Posts filed under ‘શેર બજાર’
”શેર બજાર”
શેર બજાર હસાવે,ચડાવે,રડાવે,પડાવે,ગબડાવે. કોઇ અભાગિયાને ચૌદમે માળથી કુદાવે કે પંખે લટકાવે. ક્યારેક કલાર્કમાંથી કોઇને કરોડપતિ બનાવે. તો ધણાને કરોડપતિ માંથી રોડપતિ બનાવે. કોઇને ચાલીમાંથી મઢુલીમાં મહાલતા બનાવે. તો ધણાને મેન્સનમાંથી ટેન્સનમાં લાવે. લેહમેને તો લગાડી દીધી આખી દુનિયા ને વાટ. ધરડાઓને પણ ન છોડ્યા,રવડાવી ને કરાવી દીધો કકરાટ. મુક્યાતા મ્ચુચ્યુલ ફંડમાં,કે પાછળની જિંદગી સુધારશું. લાખના થઇ ગયા બાર હજાર,કોને ખબર હતી કે ધોવાઇ જઇશું. ધંધા થયા પાગળાં,અસંખ્યોનાં જોબ ગયા,ધર ગયા. પૈસા કમાવવાની આંધળી દોટમાં,સંસારમાં કાળા વાદળ છવાયા. ગાડરીયો પ્રવાહ જોઇને,'મુસાફીર'ને વિચાર થાય. લાબાં સાથે ટુંકો જાય મરે નહીં તો માંદો થાય. Received E Mail-Shrikant Shah.


Recent Comments