Posts filed under ‘Nauka`s World-’
Nauka`s World-
કમ્પ્યુટર એપ્લીકેશનમાં બેચલર અને માસ્ટરર્સ થયા પછી પણ બીઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવાનો તો એક યોગ્ય જ નિર્ણય કહેવાય.અને એમાં જ્યારે દુનિયાભરની સફર કરવાના લોકોના સ્વપના સાકાર કરાવતી ટ્રાવેલ એજન્સી જેવો સધ્ધર બિઝનેસ ધરાવતા પરિવારની પુત્રી હોય ત્યારે આ બિઝનેસ મેનેજમેન્ટની સ્કીલ કેટલી કામયાબ નિવડે એ તો સાવ સમજી શકાય એવી સ્વભાવિક વાત લાગે. આવા સંજોગોમાં કમ્પ્યુટર એપ્લીકેશનમાં જ માસ્ટર્સ કરી આગળ વધવુ એવુ જ કોઇ પણ સામાન્ય રીતે વિચારે.
પણ આ એજ્યુકેશન આર્ટ માટે અવરોધક બને ત્યારે?
નૌકા માટે પણ એક સમય એવો હતો કે બેચલર કર્યુ એમાં જ માસ્ટર્સ કરી આગળ વધવુ એવુ વ્યહવારિક સમજ કહેતી હતી. પણ નૌકાના મનમાં સતત એક સંઘર્ષ, એક ઘર્ષણ હતુ. દુનિયાદારી અને દિલ એને બે જુદી દિશામાં ખેંચતા હતા. કારણ નૌકાની અંદર એક ક્રીયેટીવ- સર્જનાત્મક એવી બીજી નૌકા આકાર લઇ રહી હતી.
ક્યારેક ફુરસદના સમયમાં કરેલુ સર્જન એને એ દિશામાં આગળ વધવા પ્રેરી રહ્યુ હતું.દિલ અને દિમાગ વચ્ચેની ખેંચતાણમાં નૌકા થોડી મુરઝાયેલી રહેવા માંડી. પણ એ એટલી તો સદનસીબ હતી કે એની આ મુંઝવણ પારખીને પરિવાર તરફથી એને એની મનગમતી દિશામાં આગળ વધવા માટેની સલાહ જ નહીં પુરેપુરો સાથ પણ મળ્યો.અને પરિણામે સર્જાયુ નૌકાનુ અનોખુ વિશ્વ.જેમાં એણે પેપરમેશી વર્ક ,ગ્લાસ પેઇન્ટીંગ, કેમીકલ ફ્લાવર, કેન્ડલ મેકીંગ જેવી કલા હસ્તગત કરી. અને એની આ કલાત્મક રૂચીને અનુરૂપ નિફ્ટમાં ફેશન એપરલ ડીઝાઇનીંગ કરવા માટે અનુમતિ મળી.
આજે નૌકા પોતાનુ આ આગવુ સર્જન કલારસિકો માટે મુકી રહી છે.આશા છે આ ક્લાજગતમાં એનુ ઉષ્માભર્યુ સ્વાગત થશે.




















Recent Comments