” લક ” – film reviews –
July 27, 2009 at 8:52 am 2 comments
લકઃ અજમાવી તો જુઓ
જીતે હૈ શાન સે -આજમાતે હૈ જાન સે -હથિયાર હૈ જીનકા લક.
આવા નસીબના બળિયા જેનુ હથિયાર છે લક – નસીબ, અને અજમાવા નિકળ્યા છે નસીબની બાજી અને તે પણ જાનના જોખમે . જમાનો હતો જ્યારે રાજા -મહારાજા નો ત્યારે ચોપાટ પર મ્હોરાના બદલે જીવતા -જાગતા ઇંન્સાનો થી ચોપાટ માંડતા.આવી જ જીવંત ઇંન્સાનોની બાજી ખેલતા મુસા{સંજય દત્ત}ને કરોડોની ઉથલ-પાથલ કરતી બેટિંગની દુનિયામાં નવતર ખેલ પાડી પોતાનુ સામ્રાજ્ય સ્થાપિત કરવું છે.અને એમા સાથ છે તમાંગ {ડેની ]નો.
કુદરતના ખોફ સામે જ્યારે આખુ ગામ તારાજ થાય છે ત્યારે એક નવ મહિનાનો બાળક સાંગોપાંગ એક પણ ખરોચ વગર બચી જાય છે . નવ વર્ષની ઉંમરે ચોથા માળેથી માત્ર શરત ખાતર છલાંગ લગાવતા ચાર છોકરામાંથી ત્રણ ના જીવનનો અંત આવે અને પેલો બાળક થોડા હાડકાની તોડ-ફોડ પછી પણ બચી જાય એને જ લક કહેવાય ને?
આવો નસીબનો બળિયો મુસા તમાંગની મદદથી આવા બીજા કેટલાક નસીબના બળિયાને શોધી અને દિલ ધડક ,જીવ સટોસટની બાજીના ખેલ પર નસીબ અજમાવનારા માટૅ એક નવિન રમત માંડે છે.
એક પછી એક પાસા ફેકાતા જાય -દરેક વખતે જુદી જ અજમાયેશ , ક્યારેક રિવોલવર્થી બ્લાઇન્ડ શોટ . ક્યારેક પેરેશુટ સાથે હવામાં લટકતી તરતી કે પછી ડુબતી આથમતી તકદિર તો ક્યારેક મોતના સકંજામાં બેડીથી બંધાયેલી જીદંગી અને એને બચાવવા સેકડોમાં થી ચાવી શોધી જીંદગી બચાવવાની અજમાયેશ .તો વળી ટ્રેનની રફતાર સાથે બાંધેલી જીંદગીની રફતાર –કઈ રફતાર ઝડપી બનશે તેના પર બેટીંગ .પળેપળ દિમાગમાં શુ બનશે તેનો અધ્ધર શ્વાશે ઇંતજાર કરતા પ્રેક્ષકો્ના મનમાં કુતુહલની કુદક ફુદક સતત રહ્યા કરે.
લક્ ને અજમાવતી બાજી ના મ્હોરા છે -રામ {ઇઅમરાન ખાન }, આયેશા {શ્રુતિ હસન}, કર્નલ વીર પ્રતાપ {મીથુન ચક્રવતી}, રાઘવ { રવિ કિશન } અને એક માત્ર સોળ વર્ષની છોકરી {શોર્ટ્કટ }અને એવા બીજા જેમનૂ નસીબ એમના કરતા બે ડગલા આગળ ચાલે છે.
રામ ની જીદગીમા માંદી મા – શેર બજારમાં પૈસા અને જીંદગી હારી ચુકેલા બાપ ની જવાબદારી છે. પણ પોતાનાના લક થી એ અજાણ છે. કર્નલને પત્ની ની જીદગી માટે પોતાની જીદગી દાવ પર લગાવવી છે .એક છે સિરિયલ કિલર જેને ફાંસી ની છેલ્લી ક્ષણોમાં લક ની બલિહારી થી જીવતદાન મળે છે . એક સોળ વર્ષની જવામર્દ કહેવડાવે તેવી જીંદાદિલ છોકરી જેની પર મા-બાપે રુપિયા રોકડા કરી લીધા છે. અને આવા સાહસોમાં જોડાયેલી પણ તદ્દન ગભરુ આયેશા.
આ સૌને તમાંગની મદદથી મુસા કેપટાઉનની ધરતી પર એકઠા કરે છે અને શરુ થાય છે દિલ ધડક ખેલ.
ચોટદાર સંવાદો .કથાને અનુરુપ ધારદાર અસર ઉપજાવતુ બેક ગ્રાઉન્ડ મ્યુઝીક અને દરેક પાત્રોનો જાનદાર અભિનય આ તમામ પાસાનો સરવાળો એટલે શ્રી અષ્ટ્વિનાયક ફિલ્મ્ ની સોહમ શાહ ના દિર્ગદર્શન માં તૈયાર થયેલી “લક ” સંજય દત્ત નો મુસા ના રોલ માં ગેટઅપ જાણે એને ધ્યાન માં રાખી ને લખાયો હોય – એને અનુરુપ તેવો અભિનય -ઇમરાન ખાન ,રવિ કિશન , ડેની -મીથુન ચક્રવર્તી -ક્યાંય કોઈના અભિનય માં કોઈ કચાશ નહી . સારિકાની પ્રતિક્રુતિ સમી કમલ હસન અને સારિકાની પુત્રી શ્રુતી પણ પ્રક્ષકોનુ ધ્યાન ખેચે છે .. અને સૌથી ચડે પેલી સોળ વર્ષની શોર્ટકટ.
સિરિયલ કિલરના પાત્રમાં રવિકિશને પુરેપુરો ન્યાય આપ્યો છે .
તદ્દન અલગ કથાવસ્તુ ધરાવતી અને પળે પળે શ્વાસઅધ્ધર કરાવે એવા એવા રોલર કોસ્ટ્રર પર ઘુમાવતી પ્રેક્ષકોને જકડી રાખે એવી માવજત એટલે “લક ”
“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 25/7/2009 ના પ્રગટ થયો.”
Entry filed under: ફિલ્મ રિવ્યુ.
1.
અરવિંદભાઇ પટેલ. | July 27, 2009 at 5:29 pm
ગયા શનિવારેજ-૨૫ જુલાઇના રોજ “લક” જોઇ.
સરસ ફિલ્મ બનાવી છે. નામિબિયા અને સાઉથ આફ્રિકાના નયનરમ્ય દ્રશ્યો. સુંદર ફોટોગ્રાફી.
તમારી ફિલ્મ પ્રત્યેની ટિપ્પણી સરસ છે.
અરવિંદભાઇ પટેલ.
બૉલ્ટન-યુ.કે.થી.
LikeLike
2.
vijayshah | July 28, 2009 at 3:40 pm
saras
LikeLike