Posts filed under ‘'' ફેશન શો ''’
” ફેશન શો ”
(રાજુલ શાહ – બેલા ઠાકર - ડૉ. નિધિ પરીખ - ડૉ. વ્યોમા શાહ - અંજુ શાહ)
- નિધિ પરીખ બન્યા ”બ્યુટી વિથ બ્રેઇન” વીનર -ડોકટર વ્યોમા શાહ રનર અપ -
લેડીઝ કલબ ‘અમદાવાદ મેડીકલ એસોસિયેશન‘ દ્વારા યોજાયેલી બ્યુટી વિથ બ્રેઇન સ્પર્ધામાં ડૉ. નિધિ પરીખ વિજેતા બન્યાં હતાં જ્યારે વ્યોમા શાહે રનર અપ મેળવ્યો હતો.
લેડીઝ કલબ, ‘અમદાવાદ મેડીકલ એસોસિયેશન‘.દ્વારા ‘રેડ બ્યૂટી વિથ બ્રેઇન‘ સ્પર્ધામાં મહિલાઓએ પોતાની બ્યૂટી વીથ બ્રેઇનનો પરિચય આપ્યો હતો.જેમાં ડૉ નિધિ પરીખ વિજેતા તથા ડોકટર વ્યોમા શાહ રનર અપ જાહેર થયાં હતાં. સ્ત્રી માત્રા સૌંદર્ય જ નહીં,બુધ્ધિ પ્રતિભા પણ ધરાવે છે. તેની પ્રતીતિ કરાવવાના આશયથી યોજાયેલીઆ સ્પર્ધામાં ૧૬ જેટલી બહેનોએ ભાગ લઇને પોતાની સૌંદર્યસૂઝ અને વાક્ચાતુર્ય તથા બુધ્ધિપ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ડૉકટર સભ્યો દ્વારા તેમની જીવનસંગિનીઓના આંતરિકબાહ્ય વિકાસ માટે ૧૯૬૬માં લેડીઝ કલબ,એ.એમ.એ ની સ્થાપનાકરવામાં આવી,જેના પ્રથમ પ્રમુખ ચંદ્રિકાબેન હરિભકિત હતાં.આ વર્ષે એ એમ એ.કલબના પ્રમુખ અંજુ અમિત શાહ અને સેક્રેટરી પી.વચ્છ્રાજાની ‘સશક્ત નારી,સશક્ત સમાજ‘ ની વિચારધારા સાથે કામ કરવામાંગે છે. જે અંતર્ગત આ સ્પર્ધા યોજાઇ હતી.(સિટી રીર્પોટર : અમદાવાદ.)
આ સ્પર્ધા ના નિર્ણાયક : બેલા ઠાકર (દિવ્યભાસ્કર ડેઇલી ન્યુઝ પેપર) તથા રાજુલ શાહ (ફ્રીલાન્સકોલમ રાઇટર)
“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૨/૧૧/૨૦૦૯ ના પ્રગટ થયો.”

Recent Comments