઇફ પાર્ટનર “ફિલ્મમાં રુમી જાફરીએ દિગ્દર્શનનો ઓપ આપ્યો છે.

સામન્યરીતે કોમેડી લાગતી ફિલ્મ ક્યારેક એની લંબાણપૂર્વકની રજૂઆત તો ક્યારેક ગોવિંદા અને એના કરતાં પણ વધુ લાઉડ અભિનયથી જેનેલિયા ડિસોઝા કઠે છે. ફરદીનખાન અને તુષાર કપુર પોતાના પાત્રને અનુરુપ અભિનયમાં ખરા ઉતરે છે.વિક્રમ ગોખલે અને દર્શન જરીવાલાએ  પાત્રોચિત અભિનયને ન્યાય  આપ્યો છે.

કેપટાઉન આજકાલ ફિલ્મી જગતનુ માનીતુ-લાડકુ લોકેશન બની રહ્યુ છે.અને કેમ ન બને ?અત્યંત મનોરમ્ય -આંખને અને મનને મોહી લેતા નેચરલ લેન્ડસ્કેપ-કુદરતી નઝારો ભારોભાર તો એમાં ઠલવાયો છે.

જાવેદ અખ્તરના ગીતો અને પ્રિતમનું સંગીત અપેક્ષાથી થોડા ઉણા ઉતરે છે.

Advertisements

Entry filed under: - film reviews -.

”તેરે સંગ”- -Kidult love story- – film reviews – ”બાળકની સ્વતંત્રતા”

2 ટિપ્પણીઓ

 • 1. Pinki  |  ઓગસ્ટ 22, 2009 પર 6:01 એ એમ (am)

  nice movie… !

  at least I like it. after a long time.. nice comedy.

  ( not cheap or vulgar )

  and movie for all young & old
  husband & wife.. Indians as well as NRIs
  very well balanced

  yees, music is okk.

 • 2. FUNNYBIRD  |  ઓગસ્ટ 31, 2009 પર 3:48 એ એમ (am)

  This movie has…. nice comedy.

  Its coolllllllllllllllllllllll one

  http://www.web4designing.com


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: