”લવ આજ કલ” – film reviews –

August 3, 2009 at 4:07 am 2 comments

love aaj kal

– એહસાસ તો એજ છે –

” રોમિયો -જુલિયટ ,હીર-રાંઝા , લૈલા- મજનુ ,યે  સબ  કહાનિયો કે કેરેક્ટર હૈ ,

હમ તો આમ આદમી હૈ ,મેન્ગો પીપલ, વી આર  મોર  પ્રેક્ટીકલ પીપલ”– જય ની માન્યતા.

અને અંતે શું ? બ્રેક અપ અને હેપ્પી બ્રેક અપ નું સેલિબ્રેશન . ન્યુ કન્સેપ્ટ રાઇટ ? વોટ એન આઇડિયા સરજી ?

વી બીલીવ ઇન લોન્ગ ડીસ્ટન્સ રિલેશનશીપ , ઇન્ટર્નેટ –એસ એમ એસ –ચેટ યે સબ હોતે હુવે ક્યા હમ દુર હો સકતે હૈ ?”—જય નો વિશ્વાસ

એનો અર્થ સમજદારી થી છુટા પડ્યાની વેદના નથી હોતી ,પરાણે એક બીજા સાથે જોડાયેલા રહીને માર્ગ કે જીવન રુંધાય એના બદલે દુર રહીને પણ એક બીજા ની સાથે રહી શકાય.પણ ખરેખર શક્ય છે ? સાથે રહીને સાથે રહી શક્યા અને સાથ છોડ્યા પછી પણ સાથ છુટ્યો.

યસ ,જય {સૈફ અલી ખાન } અને મીરા {દીપિકા પદુકોણ } લંડન માં રહેતા અંત્યંત નજીક કહેવાય  ,વેરી સ્પેશીયલ કહેવાય એવા ફ્રેન્ડસ અને છ્તાંય લગ્ન જેવા બંધનમાં એક્મેક ને બાંધી રાખવા જેટલી સંકુચિતતા પણ નથી એટલે જ્યારે જીંદગીના એક એવા મોડ પર આવે છે અને બંન્ને ની દિશાઓ એક્મેક થી દુર ફંટાતી જોવે ત્યારે બદલાતી પરિસ્થિતિના વહેણમાં વહેવાનું પસંદ કરી લે છે.

જ્યારે એક બાજુ વીર સિંહ {રિશિ કપુર } છે જે હરલીનના પ્રેમમાં ગળાડુબ છે. હરલીનની એક ઝલક જોવા માઈલોની મુસાફરી કરી શકે છે.હરલીન સામે પોતાનો પ્રેમ પ્રગટ કર્યા આજીવન અને બીજા જન્મો જન્મ એને પામવાની પ્રતિજ્ઞા કરે છે.

જયને નથી સમજાતું કે વીરની માફક કેવી રીતે કોઇ આટલી હદે પ્રેમ પાછળ પોતાની જીંદગી સમર્પિ શકે ? અને વીરને નથી સમજાતું કે જયની માફક કોઇ કેવી રીતે ફાયનાન્શિયલ ટ્રાન્જેક્શન ની જેમ પોતાના પ્રેમને દિલ નહી બલ્કે દિમાગથી લઈ શકે ? બંન્ને સ્ટોરી એક અલગ વાત કરે છે .બંન્નેની સંબંધ સાચવાનો અભિગમ અલગ છે પરંતુ અંતેતો પ્રેમની અનુભુતિતો એક સમાન છે.અંત્યંત ખુબસુરત રીતે { વીર} રિશિ કપુર અને {જય} સૈફ અલી ખાનની એકબીજા સાથે વણાયેલી કથા લઈને ઇરોઝ એન્ટર્પ્રાઇઝની ઇમ્તીયાઝ અલીનો સ્પર્શ પામેલી ફિલ્મ ” લવ આજ કલ ” એક નવો અભિગમ ,નવી તાજગી લઈને આવી છે.

કેરિયર ઓરિએન્ટેશન ,જીવનમાં એક ધ્યેય , ધ્યેયની સિધ્ધિ પછી પણ જીંદગી સંપુર્ણ હોય છે? ના .બધુ મેળવ્યા પછી પણ અંદરથી તુટતા જતા જયને જોઈને તો એમ નથી લાગતુ.અંત્યંત સાહજીકતાથી બધા પાસા પ્રગટ કરવામાં સૈફ અલી ખાન સફળ રહયો છે ..બેવડા પાત્રમાં– એટલે કે ડબલ રોલ નહિ પણ આજનો જય અને ભુતકાળના રિશિ કપુર ના પાત્રનો સમન્વય પણ અંત્યંત સાહજીકતા થી ભજવ્યો છે, લવ આજ કલ ના પ્રોડ્યુસર અને એક્ટર સૈફ અલી એક નવી ઉંચાઇને આંબી રહ્યો છે.

એટલીજ સરળતાથી મીરાના પાત્રને દિપીકા પદુકોણે આત્મસાત કર્યુ છે. કેરિયરની પાછાળ પોતાની લાગણીને દુર ધકેલીને આગળ વધવાનો નિર્ણય ,જયથી છુટા પડીને એક નવી જિંદગી અપનાવવાની તૈયારી ,જયને છોડ્યા પણ જે સહજ લાગે તે સ્વીકારીને સ્પષ્ટ કહેવાની હીંમત , પ્રિય પાત્ર સાથે રહેવુ કે દુર જવુ એની કશ્મકશ દિપીકાએ એટલી સાહજીક રીતે પ્રગટ કરી કે એને અભિનય કહેવો કે ખરેખરી આજની યુવતીનુ પ્રતિનિધિત્વ –વિચાર માંગીલે તેટલુ સહજ રીતે વ્યક્ત કર્યુ છે . દિપીકા સુંદરતા અને અભિનયનો સરવાળૉ છે.

જય અને મીરાં એક્બીજાથી છુટા પડ્યાનો શુન્યાવકાશ ,એક કસક પણ પ્રેક્ષકોને સ્પર્શી જાય છે.

દીલ્હીથી કોલકોતા સુધી પોતાના પ્રિય પાત્રને પામવા મથતા વીરના પાત્રમાં રિશિ કપુરે પાંચ દાયકા પહેલાં ના પ્રણયની સંવેદના બાખુબી રજુ કરી છે.તથા નખશીખ સુંદર સૌમ્ય પંજાબી યુવતી જેને વીરના પ્રેમની જાણ છે છતાંય પરિવારની મર્યાદા બહાર નિકળવાનો સંકોચ ,કશુ કહ્યા વગર ઘણં બધુ વ્યક્ત કરવાની ખુબી અંત્યંત નાજુકાઇથી હરલીન વ્યક્ત કરી જાય છે.

રાહુલ ખન્નાનો મીરા સાથેનો સંબંધને સંબંધ ને સમજાવા જેટલી મેચ્યોરિટિ પણ ખુલ્લા મનના સોચ છે .વિક્રમના પાત્રને સાવ ઓછી લંબાઇ મળી હોવા છ્તાં રાહુલ ખન્ના મનના એક ખુણામાં જગ્યા તો લે છે જ.અને કપુર પરિવારની મર્યાદા બહાર આવીને નિતુ સિહ નો ગેસ્ટ એપિયરન્સ પણ છેલ્લે સોનામાં સુગંધ જેવો છે.

પાંચ દાયકા પહેલાં નો દીલથી થતો પ્રેમ અને આજનો દિમાગ થતો પ્રેમ —અંતે તો પ્રેમ છે એની સાબિતિ એટલે” લવ આજ કલ”

લંડંન, સાન્ફ્રાંસિસ્કોના નયન રમ્ય લોકેશન, પાંચ દાયકા પહેલાની દીલ્હી કોલકતાનુ આબેહુબ વાતાવરણ , અને એવા વેસ્ટન અને ઇડિંયન કોમ્બીનેશન –ફયુઝનથી રચાયેલા ગીત સંગીત –ક્યાંક્થી અવાજ ઉઠે ” વાઉ રોક “એવી મસ્તી –ઝુમી ઉઠે એવી કોરિયોગ્રાફી બધાનો સંગમ એટલે ” લવ આજ કલ ” .તરણેતરનો મેળૉ મલ્ટીપ્લેક્ષમાં જોવા મળે એવુ આકર્ષણ જમાવામાં લવ આજ કલ સંપુર્ણ સફળ રહે છે.

“આ લેખ/ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને dt 1/8/2009 ના પ્રગટ થયો.”

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

” લક ” – film reviews – ”તેરે સંગ”- -Kidult love story- – film reviews –

2 Comments

 • 1. hiren  |  August 3, 2009 at 5:13 am

  તમારી સાથે સો ટકા સંમત. નવી પેઢી પ્રેમને પોતાની સમજ પ્રમાણેની વ્યાખ્યામાં બાંધવાનો પ્રયાસ કરે, પોતાની રીતે અભિવ્યકત કરે પણ મુળભૂત અહેસાસ તો બદલાતો નથી જ. ઇમ્તીયાઝ અલી જબ વી મેટ પછી ફરી એક વખત પ્રેમના ઉત્તરોત્તર તીવ્ર થતા જતા અહેસાસની વાત સફળ રીતે રજૂ કરી શકયા છે.

  Like

 • 2. ila patel  |  August 3, 2009 at 9:50 am

  movie jovani bahu tev nathi rahi pan story vanchya pachee am lague ke theater ma thi bahar aavi.prem a prem chhe ,aaj no hoy ke kal no.dil ane dimag no samanvay to thavanoj.Any enjoy reading story.

  Like


Blog Stats

 • 124,789 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

August 2009
M T W T F S S
« Jul   Sep »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: