” બા “

June 18, 2009 at 10:34 am 17 comments

Shardaba

શારદાબા

મમતા-વાત્સલ્યનું જીવંત નામ શારદાબા ગૌરવર્ણા ચહેરા પર ગુલાબી ઝાંય અને લલાટે લાલ ચટાક ચાંલ્લો વાત્સલ્યર્મૂતિની વ્યાખ્યા આટલેથી ના અટકતા અનંત સુધી વિસ્તરી.
આજથી લગભગ ૫૧ વર્ષ પહેલા અમારા પરિવારમાં અંગનું આગમન થયુ. લગભગ પાંચ દાયકા પહેલા જયારે સ્ત્રીઓ ભાગ્યેજ ઘર સંભાળવા સિવાય બીજુ કંઇ કરતી ત્યારે મારી મમ્મીએ દર્દીઓને સંભાવ્યા. ડૉકટર માતાનું સૌથી પહેલું સંતાન – મારા જન્મ વખતે અમારી તથા ઘરની સાર-સંભાળ માટે શારદાબહેનનું આગમન થયું. તે વખતે તો તે માત્ર શારદાબહેન હતા. પણ એમણે જે પ્રેમથી મારી અને અમારા પરિવારની સંભાળ લઇ મારી મમ્મી-પપ્પાને તદ્દન નિશ્ચત કર્યા ત્યાર્થી એ શારદાબાનું પ્રેમભર્યુ બિરૂદ પામી ચૂકયા હતા. મારા જન્મ બાદ મારી બીજી બે બહેનોના જન્મ સુધીમાં તો એમનું આ સ્વરૂપ વિશાળતા લઇ ચૂકયુ હતું. એમની આ વિશાળતા માં અમે ત્રણે બહેનો કયારે બાળપણ વિતાવી કિશારાવસ્થામાં પ્રવેશી એની અમને જ નહી મારા મમ્મી-પપ્પાને પણ કદાચ નહી ખબર પડી હોય. પણ આ વાત્સલ્યર્મૂતિને હજી કંઇક ખૂટતું હતું. ૧૧ વર્ષના વહાણાં વહી ચૂકયા હતા. રાખડી  બાંધવા આતુર એવા અમારા હાથને ભાઇની ખોટ જેટલી સાલતી. એથી કંઇ વધારે મારા મમ્મી-પપ્પા કે શારદાબાને લાગતી. અને અંતે અમારી સહિયારી પ્રાર્થના જાણે ભગવાનને પહાચી-ત્રણ બહેનોના પરિવારમાં ભાઇના જન્મથી અમારો પરિવાર સંપૂર્ણ થયો.
અને શારદાબા બા મટીને યશોદા બની ગયા. જે નિર્વ્યાજ પ્રેમથી યશોદાએ કૃષ્ણના લાલન-પાલન કર્યા એવા અદ્કેરા પ્રેમથી આ યશોદા એ એમના કૃષ્ણના લાલન-પાલન કર્યા. કાનુડાના તોફાનોથી વાજ આવી કયારેક યશોદાએ એમને પાશથી બાંધી – ખાંડણીયા સાથે બાંધી દીધાનું સાંભળ્યુ છે પણ અમારી યશોદાને મન તો એનો કાનુડો અને તોફાન ? ? અને ભુલ ? કરે જ નહી ને ! આજે પણ જયારે-જયારે કૃષ્ણ-યશોદાનો ઊલ્લેખ વાંચુ-સાંભળુ ને મન સાથે શારદાબાની પ્રેમાળ છબી ઊપસી આવે. એક બાજુ બ્રહ્માંડ અને બીજી બાજુ એકલો અમારો ભાઇ, પણ યશોદાનો પ્રેમ વ્હચાવાને બદલે વધતો આવ્યો. વિતેલા વર્ષોમાં લગ્નની ઊંમરે પહાચેલી ત્રણેય બહેનોને એક પછી એક વળાવી. દિકરીઓ વળાવતા પરિવારમાં ખાલીપો સર્જાવાના બદલે અમારો પરિવાર કંઇક વધુ વિસ્તર્યો બહોળો બન્યો. દિકરીઓ ને વળાવીને દિકરાઓ અમારા પરિવારમાં ઊમેરાયા.
બહારથી આવનાર વ્યકિત કયારેય સમજી ના શકી કે આ કોના બા છે ? અમારા ચારે ભાઇ-બહેનોના ? મારી મમ્મીના ? મારા પપ્પાના ? અમારા માટે તો આ બધુ ગૌણ હતુ. મહત્વનો હતો એક તાંતણે બંધાયેલો અમારો પરિવાર. અમારા સંતાનોના જન્મ પચી તો મમ્મી-પપ્પા નાના-નાની બને પણ શારદા બા ? એ શારદા બા મટી માત્ર બા બની રહ્યા. વહાલની વ્યાપ વિસ્તરતો ચાલ્યો.
હ્ય્દયના અમી આંખ માં જ નહી પણ આંગળીના ટેરવે વસ્યા હતા. અમને શું ભાવશે. અમે શું ખાઇશું એની પણ અમારા કરતાં બા ને વધારે ખબર. બાની રસોઇનો સ્વાદ સોડમ તો હજૂય ભુલાયો નથી.
વ્હાલના વર્ષો વિતતા આવ્યા કયાંય કોઇ ઊણપ નહી. પણ બા ના પ્રેમથી માધુરી મનહ્ય્દયથી વધીને શરીરમાં વ્યાપી. ડાયાબીટીસ તો જ થાય ને ? નહતર નખ માં ય રોગ નહોતો ને આ અચાનક ડાયાબીટીસ કયાંથી ? પણ બા ને પોતાને પોતાની તો કોઇ તકલીફ લાગી જ નહોતી.
નિર્વ્યાજ પ્રેમની સામે કયારેય જો કોઇ અપેક્ષા હોય તે એક જ માત્ર બા ને પોતાની અંતિમયાત્રા એના ચારે છોકરાઓને એટલે કે અમે ત્રણ બહેનો અને ભાઇના ખભે ચઢીને ચાલવી હતી. દિકરી અગ્નિદાહ આપે તે તો હવેની વાત થઇ પણ આજથી વીસ વર્ષ પહેલા દિકરીઓના ખાંધે ચઢવાની વાત તો બા જ કરે. એવું નહોતું કે એમને પોતાના સગા-વ્હાલા નહોતા પોતાના સગા તો હતા પણ વ્હાલા તો અમે જ – સગાઓ એ એમની એ ઇચ્છા પણ સ્વીકારી લીધી. અને ગંગાજળ કે અંતિમ સંસ્કાર તો ભાઇ જન્મ્યો ત્યારથી જ બા એ એના માટે નિશ્ચિત કરી દીધા હતા. અને દોણી પકડવા મારો દિકરો તો હતો જ.- પાંચ વર્ષની ઉંમરે દોણી કોને કહેવાય એની એને ખબર નહી પણ બા ને વિદાય આપવા માટે રસ્તો બતાવવો પડે એવું કંઇક માની લીધુ હશે. અમારા માટે તો બા ના અઢળક સંસ્મરણો હતા પણ એ નાનકડા બાળકે – એ દોહિત્રએ પોતાની રીતે બા ની યાદ સાચવી લીધી – બા એ આપેલા કાલુના ફૂલમાંથી ઝાડ વાવી દીધુ – જાણે ઝાડ જેમ ફાલશે તેમ ફાલશે તેમ બા ની છાયા પણ અનુભવાશે – વળી બા ના અસલાલમાંથી એક બાની હ્ય્દયની સુંવાળપ જેવો સુંવાળો સાડલો કાઢી પોતાના ખજાનામાં મૂકી બા ની યાદને ચિરસ્મરણીય બનાવી.
પણ અમારા માટે તો બા માત્ર યાદ કયાં છે ?
“અમારાથી અલગ થાય તો અમે યાદ પણ હવે કરીએ – મનમાં તો દિવસ રાત તું જ છલકાયા કરે છે”

(સત્યઘટના પર આધારિત)

Advertisements

Entry filed under: " બા ".

– મમ્મીજી – ” દાઈમા ”

17 Comments

 • 1. sapana  |  June 19, 2009 at 3:30 am

  Rajulben,

  saras stya vaat chhe.

  bdhana jivanma koi ne koi aavi vykti hoy chhe.

  Sapana

  Like

 • 2. Sapan Jhaveri  |  June 19, 2009 at 4:05 am

  Reading on shardaba, makes me greedy to read such good write-up on all family members from you. “Aang nu Aagman” – I personally found it a very creative way of expression.

  Like

 • 3. deval bimal shah  |  June 19, 2009 at 5:32 am

  I haven’t seen sarda ba but After reading this i can’t stop tears for my eyes. mane pan mara ba yad avi gaya. heart touching article.

  Like

 • 4. sanat vyas  |  June 19, 2009 at 6:55 am

  swanubhavni vat chhe etle shabdo aadambar nathi banya. dilna undan ni sodam Ba mate aapoaap mhori chhe,lakhti rahe!

  Like

 • 5. Ajit Desai  |  June 19, 2009 at 10:02 am

  Ba Ba Ma Ma jivan nu pratham ane akhari patra hoy chhe…

  Like

 • 6. Sonal Shah  |  June 19, 2009 at 2:05 pm

  Sharirna ango na niropan vishe ghanu vanchyu. Parantu Maa nu niropan Baa swarupe thayu te tamaro lekh vanchi anubhavyu. Tamari kalame Sharadabaa ni vastalya bhari murti amari samaksh ubhi kari ne tame amari smruti uperni thul khankheri nakhi.

  Like

 • 7. Rajul  |  June 19, 2009 at 3:53 pm

  અરે વાહ.
  વાર્તા માટે ની તમારી તદ્દન નવી કલ્પનાભરી તુલના ખુબ ગમી..આવો પ્રતિસાદ મળે તો અભિવ્યકિત ની મઝા ઓર વધી જાય.
  આભાર..

  Like

 • 8. bharat suchak  |  June 20, 2009 at 2:54 am

  bahu sarase

  બા

  બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
  બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
  બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
  તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
  બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
  મારા બચપન મા બા
  તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
  તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
  તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
  તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
  તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
  તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,
  તારા બુઢાપા મા બા
  તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
  તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
  બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
  બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
  તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
  મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
  બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
  બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,
  -ભરત સુચક

  Like

 • 9. પ્રવિણ કે.શ્રીમાળી  |  June 22, 2009 at 12:10 pm

  Very Nice true story !

  આ તો રુણાનુબંધની વાત છે. સરસ લાગણી સભર રજુઆત.

  -પ્રવિણ કે.શ્રીમાળી
  http://yuvarojagar.gujaratiblogs.com

  Like

 • 10. Dilip Gajjar  |  June 22, 2009 at 8:32 pm

  કોણ આપી કોળિયો પોષી શકે
  કોણ મીઠૂં મા સમુ બોલી શકે
  તું વતનથી દૂર રહેવા છો ગયો,
  હાંક તારી પાસ બોલાવી શકે
  માં વિષે આપે ખુબ સરસ રજુઆત કરી

  Like

 • 11. Nilima Shah  |  June 23, 2009 at 10:59 am

  very nice and touchy.maa te maa bija badha vagda na vaa

  Like

 • 12. Mitixa  |  June 24, 2009 at 9:49 am

  ખૂબ સરસ..

  Like

 • 13. Sureesh Jani  |  June 24, 2009 at 12:33 pm

  જ્યાં સુધી સ્ત્રીનું આ સ્વરુપ જીવંત છે, ત્યાં સુધી માનવતા અમર છે.

  Like

 • 14. Natver Mehta  |  June 24, 2009 at 11:47 pm

  માતૃત્વ અને મમતા એ અમૃત છે જિવનનું. માનો પ્રેમ એ માનો પ્રેમ.
  આ વિષયને અન્વયે મારી વાર્તાઓ ગંગાબા અને ત્રીજો જન્મ વાંચવા વિનંતી છે.

  Like

 • 15. vijayshah  |  June 30, 2009 at 6:30 am

  saras vaato lakho chho tame.
  abhivyakti pan chota daar chhe.
  fakt 3 ja lekh kem?
  vadhu lakho
  saras lakho
  Blog jagat par aapanu svagat

  Like

 • 16. KALYAN SHAH  |  July 5, 2009 at 3:03 pm

  ANOKHU MATRU TARPAN. PLEASE GIVE MORE SHABDA CHITRA OF YOUR NEAR AND DEAR ONES.

  Like

 • 17. RAMESH PATEL  |  October 23, 2010 at 8:30 am

  ba kone na game ? ba vise lakho to dharti ne kagad banavo toy ochhu pade..

  Like


Blog Stats

 • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

June 2009
M T W T F S S
    Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: