Posts filed under ‘''શબ્દોને પાલવડે ''’
”શબ્દોને પાલવડે ”
- શબ્દોને પાલવડે ગુજરાત થી યુએસ સુધી -
આજે આપણે આપણાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ છીએ પરંતુ અંગ્રેજીની આ આંધળી દોટમાં આપણે માતૃભાષાને જ ભૂલી જઇએ છીએ અને તેમાં પણ જો કોઇ વ્યકિત અમેરિકા જઇને આવે તો અંગ્રેજીમાં જ બોલતા હોય.
પરંતુ હ્યુસ્ટનમાં છેલ્લા ૩૦ વર્ષથી રહ્ર્તા દેવિકાબહેન રાહુલ ધ્રુવે ત્યાં રહીને ગુજરાતી પદ્યરચનાઓનું એક પુસ્તક ‘શબ્દો ને પાલવડે લખ્યું છે.આ પુસ્તકની ખાસિયત એ છે કે, તેમા ક્કાના મૂળાક્ષર ‘ક’ થી ‘જ્ઞ’ સુધીની પદ્યરચનાઓ બનાવી છે.તેમા પણ જો ‘ક’ થી પદ્યરચના શરુ થાય તો તેના દરેક શબ્દો ‘ક’ થી જ શરુ થાય છે. એવું જ અન્ય મૂળાક્ષરોનું છે.
એક સાથે એક જ મૂળાક્ષરથી શરુ થતા શબ્દો શોધીને તેની કવિતા બનાવવાની પ્રેરણા અંગે દેવિકાબહેને કહ્યુ કે, હું સવારે ઊઠું અને મનમાં જે શબ્દ પહેલો આવે તે જ શબ્દને હું આખો દિવસ વિચારીને તેના પરથી શરુ થતા શબ્દોને એક પેજ પર લખું. પછી તે બધા શબ્દોને પ્રાસમાં બેસાડી તેને કવિતા સ્વરુપે રજુ કરુ.શબ્દો ને પાલવડે માં પદ્યરચનાઓ ઉપરાંત મે હાઇકુ લયબદ્વ ગીતો,વ્રજભાષી,ગઝલ અને મુક્તકનો પણ સમાવેશ કર્યો છે. આ પુસ્તક લખતા તેમને ૮ મહિના જેટલો સમય લાગ્યો હતો.હ્યુસ્ટન ખાતે ગુજરાતી સરિતા દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખાયો અને ૨૪/૧૨/૨૦૦૯ના પ્રગટ થયો.”
સિટી રિપોર્ટર
…………………………………………………………………………………………………….
વધુ વિગત માટે તેમના બ્લોગની વેબ સાઇટ ની મુલાકાત લો.
http://devikadhruva.wordpress.com/
તથા

Recent Comments