”તેરે સંગ”- -Kidult love story- – film reviews –

ઓગસ્ટ 9, 2009 at 4:43 એ એમ (am) 1 comment

418px-Teree_Sang_Movie_Poster-1

 

 

– ટીન એજની મિરર ઇમેજ –

” ક્યા તુમ મુઝે પ્યાર કરતે હો ? “

“ પતા નહિ  “

“ કોઇ બાત નહિ  પર જબ પ્યાર કરને લગો તો મુઝે જરુર બતા દેના ”

અને ફિલ્મના અંતે હીરો- હીરોઇન પાસે પ્રેમનો એકરાર પણ કરે. within these two lines ૧૫ વર્ષ ની માહિ (શિના સીંગ) અને ૧૭ વર્ષીય કુકુ – કબીર (રુસલાન મુમતજ) નો પ્રેમના એકરાર વગરનો પ્રેમ, એક માત્ર ફિલ કરવા માટે ની ફીઝીકલ રીલેશનશીપ , પરણ્યા પહેલાંની પ્રેગ્નન્સી અને એ બાળકને જન્મ આપવાની તૈયારી સાથે મા- બાપ સામેની બગાવત , અત્યંત દિલચશ્પ રીતે રાઇટર ,ડાયરેકટર,અને આ સાથે એકટર પણ એવા સતિશ કૌશિકે પોતાની વાત  તેરે સંગ ” ફિલ્મમાં રજુ કરી છે.

૧૫ વર્ષની માહિ અત્યંત ધનાઢ્ય અને સ્વાભાવિક પોતાના ધનોપાર્જન માટે થઈને સંતાન તરફ પુરતો સમય ન ફાળવી શકનાર  એડવોકેટ મોહિત પુરી  ( રજત કપુર ) અને  નીના ગુપ્તાનુ એક માત્ર સંતાન છે.   છેલ્લી કેટલીક બર્થડે પર  માતા- પિતાની વ્યવસાયિક વ્યસ્તતાને લીધે ગેરહાજરીથી સર્જાતા ખલીપન -વેક્યુમનને ભરવા પોતાની રીતે રસ્તો શોધી લે છે. ના , એમાં કોઇ  ઐયાશી નથી , ટીન એજ ઉતેજના છે , સાવ સરળ રીતે  સ્વીકારાતી મિત્રતા છે.૧૫  મી બર્થડે પુરી કરતી માહિ પાસે હવે માતા-પિતાની ગેરહાજરીની ઉદાસી નથી, કેન્ડલ બુઝાતા ઉઠતા ધુંવા જેવી માયુસી નથી .એની સાથે હવે એક અનાયાસે મળી ગયેલો મિત્ર ૧૭ વર્ષિય કબિર છે-કુકુ એ એનુ હુલામણુ  નામ . કુકુ એ તદ્દન સામાન્ય વર્ગી રિક્ષાચાલક પિતા ( સતિષ કૌશિક ) અને સુસ્મીતા મુખરજીનો પુત્ર છે.

માહિના ઘરના એક રુમમાં જેમના ઘરના ત્રણ રુમ સમાઇ જાય એટલી તો નાની અને માટૅ જ એટલી નજદિકિ અનુભવતી દુનિયા છે. જેટલા સીધા સરળ પ્રેમાળ મા-બાપ છે એટલી જ કુકુની દુનિયા એના યાર દોસ્તારોની  દીલદારીથી ધનાઢ્ય છે.પણ એની આ માલેતુજારી માહિના દુનિયાની દ્રષ્ટિએ લગતા માલેતુજાર પિતાને મંજુર તો નથી જ.

માહિ અને કુકુ પાસે પોતાની દુનિયા  બચાવાનો-સજાવાનો એમની સમજ્ણ પ્રમાણે નો એક માત્ર  ઉપાય છે. બગાવત–માતા-પિતાથી દુર જઈ પોતાની જીંદગી જીવવાનો ઉકેલ એ સિવાય કોઈ આરો પણ નથી .થોડી” બોબી “તો ક્યારેક ” લવ સ્ટોરી” સ્ટાઇલ આગળ વધતી કથાનો અંત પણ  ખાધુ -પીધુ ને રાજ કર્યુ એવો જ હોત,  જો એમનો કેસ મા-બાપે ઘરેલુ રીતે પતાવ્યો હોત.

so watch out kidults. અહી માત્ર ખાધુ -પીધુ ને રાજ કર્યુ વાળી વાત પણ નથી .ટિન એજ પ્રેગનન્સી સામે કાયદાની લાલ આંખ પણ છે.જેમાં પોતાના ટિન એજ લવ પાછળ ફના થવાથી કઈ વળવાનુ છે નહી એવો મેસેજ છે. જે પોતાની જ જવાબદારી સંભાળવા જેટલા પુખ્ત નથી એ બાળકની જવાબદારી કેવી રીતે લઈ શકે એવો પ્રશ્ન કરી જજ અનુપમ ખેર પાસે યોગ્ય નિર્ણય પણ છે.

અત્યંત તાજગીભર્યા નવા બે ચહેરા રુસલાન મુમતાઝ અને શિના સિંગ ફિલ્મ ઉપર એવી રીતે છવાઇ જાય છે કે જેમાં કદાચ દરેક ટિન એજ પોતાના ચહેરા શોધવાના પ્રયત્ન કરે.. અરે ભાઈ, હેરી પોર્ટર ના હીરો જેવી હેન્ડસમ પર્સનાલિટી ધરાવતો રુસલાન મુમતાઝ અને સાવ બાળ સહજ નિર્દોષતાથી શિના સિંગ એક માસુમ યુગ જીવી જાય છે.અત્યંત હાઈ પ્રોફાઇલ પર્સનાલિટી ધરાવતા મોહિત કપુરના પાત્રામાં રજત કપુરે પોતાના પાત્રની તમામ ક્ષણોને આબાદ વ્યક્ત કરી  છે.સતિષ કૌશિક્ની પોતાની એક અલગ ઓળખાણ રહી છે જે અહીં પણ કાયમ રહે છે. મા ભલે પછી એ પરોઠા ગલીની હોય કે પુરી પરિવારની પણ મા ની સંતાન પ્રત્યેની  તડપ બંન્ને પક્ષે એક  સરખી વ્યક્ત કરવામાં સુસ્મિતા મુખર્જી અને નીના ગુપ્તા  સફળ રહે છે.

સમીરના શબ્દો અને અનુ મલિકના સંગીત મઢ્યા ગીતો કથાને અનુરુપ વહે છે.ક્યારેક  ટિન એજ મસ્તીમાં ઝુમતા તો ક્યારેક અત્યંત ભાવવાહી સંવદના રજુ કરે છે.

તેરે સંગ ફિલ્મ દ્વારા સતિષ કૌશિક એ જ જુની વાત પણ જરા એક કદમ આગે નવા વળાંક  સાથે સફળતાથી રજુ કરી શક્યા છે.

“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 8/8/2009 ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

”લવ આજ કલ” – film reviews – ” લાઇફ પાર્ટનર ” – film reviews –

1 ટીકા

  • 1. neepra  |  ઓગસ્ટ 14, 2009 પર 9:55 એ એમ (am)

    એકંદરે સામાન્ય મુવી ગણી શકાય… સતિષ કૌશિક તેની આગવી શૈલીથી કાયમ છવાયેલા રહે છે.

    સુંદર રીવ્યુ !!


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: