– મમ્મીજી –

June 6, 2009 at 2:02 pm 20 comments

Subhadraben - Rajul

સુભદ્રાબેન – રાજુલ

એક સુંદર નાની પુસ્તીકા હાથમાં આવી – “માતા વાત્સ્લ્યની વહેતી સરીતા” – ‘મા’ શબ્દ સમસ્ત સંસારના વાત્સ્લ્યથી સભર છે. ધરતી પર જો મા ન હોત તો આપણે બધા વાત્સ્લ્યનું રૂપ શું હોઇ શકે તે સમજી શકયા જ ન હોત. સાવ સ્વાભાવિક લાગે તેવી માની મમતા તો સર્વવ્યાપી છે પણ માતાની આ વાત્સ્લ્યર્મૂતિમાં કયારેય કોઇએ પોતાની સાસુને ગોઠવવાની કલ્પના સુધ્ધાં પણ કરી હશે ?   ‘મધર્સ ડે’ ના આ અવસર ઊપર આજે મારે એવી વાત્સ્લ્યર્મૂતિ મા સમી અને જેના માટે સાસુમા શબ્દ પણ વિચારતો જોજનો દૂરની વાત લાગે તેવા માતાસમાન સાસુમાની વાત કરવી છે.

જીંદગીના કેટલાય એવા અવસરો આવ્યા હશે કે જયારે મને અમારા મમ્મીજીનો સતત સાથે અને હૂંફ મળી છે. મા સાથે શેર કરી શકાય તેવી તમામ વાતો મ તેમની સાથેઆપ લે કરી છે. મારા દરેક કાર્યોની સરળતા પાછળ તેમનો હંમેશા સાથ રહ્યો છે. આર્થરાઇટીઝ પ્રોબ્લેમના લીધે ખુદ તો ડગુમગુ ચાલે છે પણ અમારી સાથે – અમારા સપોર્ટમાં હંમેશા તેમના કદમ ઊપડ્યા છે કારણ કે વાત ત્યાં શારિરીક સધ્ધરતાની નથી ત્યાં વાત છે વ્હાલની – મમતાની – પ્રેમની. અખૂટ પ્રેમની સરવાણી સદાય વહેતી તેમના તરફથી મ અનુભવી છે.

વાત છે ગયા વર્ષની. લગભગ ૬ મહિના ક્રોનીક પ્રોબ્લેમને લઇને હું હેરાન થઇ હતી. અવારનવાર કંઇક નવા જ – કંઇક જુદા પ્રોબ્લેમોમાં અટવાયા કરતી હતી. લાઇફ સેવગ ડ્રગ્સ લેવા જરૂરી હતા પરંતુ તેના લીધે બીજી અનેક સાઇડ ઇફેકટ થયા કરતી અને પરિણામે અવારનવાર મેડીકલ ટેસ્ટમાંથી પસાર થવું પડતું હતું. મેડીકલ રિપોર્ટ કરાવતી વખતે કંઇક ન કલ્પ્યા હોય તેવા ભય ઊભા થતા હોય તેવું પણ બનતું. એ વખતે મારી દરેક તકલીફોમાં એમની આંખમાં આંસુ મ જોયા છે. મારી પીડા – મારી વેદના એમણે અનુભવી છે. જન્મે અને કર્મે જૈન અમારા સુભદ્રા બા એ ધર્મને બરાબર આત્મસાત કર્યો છે. માનવીય સંબંધોને એમની સમજણથી ઊજાગર કર્યા છે. સામાન્ય રીતે કોઇપણ ર્ધામિક વિધી કરતા હોય ત્યારે મૌન રહેવું અને વિધિ પુરી ન થાય ત્યાં સુધી એક જ સ્થળે બેસવું એવો હંમેશનો એમનો નિયમ. આમ પણ જૈનાની ર્ધામિક ક્રિયા વખતે વચ્ચેથી ઊભા પણ ન થવાય. એવા એક દિવસે મારે સોનોગ્રાફી કરાવવાની હતી. અને જો સોનોગ્રાફીમાં કંઇક વાંધાજનક લાગે તો બાયોપ્સીનો  સંભવિત ખતરો સામે ઊભો હતો. સોનોગ્રાફી કરાવીને હું ઘરે પહાચી ત્યારે અધુરી સામાયિકે મારા માટે બહાર ધસી આવેલા મારા એ સુભદ્રા બાને હું કઇ રીતે સાસુમા તરીકે ઓળખાવી જ શકું ? આજે ૩૫ વર્ષના લગ્નજીવન દરમ્યાન કયારેય મારા મન-વચન કે કર્મથી પણ એમના માટે સાસુમાનો ભાવ ઊદ઼વ્યો નથી. મા – ક્ષમા અને પરમાત્મા એ ત્રણે શબ્દો એક જ ધારાની જેમ તેમનામાં બસ વહ્યા કરે છે.

Rajul - Radhikaરાધિકા -રાજુલ

આગળ વધીને આજે હું પણ એમની જેમ જ મારા દિકરાની પત્ની સાથે રહુ એ મારા માટે પણ એટલું જ સ્વભાવિક છે. દિકરી પ્રત્યે થતી લાગણી જો મારી રાધિકા માટે મારા મનમાં હોય તો જ હું મારી મિલી અને રાધિકાને એક સરખો પ્રેમ કરી શકું ને ? મિલી મારી દિકરી છે અને રાધિકા મારા દિકરાની પત્ની – પણ જો આ દિકરી અને દિકરાની પત્ની એ બે વચ્ચેનો ભેદ જ ન રહે તો ? લાગણીને સેતુ લંબાતો જાય એમાં જ સંબંધની શાન છે ને ?

મારી રાધિકા વસે છે તો પરદેશમાં. અને હંમેશા વાત મારે દિકરા જોડે નહ થતી હોય એટલી એની સાથે થાય છે. ‘મધર્સ ડે’ પરના આ જરા હટકે પણ અમને તો મા-દિકરી જેવા લાગતા સંબંધોને પ્રતિભાવ પણ અહ જ છે – હવે રાધિકાના શબ્દોમાં –

“સમાજના આ સ્વીકૃત ઢાંચામાં સાસુ-વહુના સંબંધો કાંટાળા-તણાવભર્યા જ હોય તેવું હું સાંભળતી જે હવે મને ખરેખર નવાઇભર્યું લાગે છે. ભગવાનના મને આશિર્વાદ છે કે મને આટલા પ્રેમાળ મમ્મી મળ્યા છે. મમ્મીજી મારી અંતરંગ સહેલી જેવા છે. હું મારી તમામ ખુશીના-દુઃખની લાગણી તેમની સાથે શેર કરી જ શકું છું.”

પરણ્યા પહેલાં મ સાસુમાની ચોક્કસ ફ્રેમ વિશે માનતા અને એમાંથી બહાર કયારેય ન આવનારા લોકોને જોયા છે પણ હું તેમની સાથે સહમત નથી. હું ખુબ ચાહુ છું અમારા મમ્મીજી ને. She is just so sweet, caring and loving.. એ મને પરિવારમાં એમની દિકરીની જેમ આવકારી છે, હું ખુબ ખુશ છું કે એ મને અમારા મિલીદીદીની જેમ જ ચાહે છે અને તેમના દિકરાની હું યોગ્ય પસંદ છું તેમ માને છે.

I have a wornderful, supportive mother-in law. It’s so sweet to see woman who raised my husband.અમે બંને જણા એમને એટલો પ્રેમ કરીએ છીએ કે તે કહેવા મારી પાસે શબ્દો નથી. અમને બંનેને તેમની આ સિધ્ધી માટે ગૌરવ છે. અમારા મમ્મીજી સાથેની અમારી આનંદથી ભરેલી પળો છે જે અમને બંનેને વારંવાર મમળાવવી ગમે છે.

હું ચોક્કસપણે માનું છું કે અમારા પરિવાર પર ભગવાનની ખુબ કૃપા છે. અમે બધા એકબીજા માટે અત્યંત પ્રેમ અને માનની લાગણીથી જોડાયેલા છીએ. હું જાણું છું દુનિયામાં પૈસાથી બધુ જ ખરીદાય છે સિવાય કે પ્રેમ.and for that i feel : richly blessed. મારા ઇન લાૅઝ સાથે સમય વિતાવવો એ મારા માટે હંમેશા આનંદની વાત હોય છે. હું હંમેશા તેમની ખોટ અનુભવું છું. (અહ એક આડ વાત – રાધિકા અને ઋષદ લંડન રહે છે. એની આ સ્માૃતિઓ જયારે જયારે એ અહ આવી છે ત્યારની અને અમે લંડન ગયા છે ત્યારની છે.)

રાધિકા વાત આગળ વધારતા કહે છે કે “અમારા મમ્મીજીએ મને જૈન ધર્મના કન્સેપ્ટ સમજાવ્યા છે. (રાધિકા મહારાષ્ટ્રીયન છે – જન્મે). મને જયારે જયારે કંઇપણ મૂંઝવણ થાય ત્યારે હું તેને મારી મમ્મીની જેમ જ અમારા મમ્મીજી સાથે શેર કરી શકું છું.”

હવે પાછી ફરું છું હું મારી વાત પર. તાળી એક હાથે તો ન જ વાગે ને ? જેમ મ વિચાર્યું હતું કે હું રાધિકાને મારી બીજી મિલી જ ગણીશ પણ એવો જ પ્રતિભાવ પણ રાધિકા તરફથી મને મળવો જોઇએ ને ? હું મારી જાતને ખરેખર ખુબ સદ્ભાગી માનું છું કે અમારા સુભદ્રા બા સાથેને જે લાગણીનો સંબંધ હતો તે વધુ વિસ્તૃત થઇને મારી રાધિકા સુધી પણ પહાચ્યો છે.

આવો જ એક બીજો સુંદર સંબંધ છે શ્વેતા અને ઊમાબેન મોદીનો. શ્વેતાના લગ્ન નાની ઉંમરે થયા. એટલે સ્વાભાવિક મેચ્યોરીટી ઓછી હોય. પરંતુ ઊમાબેને કયારેય શ્વેતાને બદલવા સુધ્ધા પ્રયત્ન નથી કર્યો. ઘરની પેટર્નમાં કયારેય શ્વેતાને ઢાળવાનો પ્રયત્ન નથી કર્યો. સામાન્ય ગુજરાતી પરિવારના રિવાજના બદલે શ્વેતાની ડિલીવરી પણ ઊમાબેને પોતે કરાવી. શ્વેતા એ દિવસો યાદ કરતાં કહે છે કે એ સમયમાં કદાચ મારી પોતાની મમ્મીએ પણ ન સાચવી હોત તેવી રીતે ઊમાબેને એનું જતન કર્યું હતું. સામે કયારેય એવી અપેક્ષ નથી રાખી કે શ્વેતા એમના માટે કંઇ કરે. શ્વેતા કહે છે કે હવે તે પોતે પણ ઊમાબેન જેવી જ બનવા માંગે છે.

શ્વેતા ઘરમાં નાના બાળકો માટે નર્સરી ચલાવે છે. એમાં પણ ઊમાબેનનો પુરેપુરો સપોર્ટ છે.‘She is back bone of Family’ શ્વેતા એવું ગૌરવથી કહે છે. ઘર હોય ત્યાં બે વાસણ પણ ખખડે. સુખ કે દુઃખ હંમેશા નથી રહેતા પણ તકલીફના સમયમાં જો બધા સમજણથી વર્તે તો ઘર-કુટુંબ સચવાઇ રહે છે. શ્વેતાના મતે આવી સમજણ ઊમાબેનમાં  છે. માટે આજે ૧૯ વર્ષે પણ તેના જીવનમાં આનંદ છે. ઊમાબેન સાથે હ્યદયના સંબંધ છે.

શ્વેતાના નર્સરી સમય દરમ્યાન જો મોડું થાય તો શ્વેતાની ભુખની પણ ચતા ઊમાબેનને થતી હોય, એવા સંબંધમાં સાસુ-વહુના બદલે મા-દિકરી જ શબ્દ શોભે ને ?

‘મધર્સ ડે’ ના દિવસે આવી કેટલીય માતાઓને અમારા જેવી દિકરીઓની સલામ.

(સત્યઘટના પર આધારિત)

Entry filed under: મારું ભાવજગત.

– “માઁ” – ” બા “

20 Comments

 • 1. Sonal Shah  |  June 8, 2009 at 12:50 pm

  Its very touchi
  Apno article vanchi harsh na ansu aavi gaya

  Like

 • 2. shashikant nanavati  |  June 8, 2009 at 9:09 pm

  A very emotional & very touching article. Lots of literature has been written on Mothers, but on Mother in law rarely written.
  The article is so touching that while reading eyes are filled with tears.
  This is a new direction to the relationship of Mother in law & daughter in law.
  For new generation this tribute is like a guideline.
  In society if all create such a wonderful bond of relation then the heaven will be created on earth.
  hearty congratulations to the writer.

  Like

 • 3. વિશ્વદીપ બારડ  |  June 9, 2009 at 2:50 pm

  it’s beautiful article.. keep it up.

  Like

 • 4. chetu  |  June 10, 2009 at 10:52 am

  very nice … congrats keep it up..

  Like

 • 5. Nitin Doshi  |  June 10, 2009 at 12:11 pm

  a women doing all the necessary compromise through out the life for their child and never utter a word through out the life that i am doing these because i am your MA. That’s the MA.

  Thank you authoress for such wonderful, touchy experienced moments of three stages of MA (MA-bahu and sas)

  Like

 • 6. સુરેશ જાની  |  June 10, 2009 at 12:34 pm

  શ્વેતા અને ઊમાબેન મોદીનો. શ્વેતાના લગ્ન નાની ઉંમરે થયા. એટલે સ્વાભાવિક મેચ્યોરીટી ઓછી હોય. પરંતુ ઊમાબેને કયારેય શ્વેતાને બદલવા સુધ્ધા પ્રયત્ન નથી કર્યો. ઘરની પેટર્નમાં કયારેય શ્વેતાને ઢાળવાનો પ્રયત્ન નથી કર્યો. સામાન્ય ગુજરાતી પરિવારના રિવાજના બદલે શ્વેતાની ડિલીવરી પણ ઊમાબેને પોતે કરાવી. શ્વેતા એ દિવસો યાદ કરતાં કહે છે કે એ સમયમાં કદાચ મારી પોતાની મમ્મીએ પણ ન સાચવી હોત તેવી રીતે ઊમાબેને એનું જતન કર્યું હતું. સામે કયારેય એવી અપેક્ષ નથી રાખી કે શ્વેતા એમના માટે કંઇ કરે. શ્વેતા કહે છે કે હવે તે પોતે પણ ઊમાબેન જેવી જ બનવા માંગે છે
  —————-
  સાસુ હજો તો આવી હજો . અને વહુ પણ ..

  મા વીશે મારી એક કલ્પના કથા વાંચવી ગમશે ..

  http://gadyasoor.wordpress.com/2008/01/26/life/

  ત્રણ ભાગમાં છે.

  Like

 • 7. Sapan Jhaveri  |  June 11, 2009 at 5:59 am

  Coming right from your heart. Very Emotional and thought provoking.
  Tell me one thing… Why do we still call “Sasuma” – “Mother-in-law”- etc. why not only “MA”?
  Wishing you all the very best and expect more such articles. (Atleast once every month).

  Like

 • 8. arvindadalja  |  June 12, 2009 at 8:54 am

  ખુબજ સરસ સંવેદનશીલ વાત રજૂ કરેલ છે. સાચી વાત કહું તો આપણાં સમાજની દીકરીને વહુ તરીકે નહિ સ્વીકારવાની અને વહુને દીકરી નહિ થવા દેવી તે કરૂણતા રહી છે. દીકરીને આપવામાં આવતી છૂટછાટ વહુને નહિ આપવાની અને બંને એકજ પરિવારમાં સાથે રહેતા હોવા છતાં આવો ભેદભાવ જ સંયુકત પરિવારને નામ શેષ કરી રહ્યો છે અને તે માટે જવાબદાર નવી પેઢીને ગણાવવામાં આવે છે જે બીલકુલ ગેર્વ્યાજબી છે. સમય અને સંજોગો પ્રમાણે દરેક સભ્યોએ પરિવર્તન સ્વીકારવું આવશ્યક ગણાવું જોઈએ તો અનેક પ્રશ્નો આપોઆપ નિવારણ આવી શકે. ઉપરોકત વાત પ્રમાણે દરેક પરિવાર કેમ ના વર્તી શકે ? સાસુને માં અને વહુને દીકરી તરીકે સ્વીકારવી જ રહી. દીકરી સાસરે જાય બાદ તેના પરિવાર અને પતિ વચ્ચેના સંબંધોમાં જો કેટલુંક સમજ પૂર્વક્નું અંતર જાળવી શકાય તો બનંનો સંસાર ખીલી ઉઠે તેમાં મને કોઈ શંકા નથી.
  સરસ સંવેદનશીલ વાત રજૂકરવા બદલ અભિનંદન અને આશા રાખું છું કે આપની વાતમાં રહેલો સંદેશો યોગ્ય રીતે ઝીલાશે.

  સ-સ્નેહ
  અરવિંદ

  આપને મારા બ્લોગની મુલાકાત લેવા અને પ્રતિભાવો જ્ણાવવા હાર્દિક નિમંત્રણ છે. મારાં બ્લોગની લીક http.www.arvindadalja.wordpress.com

  Like

 • 9. Rajul  |  June 12, 2009 at 3:46 pm

  શ્રી અરવિંદભાઇ.
  આપનો અભિપ્રાય ખુબ ગમ્યો..આભર..
  મેં લખેલી વાત માત્ર કોઇ કલ્પના નથી પણ હ્રદય ના ઊંડાણમાં થી નિપજેલી સત્ય હકિકત છે માટે જ આવી રીતે વ્યક્ત થૈઇ શકે..
  બીજી જે એક વાત મને ગમી તે—માણસ જ્યારે એક્લુ પડે ત્યારે નિયતિ સામે ફરિયાદ કરવાના બદલે તમારી જેમ સંજોગો સાથે પોતાની જાત ને ગોઠવી લે અને તે પણ પોતાની મનપસંદ પ્રવ્રુત્તિ સાથે તે આવકાર્ય છે આપને જોઇને બીજા વડીલો પણ પ્રેરણા લે તે જરૂરી છે.

  Like

 • 10. Pancham Shukla  |  June 12, 2009 at 5:58 pm

  હૃદયસ્પર્શી આલેખન. ગમ્યું.

  Like

 • 11. Rajul  |  June 13, 2009 at 7:13 am

  આપનો અભિપ્રાય ખુબ ગમ્યો..આભર..
  મેં લખેલી વાત માત્ર કોઇ કલ્પના નથી પણ હ્રદય ના ઊંડાણમાં થી નિપજેલી સત્ય હકિકત છે માટે જ આવી રીતે વ્યક્ત થૈઇ શકે..

  Like

 • 12. Rajul  |  June 13, 2009 at 7:15 am

  Hi Sapan .
  i have never expected you on this page..happy to see you and more happy for yr comment..
  thanks

  Like

 • 13. Rajul  |  June 13, 2009 at 7:20 am

  શ્વેતા અને ઉમાબેન જેવા લોકો સંસાર માં હોય તો ક્યારેય કોઇના જીવન માં ક્લેશ રહે?? હું પણ ઇચ્છુ કે દરેક માં પોતાના કુટુંબમાં આવનાર વ્યક્તીને ઉમાબેન ની જેમ જ આવકારે.

  Like

 • 14. Rajul  |  June 13, 2009 at 7:29 am

  Thanks Nitinbahi for yr compliments .

  Like

 • 15. ila patel  |  July 12, 2009 at 4:22 pm

  dear Raju,
  very happy to read you but the your words are experienced by me so ,now only pray to GOD ,please encourage me to make honest mother to PINAL and RUTA.Always waiting for your thoughts.Congratulations. love………ila

  Like

 • 16. BHARAT SUCHAK-GUJARATI  |  July 21, 2009 at 3:07 am

  BAHU SARAS

  Like

 • 17. Rajul  |  July 21, 2009 at 5:01 am

  thanks

  Like

 • 18. atuljaniagantuk  |  July 25, 2009 at 3:08 pm

  મા અને દિકરીના સ્નેહની પરંપરાની જેવી જ સાસુ અને વહુના અતૂટ સ્નેહની પરંપરા સર્વ સ્થળે ચાલતી રહે તેવી ઝંખના અને પ્રભુ પાસે પ્રાર્થના.

  Like

 • 19. tejas  |  January 2, 2010 at 5:49 am

  lets wait forthe day when every mother in law transform into mother leaving up suffix of in law and all our families turn into heaven on earth.

  Like

 • 20. nilam doshi  |  July 19, 2010 at 8:50 pm

  ખૂબ ગમ્યો આ લેખ…
  તમારી રાધિકા..એટલે મારી ગતિ…જેને હું હમેશા ગતિરાણી..કહું છું…વહાલથી….
  આપણે નસીબદાર તો ખરા જ…

  અભિનંદન…

  Like


Blog Stats

 • 138,556 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 129 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

June 2009
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: