– “માઁ” –

June 6, 2009 at 11:05 am 17 comments

Dr Induben Nanavati

ડૉ. ઇન્દુબેન નાણાવટી

મા શબ્દ શિખવા માટે કયારેય કોઇ શાળામાં અભ્યાસ કર્યો સાંભળ્યો છે ? ગર્ભનાળથી જ મા સાથે જોડાયેલુ બાળક ગર્ભનાળથી છુટુ પડીને પણ કયારેય મા થી છુટ્યુ પડ્યુ સાંભળ્યું છે ? કહેવાય છે ને કે “God is not everywhere he created mother.” બાળકને જયારે અવતરવાનું હતું – ભગવાનથી વિખુટા પડીને પાૃથ્વીલોક પર જન્મ લેવાનો હશે ત્યારે તેને પણ મૂંઝવણ ઊભી થઇ હશે કે “હે પ્રભુ, તારી છાયા છોડીને હું જયારે બીજે જઇ રહ્યું છું ત્યારે ત્યાં મારું કોણ હશે ? ભગવાને જવાબ આપ્યો એક દેવદૂત તારી પ્રતિજ્ઞામાં છે અને એનું નામ છે – માં” અને બસ બાળક નિશ્ચત બની ગયું. આવી નિશ્ચતતા મ હંમેશા મારી મા – મારી મમ્મી પાસે અનુભવી છે. સાવ અગિયાર વર્ષની ઉંમરે પોતાની માતાને ગુમાવી બેઠેલી મારી મમ્મીને કદાચ એટલા માટે જ માતૃત્વનો એહસાસ ત્યારે જ અનુભવ્યો હશે. પરિણામે સદાય અમને તમામ દુન્યવી સુખ સગવડો આપવાની હંમેશા એને તત્પરતા રહી હતી. વ્યવસાયે ડોકટર એવી મારી મમ્મી

ડૉ. ઇન્દુબેન તરીકે પણ પેશન્ટોમાં એટલી જ કરૂણામયી-મમતામયી બની રહી હતી. જીંદગીના અમારા ચારે ભાઇ-બહેનોના કેટલાક વર્ષો એવા ગયા હશે કે રાત્રે મમ્મી દવાખાનેથી આવે ત્યારે અમે તો સુઇ ગયા હોઇએ પરંતુ એને વ્હાલસોયો હાથ જયારે અમને સવારમાં ઊઠાડવા માટે અમારા ચહેરા-મસ્તક પર ફરતો ત્યારે એની એ વ્યવસાયિક ગેરહાજરીનો રહ્યો સહ્યો વિચાર પણ કપૂરની માફક ઊડી જતો. એની અંતિમ પળો સુધી શરીરની અનેક કમજોરીઓ સાથે પણ  અમારી મમ્મી અમારા માટે મજબૂત આધાર હતી. વ્યવસાયે ડોકટર હોવાથી અમને જ નહીં પણ અમારા નજીકના પરિવારને પણ એની હાજરી માત્ર અડધુ દર્દ ઓછું કરવા કાફી છે. ‘મધર્સ ડે’ ના આ પાશ્ચાત્ય (કહેવાતા – તહેવારના દિવસે પણ અમારા માટે એક વાત ર્નિવિવાદ છે કે જયારે જયારે અમારી મમ્મી – અમારી મા એના બોખલા-દાંત વગરના મ્હોં સાથે હસી પડતી એ તમામ ક્ષણો અમારા માટે તો ‘હેપ્પી મધર્સ – ચાઇલ્ડ’ ડે) છે.

(સત્યઘટના પર આધારિત)

Entry filed under: મારું ભાવજગત.

– મમ્મીજી –

17 Comments

 • 1. shashikant nanavati  |  June 8, 2009 at 8:56 pm

  A WONDERFUL ARTICLE. IT IS VERY HEART TOUCHING & GIVES BEST TRIBUTE TO MOTHERS.CONGRATULATIONS TO WRITER.

  Like

 • 2. chetu  |  June 10, 2009 at 10:47 am

  Janani ni jod sakhi nahi jade re…!

  Like

 • 3. maulik shah  |  June 10, 2009 at 12:31 pm

  સુંદર આલેખન્.. અભિનિંદન્

  Like

 • 4. KALYAN SHAH  |  June 11, 2009 at 1:14 pm

  MAMMIJI AND MAA BOTH ARE EXCELLANT PIECE OF GUJARATI LITERATURE.
  CONGRATES TO RAJU. DO GIVE SUCH ARTICLES IN FUTURE.

  Like

 • 5. KALYAN SHAH  |  June 11, 2009 at 1:08 pm

  માં સાથેનો સબંધ તો ગર્ભની નાળ સાથે જોડાયેલા છે.એવુ વિધાન કરી માં ની લેખિકાએ રાજુ શાહ તેમની કલપ્ના સભરતા અને સાર્જનાત્મકતાનો સુદંર પરિચય કરાવ્યો છે.
  લેડી ડૉકટરની દીકરી વ્યાપારીની પુત્રવઘુ,વિદેશમાં રહેતી પુત્રનઘુની સાસુ,અને અમેરિકામાં રહેતી દીકરીની માતા તેમજ દીકરીની દીકરીની નાની એવા અનેકવિઘ ભાવીગળ સંબંઘો ઘરાવતી લેખીકાએ માનવીના વિવિઘ સ્વરુપોમાં માતા અને દીકરીના સંબંઘો અંગે જે સચોટ અને હ્રદયસ્પશી આલેખન કયુ છે તે તેને કોઈ સઘ્ઘપ્રત સાહિયત્યકારની પંગતમાં બેસાડી દે તેવુ છે.
  મા વિશે ઘણાં લેખકોના આવિતઁવ વાંચ્યા છે.પણ રાજુ ની ‘માં’ નું આલેખન એક જુદો જ ચીલો ચાતરતુ અભિનય આલેખન છે.
  પુત્રી, પુત્રવઘુ, માં,સાસુ, ને નાની હો તો રાજુલ જેવા હોજો અએમ સહેજે કહવાનુ મન થાય.
  ‘માં’ને દીકરાઓની સલામ

  કલ્યાણ શાહ – ઇન્દુબેન શાહ
  પત્રકાર – ફોટોગ્રાફર -લેખક

  Like

 • 6. Rajul  |  June 13, 2009 at 7:14 am

  આપનો અભિપ્રાય ખુબ ગમ્યો..આભર..
  મેં લખેલી વાત માત્ર કોઇ કલ્પના નથી પણ હ્રદય ના ઊંડાણમાં થી નિપજેલી સત્ય હકિકત છે માટે જ આવી રીતે વ્યક્ત થૈઇ શકે..

  Like

 • 7. Dilip Gajjar  |  June 14, 2009 at 6:41 am

  મા ના વિષે સુંદર અભિવ્યક્તિ

  Like

 • 8. razia  |  June 15, 2009 at 6:14 am

  “માઁ” નો કોઈ પર્યાય હોઈજ ન શકે. સુંદર લેખ બદલ અભિનંદન.

  Like

 • 9. Priti  |  July 5, 2009 at 1:59 pm

  I wish the whole world is blessed with mothers and mother-in-laws like yours. It is very well read and appreciated article.

  Like

 • 10. macromedia  |  July 7, 2009 at 4:26 pm

  Hmm. Is it true? 🙂

  Like

 • 11. Rajul  |  July 10, 2009 at 2:38 pm

  yes it is 100 % true .

  Like

 • 12. Govind Maru  |  September 30, 2009 at 11:12 am

  આપના હ્રદય ના ઉંડાણમાં થી નીપજેલી સત્ય હકીકત સ્પર્શી ગઈ..
  અભીનંદન..

  Like

 • 13. સુરેશ જાની  |  September 30, 2009 at 1:36 pm

  અરે વાહ! ઇન્દુબેનનો સરસ પરિચય મળી ગયો. એમને મારા નમસ્કાર. તમે એમનાં દીકરી છો, તે જાણી તો બહુ જ આનંદ થયો. મા દીકરી બન્ને બ્લોગર . વાહ … ફરીથી

  Like

 • 14. sapana  |  September 30, 2009 at 4:11 pm

  ma te ma bija vagadana va.

  For all the mothers in the world.hipp huree..

  Sapana

  Like

 • 15. tejas  |  January 2, 2010 at 5:45 am

  you gave words to feelings of every child living in n feeling for his/her mother.beside having same feeling for mother n having good command over words i still condemning y i m not tributing my mother when i will do?
  thnx rajul atleast you gave words to our feelings.to all readers feelings towards their mother

  Like

 • 16. Palak  |  December 10, 2010 at 2:43 pm

  shu kahu samjatu nathi. atyare mari akho ashru thi bhari gai 6e. karan 6e tamari sunder post ane biju ane mahtvanu karn 6e mane ahi mara BAA ni chabi mali. i have no parents ane mane nanpan thi mara Baa e uchheri chhe. emno upkar hu ajivan nahi chukavi shaku aje e hayat nathi ane aa lekh vanchi mane anand thayo ane emni smriti taji thai gai.

  Palak

  Like

 • 17. Rajul Kaushik  |  June 18, 2016 at 1:34 pm

  સુરેશભાઇ,

  અચાનક બ્લોગ પર ફરતા ફરતા તમારી આ કોમેન્ટ પર ફરી એકવાર ધ્યાન ગયું. કદાચ એ વખતે કોઇ કારણસર ધ્યાન બહાર ગયું હશે એમ માનું છું. મમ્મીને તમે કેવી રીતે ઓળખો?
  આજે પણ આ ક્ષણે મમ્મી-પપ્પાને જાણતી હોય એવી પ્રત્યેક વ્યક્તિ મને ખુબ આત્મિય લાગે છે એટલે પુછુ છું.

  Like


Blog Stats

 • 138,556 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 129 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

June 2009
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: