Posts filed under ‘'' મમ્મીજી ''’

પઢો રે પોપટ રાજા રામના


હેલ્લો મમ્મી, એક ગુડ ન્યુઝ છે. યુ આર ગોઇંગ ટુ બી અ ગ્રાન્ડ મધર. હવે તો મમ્મી તારે જ અમેરિકા આવવુ  પડશે. અત્યંત ઉમળકાભેર એની મમ્મીને સારા સમાચાર આપ્યા અને એટલા જ ઉમળકાભેર મમ્મીએ અમેરિકા આવવાની સંમતિ પણ આપી દીધી. અને આપે જ ને વળી ! દિકરીના ત્યાં દિકરીનો જન્મ થવાનો હતો.  જાણે નિયતીનુ ફરી એક વાર શૈશવ  ઘરમાં રમતું થવાનુ હતુ પણ એ પોતાના આંગણમાં નહી પરદેશમાં …કારણ  ! બેબીનો જન્મ  અમેરિકામાં થાય તો એ  જન્મતાની સાથે જ અમેરિકન સીટીઝન બની જાય ને ? નહીં તો ખરેખર તો નિયતીએ અહીં પોતાની પાસે  જ ડીલીવરી માટે આવવાનુ હોય ને?

નિયતીમાં જેટલો સમય પોતે આપી શકી નહોતી એ બધો સમય વ્યાજ સાથે કાહિની સાથે એ વ્યતિત કરશે એવુ મનોમન સ્વપ્ન પણ જોઇ લીધું. જુનમાં  બેબી શાવર પહેલા જ અલકા અમેરિકા પહોંચી ગઈ. રંગે ચંગે બેબી શાવરનો પ્રસંગ આટોપાઇ ગયો. કાહિની માટે અત્યારથી જ ગિફ્ટ્ના ઢગલા થવા માંડ્યા.અને એ પછી તો  મમ્મીના લાડ ,પ્યાર, દુલાર-ખાના પીના ,ખિલાનામાં નિયતીનો બાકીનો સમય પણ નિકળી ગયો.

ઓગસ્ટના  નિર્ધારિત દિવસે અને સમયે કાહિનીની સવારી પણ આવી ગઈ. અમેરિકા જો હતુ . અહીં તો બધુ જ સમયસર કામ થાય. વળી પાછા લાડ, પ્યાર દુલાર-ખાના ,પીના ખિલાનાનો સિલસિલો ચાલ્યો તે છેક અલકાના પાછા આવવાના દિવસ સુધી.

પણ હવે શું? અલકાને થોડી ચિંતા થવા માંડી. બે કારણે –એક તો એને પોતે  કાહિની સાથે જે મમતાથી જોડાઇ ગઈ હતી તો એને મુકીને જવાનુ  એટલુ તો વસમુ લાગતુ હતુ કે જાણે નિયતી પરણીને પહેલી વાર અમેરિકા આવી ને લાગ્યુ હતું અને બીજુ આટલી નાની સાવ ત્રણ મહિનાની દિકરીને લઈને નિયતી કેવી રીતે પહોંચી વળશે?

પણ સમીરે અલકાને  વિશ્વાસ અપાવ્યો, મમ્મી તમે જરાય ચિંતા ના કરતા. હુ છું ને  ? નિયતીને  બધી જ મદદ કરીશ. ( છુટકો છે ભાઇ , અમેરિકામાં રહીને તો એ સિવાય ક્યાં ચાલવાનુ છે?)

અને મમ્મી અમને  તો બધી જ માહિતી ગુગલ પર મળી જાય છે. કંઇ પણ નાની અમસ્તી મુંઝવણ હોય તો એનો રસ્તો પણ ગુગલ સર્ચમાં મળી જશે. (ખરી જ વાત છે ને ? ગુગલે  તો જે  ફ્રેન્ડ -ફિલોસોફર-ગાઇડ અને ગોડ ફાધરનો રોલ ભજવવા માંડ્યો છે તે ?)

અને અલકાને  નિરાંત થઈ ગઈ. બંને જણ ટેક્નોસાવી જો હતા તે! હવે કોઇ ચિંતા જ ક્યાં રહી? અલકા હાથમાં બિસ્તરા -પોટલા અને મનમાં નિશ્ચિંતતા લઈને ઇન્ડીયા 
પરત થઈ.

માગ્યા માર્ગદર્શન ગુગલ પર મળી જતા હતા. કાહિનીને કેવી રીતે સુવાડવી , કેવી રીતે નવડાવવી- ક્યારે કેટલી વાર ખવડાવવુ..ટપાટપ ગુગલ પર નાખોને લો હાજર છે તમામ હથિયાર. મોર્ડન મમ્મી પપ્પા હતા ને ? બધો ઉછેર અમેરિકન સ્ટાઇલથી જ કરવો હતો.

આમાં એક વાતની ખબર હતી કે અમેરિકામાં  અમેરિકનો અને  ડોક્ટરો પણ બેબીને પહેલેથીજ એક્લા સુવાની ટેવ પાડવાના હિમાયતી છે.  પણ કેવી રીતે ? એકાદ વાર મન્થલી ચેક અપ વખતે ડૉક્ટર સાથે અછડતી વાત થઈ હતી અને હવે એને અમલમાં મુકવાનુ હતુ પણ કેવી રીતે? ચાલો  નાખો ગુગલ પર.. ગુગલ મહારાજની સલાહ લઇએ. ગુગલે સલાહ આપી. બેબીને એના રૂમમાં એકલુ  મુકી દેવાનુ . જો કે શરૂમાં રડશે પણ ખરુ. એકાદ કલાક સુધી્માં  શાંત થઈ જવુ જોઇએ. એમ કરતા ધીમે ધીમે ટેવ પડશે.

ચાલો શુભસ્ય શિઘ્રમ !સારા કામમાં વળી ઢીલ શેની? કલ કરે સો આજ ,આજ કરે સો અબ..

રાત્રે કાહિનીની ક્રીબ એના અલગ રૂમમાં મુકી દેવામાં આવી અને કાહિનીને એકલી એની ક્રીબમાં. બારણું બંધ કરીને માસ્ટર બેડ રૂમમાં બેસી ગયા સમીર અને નિયતી. દસ મિનિટ ,વીસ મિનિટ ત્રીસ મિનિટ … કાહિનીનુ રડવાનુ તો બંધ થવાનુ નામજ  નહોતુ લેતુ. બંધ અંધકારભર્યા રૂમમાંથી કાહિનીના રડવાનો અવાજ સતત આવતો હતો. બટ, ઇટ્સ ઓકે. કાહિનીની જોડે આપણે પણ ટેવાવુ તો પડશે જ ને?  કલાક થવા આવ્યો પણ આ તો રડવા ચાલુ જ હતુ . હવે સમીર ? નિયતી એ આઇ.ટી પ્રોફેશનલ પતિદેવ સામે નજર માંડી.

વેઇટ, લેટ મી ચેક ઓન ગુગલ. સમીરે એની વાજા પેટી ખોલી. અલકા એને હંમેશા વાજા પેટી કહેતી.

અને બીજી જ મિનિટે બેઉ સફાળા દોડ્યા કાહિનીની રૂમ તરફ…

કારણ ? ગુગલ મહારાજની સલાહ પ્રમાણે આવી ટેવ પાડવા માટેનો યોગ્ય સમય હતો બાળક જ્યારે આઠ મહિનાનુ થાય ત્યારે અને અત્યારે  કાહિનીને થયા હતા મહિના પુરા ચાર.

જય હો ગુગલદેવકી !!!!!!!

July 31, 2010 at 2:28 am 8 comments

“લમ્હા”- film reviews -

“પ્રુથ્વી પર જો સ્વર્ગ ક્યાં ય હોય તો તે અહીં જ છે” -એક સમયે કાશ્મીર માટે એવુ કહેવાતુ પણ આજે એ સત્ય હકિકત કરૂણ પરિસ્થિતિમાં બદલાઇ ગઈ છે.માત્ર ત્રાસવાદી કે ઉદામવાદી જ નહીં પણ એમના કાવતરામાં ભળેલા રાજકારણીઓ , એમના હાથ નીચેના અધિકારીઓ અને એટલુ જ નહી પણ દેશની રક્ષા કરનાર આર્મી ઓફીસરોએ પણ પોતાની ખીચડી પકવવા કાશ્મીરને આતંકના ઓછાયા હેઠળ ધમરોળી નાખ્યુ છે.  અને આઆ જટીલ સમસ્યાની જડ શોધવા વિક્રમ( સંજય દત્ત)ને  કાશ્મીર મોકલવામાં આવે છે. ગુલ જહાંગીરના નામે એ કાશ્મીરમાં પ્રવેશે છે. પોતાના મિશનને ચોક્કસ સ્વરૂપ આપવા તે નામી ભાગલાવાદી નેતા સાથે મળીને એ આઝાદ કાશ્મીર માટે કામ કરતી અઝીઝા જોડે સપંર્ક્માં આવે છે. જેમ જેમ કાર્યવાહી આગળ વધે છે તેમ  બંનેના વિચારો અને જોવાની દ્રષ્ટી બદલાય છે.

અહીં આતિફ (કુનાલ કપૂર) જેવા લોકો પણ વસે છે  જે કાશ્મીરની  સ્વતંત્રતા ,કાશ્મીરીઓના સુખ-ચેન , એશો આરામ માટે લડત આપી રહ્યો છે. સામાન્ય લોકોની જીંદગીને  , સ્વર્ગ સમા કાશ્મીરને નરકમાં બદલનાર , ચારે બાજુ સૌંદર્યના ખજાનાને લોહિયાળ બનાવનાર મોટા માથા સામે વિક્રમ ,અઝીઝા કે અતિફ જેવા આદર્શવાદી ઇન્સાન સફળ થશે? એનો જવાબ છે રાહુલ ધોળકિયા દિગદર્શીત ફિલ્મ ” લમ્હા” .

કાશ્મીરની સળગતી સમસ્યા અને સંજોગોને લઈને રોજા, મિશન કાશ્મીર , સિકંદર જેવી ફિલ્મો બની છે. ગુજરાતના ગોધરા કાંડને લઈને  બનેલી પરઝાનિયા ફિલ્મના ડીરેક્ટર રાહુલ ધોળકિયાએ ફિલ્મ “લમ્હા”માં વર્તમાન કાશ્મીરી જીવન અને તેમના જીવનની નાજુક ક્ષણો વણી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કઈ મજબૂરી એક સામાન્ય યુવકને સ્યુસાઇડર બોમ્બ બનવા પ્રેરે  તેની વાત છે. કોને ફ્રીડમ ફાઇટર કહેવા અને કોણ આતંકવાદી છે એની વચ્ચે સાવ ક્ષીણ અને ક્યારેક પારખી ન શકાય તેવો ફરક પણ હવે તો પારખવો મુશ્કેલ બન્યો હોય તેવી પરિસ્થિતિનુ  કાલ્પનિક નિરૂપણ છે. જેમાં કુનાલ કપૂરનો નિર્દોષ-નિરૂપદ્રવી લૂક અને પાત્રને ન્યાય આપવાનો જોશ ,તેના પાત્રને જીવંત બનાવવાનો પ્રયત્ન આવકારદાયક છે. તેમ છ્તાં કેટલીક નાજુક ક્ષણોમાં વ્યકત થતા આક્રોશમાં  તેના અવાજનો  જોમ ઓછો પડે છે. સંજય દત્તની રફ એન્ડ ટફ પર્સનાલિટી તેના પાત્રને સમગ્ર રીતે અનુરૂપ છે તેથી જાણે તેણે સાવ સરળતાથી પોતાની ભૂમિકા અદા કરી હોય તેટલી સ્વભાવિકતા નજરે પડે છે. બિપાશા બાસુ   કોર્પોરેટ ફિલ્મ બાદ ફરી એક વાર સાવ અલગ રીતે લમ્હા ફિલ્મમાં રજૂ થઇ છે. માત્ર ડ્રેસિંગ  કે ગ્લેમરસ લૂક જ  તેની ઓળખ છે એવી બિપાશા અહીં અભિનયથી એની ઓળખ ઉભી કરવામાં  કોર્પોરેટ ફિલ્મ ની જેમ સફળ થઈ છે. પોલિટીકલ પાર્ટીના લીડર અનુપમ ખેર પણ એટલાજ  પ્રતીતિજનક રહે છે.

ફિલ્મનો અભિગમ એકદમ  સ્પષ્ટ અને બોલકો છે. આ કોઇ મનોરંજન ફિલ્મ નથી તેમ છ્તાં ફિલ્મની ગતિ  , તેના ગીત -સંગીત તેની કથાને સુસંગત છે એટલું જ નહીં પણ ટેન્શનના માહોલ વચ્ચે પાંગરતી પ્રણયક્થા પણ ક્યાંય અજૂગતી નથી લાગતી. તેમ છ્તાં ફિલ્મના અગણ્ય પાત્રોને લઈને ક્યારેક પ્રેક્ષક લિંક ચુકી જાય તેવુ બને.

કલાકાર-સંજય દત્ત ,બિપાશા બાસુ, કુનાલ કપૂર ,અનુપમ ખેર , યશપાલ શર્મા ,શહેનાઝ પટેલ, યુરી સુરી, વિપિન શર્મા.

પ્રોડયુસરબન્ટી વાલિયા, જસપ્રિત વાલિયા

ડાયરેકટર- રાહુલ ધોળકિયા

મ્યુઝિક- મિથુન

ગીતકાર- સૈયદ કાદરી

ફિલ્મ ***એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * *

July 19, 2010 at 4:42 pm 4 comments

- મમ્મીજી –

Subhadraben - Rajul

સુભદ્રાબેન - રાજુલ

એક સુંદર નાની પુસ્તીકા હાથમાં આવી – “માતા વાત્સ્લ્યની વહેતી સરીતા” – ‘મા’ શબ્દ સમસ્ત સંસારના વાત્સ્લ્યથી સભર છે. ધરતી પર જો મા ન હોત તો આપણે બધા વાત્સ્લ્યનું રૂપ શું હોઇ શકે તે સમજી શકયા જ ન હોત. સાવ સ્વાભાવિક લાગે તેવી માની મમતા તો સર્વવ્યાપી છે પણ માતાની આ વાત્સ્લ્યર્મૂતિમાં કયારેય કોઇએ પોતાની સાસુને ગોઠવવાની કલ્પના સુધ્ધાં પણ કરી હશે ?   ‘મધર્સ ડે’ ના આ અવસર ઊપર આજે મારે એવી વાત્સ્લ્યર્મૂતિ મા સમી અને જેના માટે સાસુમા શબ્દ પણ વિચારતો જોજનો દૂરની વાત લાગે તેવા માતાસમાન સાસુમાની વાત કરવી છે.

જીંદગીના કેટલાય એવા અવસરો આવ્યા હશે કે જયારે મને અમારા મમ્મીજીનો સતત સાથે અને હૂંફ મળી છે. મા સાથે શેર કરી શકાય તેવી તમામ વાતો મ તેમની સાથેઆપ લે કરી છે. મારા દરેક કાર્યોની સરળતા પાછળ તેમનો હંમેશા સાથ રહ્યો છે. આર્થરાઇટીઝ પ્રોબ્લેમના લીધે ખુદ તો ડગુમગુ ચાલે છે પણ અમારી સાથે – અમારા સપોર્ટમાં હંમેશા તેમના કદમ ઊપડ્યા છે કારણ કે વાત ત્યાં શારિરીક સધ્ધરતાની નથી ત્યાં વાત છે વ્હાલની – મમતાની – પ્રેમની. અખૂટ પ્રેમની સરવાણી સદાય વહેતી તેમના તરફથી મ અનુભવી છે.

વાત છે ગયા વર્ષની. લગભગ ૬ મહિના ક્રોનીક પ્રોબ્લેમને લઇને હું હેરાન થઇ હતી. અવારનવાર કંઇક નવા જ – કંઇક જુદા પ્રોબ્લેમોમાં અટવાયા કરતી હતી. લાઇફ સેવગ ડ્રગ્સ લેવા જરૂરી હતા પરંતુ તેના લીધે બીજી અનેક સાઇડ ઇફેકટ થયા કરતી અને પરિણામે અવારનવાર મેડીકલ ટેસ્ટમાંથી પસાર થવું પડતું હતું. મેડીકલ રિપોર્ટ કરાવતી વખતે કંઇક ન કલ્પ્યા હોય તેવા ભય ઊભા થતા હોય તેવું પણ બનતું. એ વખતે મારી દરેક તકલીફોમાં એમની આંખમાં આંસુ મ જોયા છે. મારી પીડા – મારી વેદના એમણે અનુભવી છે. જન્મે અને કર્મે જૈન અમારા સુભદ્રા બા એ ધર્મને બરાબર આત્મસાત કર્યો છે. માનવીય સંબંધોને એમની સમજણથી ઊજાગર કર્યા છે. સામાન્ય રીતે કોઇપણ ર્ધામિક વિધી કરતા હોય ત્યારે મૌન રહેવું અને વિધિ પુરી ન થાય ત્યાં સુધી એક જ સ્થળે બેસવું એવો હંમેશનો એમનો નિયમ. આમ પણ જૈનાની ર્ધામિક ક્રિયા વખતે વચ્ચેથી ઊભા પણ ન થવાય. એવા એક દિવસે મારે સોનોગ્રાફી કરાવવાની હતી. અને જો સોનોગ્રાફીમાં કંઇક વાંધાજનક લાગે તો બાયોપ્સીનો  સંભવિત ખતરો સામે ઊભો હતો. સોનોગ્રાફી કરાવીને હું ઘરે પહાચી ત્યારે અધુરી સામાયિકે મારા માટે બહાર ધસી આવેલા મારા એ સુભદ્રા બાને હું કઇ રીતે સાસુમા તરીકે ઓળખાવી જ શકું ? આજે ૩૫ વર્ષના લગ્નજીવન દરમ્યાન કયારેય મારા મન-વચન કે કર્મથી પણ એમના માટે સાસુમાનો ભાવ ઊદ઼વ્યો નથી. મા – ક્ષમા અને પરમાત્મા એ ત્રણે શબ્દો એક જ ધારાની જેમ તેમનામાં બસ વહ્યા કરે છે.

Rajul - Radhikaરાધિકા -રાજુલ

આગળ વધીને આજે હું પણ એમની જેમ જ મારા દિકરાની પત્ની સાથે રહુ એ મારા માટે પણ એટલું જ સ્વભાવિક છે. દિકરી પ્રત્યે થતી લાગણી જો મારી રાધિકા માટે મારા મનમાં હોય તો જ હું મારી મિલી અને રાધિકાને એક સરખો પ્રેમ કરી શકું ને ? મિલી મારી દિકરી છે અને રાધિકા મારા દિકરાની પત્ની – પણ જો આ દિકરી અને દિકરાની પત્ની એ બે વચ્ચેનો ભેદ જ ન રહે તો ? લાગણીને સેતુ લંબાતો જાય એમાં જ સંબંધની શાન છે ને ?

મારી રાધિકા વસે છે તો પરદેશમાં. અને હંમેશા વાત મારે દિકરા જોડે નહ થતી હોય એટલી એની સાથે થાય છે. ‘મધર્સ ડે’ પરના આ જરા હટકે પણ અમને તો મા-દિકરી જેવા લાગતા સંબંધોને પ્રતિભાવ પણ અહ જ છે – હવે રાધિકાના શબ્દોમાં -

“સમાજના આ સ્વીકૃત ઢાંચામાં સાસુ-વહુના સંબંધો કાંટાળા-તણાવભર્યા જ હોય તેવું હું સાંભળતી જે હવે મને ખરેખર નવાઇભર્યું લાગે છે. ભગવાનના મને આશિર્વાદ છે કે મને આટલા પ્રેમાળ મમ્મી મળ્યા છે. મમ્મીજી મારી અંતરંગ સહેલી જેવા છે. હું મારી તમામ ખુશીના-દુઃખની લાગણી તેમની સાથે શેર કરી જ શકું છું.”

પરણ્યા પહેલાં મ સાસુમાની ચોક્કસ ફ્રેમ વિશે માનતા અને એમાંથી બહાર કયારેય ન આવનારા લોકોને જોયા છે પણ હું તેમની સાથે સહમત નથી. હું ખુબ ચાહુ છું અમારા મમ્મીજી ને. She is just so sweet, caring and loving.. એ મને પરિવારમાં એમની દિકરીની જેમ આવકારી છે, હું ખુબ ખુશ છું કે એ મને અમારા મિલીદીદીની જેમ જ ચાહે છે અને તેમના દિકરાની હું યોગ્ય પસંદ છું તેમ માને છે.

I have a wornderful, supportive mother-in law. It’s so sweet to see woman who raised my husband.અમે બંને જણા એમને એટલો પ્રેમ કરીએ છીએ કે તે કહેવા મારી પાસે શબ્દો નથી. અમને બંનેને તેમની આ સિધ્ધી માટે ગૌરવ છે. અમારા મમ્મીજી સાથેની અમારી આનંદથી ભરેલી પળો છે જે અમને બંનેને વારંવાર મમળાવવી ગમે છે.

હું ચોક્કસપણે માનું છું કે અમારા પરિવાર પર ભગવાનની ખુબ કૃપા છે. અમે બધા એકબીજા માટે અત્યંત પ્રેમ અને માનની લાગણીથી જોડાયેલા છીએ. હું જાણું છું દુનિયામાં પૈસાથી બધુ જ ખરીદાય છે સિવાય કે પ્રેમ.and for that i feel : richly blessed. મારા ઇન લાૅઝ સાથે સમય વિતાવવો એ મારા માટે હંમેશા આનંદની વાત હોય છે. હું હંમેશા તેમની ખોટ અનુભવું છું. (અહ એક આડ વાત – રાધિકા અને ઋષદ લંડન રહે છે. એની આ સ્માૃતિઓ જયારે જયારે એ અહ આવી છે ત્યારની અને અમે લંડન ગયા છે ત્યારની છે.)

રાધિકા વાત આગળ વધારતા કહે છે કે “અમારા મમ્મીજીએ મને જૈન ધર્મના કન્સેપ્ટ સમજાવ્યા છે. (રાધિકા મહારાષ્ટ્રીયન છે – જન્મે). મને જયારે જયારે કંઇપણ મૂંઝવણ થાય ત્યારે હું તેને મારી મમ્મીની જેમ જ અમારા મમ્મીજી સાથે શેર કરી શકું છું.”

હવે પાછી ફરું છું હું મારી વાત પર. તાળી એક હાથે તો ન જ વાગે ને ? જેમ મ વિચાર્યું હતું કે હું રાધિકાને મારી બીજી મિલી જ ગણીશ પણ એવો જ પ્રતિભાવ પણ રાધિકા તરફથી મને મળવો જોઇએ ને ? હું મારી જાતને ખરેખર ખુબ સદ્ભાગી માનું છું કે અમારા સુભદ્રા બા સાથેને જે લાગણીનો સંબંધ હતો તે વધુ વિસ્તૃત થઇને મારી રાધિકા સુધી પણ પહાચ્યો છે.

આવો જ એક બીજો સુંદર સંબંધ છે શ્વેતા અને ઊમાબેન મોદીનો. શ્વેતાના લગ્ન નાની ઉંમરે થયા. એટલે સ્વાભાવિક મેચ્યોરીટી ઓછી હોય. પરંતુ ઊમાબેને કયારેય શ્વેતાને બદલવા સુધ્ધા પ્રયત્ન નથી કર્યો. ઘરની પેટર્નમાં કયારેય શ્વેતાને ઢાળવાનો પ્રયત્ન નથી કર્યો. સામાન્ય ગુજરાતી પરિવારના રિવાજના બદલે શ્વેતાની ડિલીવરી પણ ઊમાબેને પોતે કરાવી. શ્વેતા એ દિવસો યાદ કરતાં કહે છે કે એ સમયમાં કદાચ મારી પોતાની મમ્મીએ પણ ન સાચવી હોત તેવી રીતે ઊમાબેને એનું જતન કર્યું હતું. સામે કયારેય એવી અપેક્ષ નથી રાખી કે શ્વેતા એમના માટે કંઇ કરે. શ્વેતા કહે છે કે હવે તે પોતે પણ ઊમાબેન જેવી જ બનવા માંગે છે.

શ્વેતા ઘરમાં નાના બાળકો માટે નર્સરી ચલાવે છે. એમાં પણ ઊમાબેનનો પુરેપુરો સપોર્ટ છે.‘She is back bone of Family’ શ્વેતા એવું ગૌરવથી કહે છે. ઘર હોય ત્યાં બે વાસણ પણ ખખડે. સુખ કે દુઃખ હંમેશા નથી રહેતા પણ તકલીફના સમયમાં જો બધા સમજણથી વર્તે તો ઘર-કુટુંબ સચવાઇ રહે છે. શ્વેતાના મતે આવી સમજણ ઊમાબેનમાં  છે. માટે આજે ૧૯ વર્ષે પણ તેના જીવનમાં આનંદ છે. ઊમાબેન સાથે હ્યદયના સંબંધ છે.

શ્વેતાના નર્સરી સમય દરમ્યાન જો મોડું થાય તો શ્વેતાની ભુખની પણ ચતા ઊમાબેનને થતી હોય, એવા સંબંધમાં સાસુ-વહુના બદલે મા-દિકરી જ શબ્દ શોભે ને ?

‘મધર્સ ડે’ ના દિવસે આવી કેટલીય માતાઓને અમારા જેવી દિકરીઓની સલામ.

(સત્યઘટના પર આધારિત)

June 6, 2009 at 2:02 pm 20 comments


રાજુલ શાહ.

Blog Stats

  • 64,412 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 58 other followers

Top Care Services (NRIs)

http://www.topcareservices.co.cc

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ
free counters

Calender

મે 2012
M T W T F S S
« Dec    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page

Follow

Get every new post delivered to your Inbox.

Join 58 other followers