Posts filed under ‘''નવરાત્રિ શરુ થવા આડે એક દિવસ બાકી છે.''’

”નવરાત્રિ શરુ થવા આડે એક દિવસ બાકી છે”

images5

- જો જો, મદહોશીના માહોલમાં મર્યાદા ઓળંગાય -

નવરાત્રિ શરુ થવા આડે એક બસ દિવસ બાકી છે. મહિનાથી તૈયારીમાં લાગી જતાં યુવાન-યુવતીઓ માટે તો અનન્ય ઉત્સવના દિવસો બની રહે છે.

આજે  નવરાત્રિનો મહિમા બદલાયો છે,

નવરાત્રિ એટલે આધશકિતની પૂજા. દાનવ ઉપર દૈવી શકિતના વિજયનો ઉત્સવ.

પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં આ મહિમાનું મૂળ સ્વરુપ તો ક્યાંય ખોવાયું છે. નવરાત્રિ એટલે યુવાન, ધડકતા,ઉછળતા હ્રદયને વધુ ઉત્તેજિત કરતો ઉત્સવ.નવરાત્રિ એટલે ઉલ્લાસ કરતાં ઉત્તેજના-ઉન્માદનો તહેવાર.

મોડી રાત્રે શરુ થતા અને ધીમે ધીમે રંગ પકડતા ગરબા મહોત્સવ એટ્લે ગરબે ઘૂમવાની સાથે યૌવનને હિલોળે ચડાવવાની મોસમ. નવ દિવસોના ધમધમાટમાં યુવાનીનો થનગનાટ આ ઉન્માદક વાતાવરણમાં સ્વાભાવિક રીતે જ બેવડાઇ જાય છે.વિજાતીય સંબંધો સહજતાથી બંધાઇ જાય તેવું વાતાવરણ હોય ત્યાં નવરાત્રિની ઉજવણીનું સ્વરુપ બદલાઈ જતું  હોય છે.

શેરી-ગરબાઓની સ્પર્ધાના લીધે ચણિયા-ચોળી-અલંકારોમાં પણ કંઇ નવું(અને નવુ એટલે ઉધાડું જ તો વળી) કરવાની ચાનક વધતી ચાલી છે. છોકરીઓ એવી રીતે તૈયાર થઇને નીકળે છે કે ઘણીવાર આડે દિવસે નજર નાખવાનું પણ મન ન થાય,તેવી યુવતીઓ પરથી નવરાત્રિમાં નજર ખસતી નથી.મોકળું મેદાન મળે ત્યારે સંયમની સંબંધની સીમાઓ વિસરે  પડે છે.નવરાત્રિના રંગીન વાતાવરણનો ઉન્માદ શમતા યુવતીઓને ધોળે દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિ આવીને ઉભી રહે છે .સ્ત્રી-પુરુષના આકર્ષણમાંથી ઘટતી ઘટનાઓ ટાળવાનું-આ ભયસ્થાનોને સમજવાનું પ્રત્યેક માટે જરુરી છે.

પહેલાં તો પોતાની શેરી કે સોસાયટી સુધી મર્યાદિત રહેતા ગરબાઓમાં માતા-પિતાની નજર સામે ગરબે ઘૂમતી કન્યાઓ હવે કલબોમાં ફ્રેન્ડઝ,ગ્રૂપ સાથે જતી થઇ છે, ત્યારે દરેકે પોતાની મર્યાદા જાતે સમજી લેવાની જરુર છે.સ્ત્રી પ્રક્રુતિ એ લોભાવનારી છે. આથી પુરુષ આક્રમક બને તેવી તક જાણે -અજાણે નહીં,પણ જાણી જોઇને આપવામાં આવે,ત્યારે કોનો વાંક? એકાંત હંમેશા વિજાતિય મૈત્રી માટે જોખમી સાબિત થયું છે. એટલે આવુ એકાંત ટાળવું જરુરી છે.શક્ય હોય તો ગ્રુપમાં સાથે રહેવાનો આગ્રહ રાખવો. .નવરાત્રિમાં યુવાનો સાથે જતી યુવતીઓનાં માતા-પિતા માટે નવરાત્રિની પણ રાતો ઉજાગરાની હોય છે. જ્યાં સુધી છોકરીઓ પોતાની જાતે વાહન ચલાવતી ન થાય,ત્યાં સુધી માતા-પિતા કે ભાઇ બહેન સાથે રહેવાનુ પસંદ કરે છે.પરંતુ જ્યાં સ્વતંત્રતા મળે કે સ્વચ્છંદતા પણ આપોઆપ મેળવી લેતી યુવતિએ પોતાની  મર્યાદા જાતે આંકી લેવાની જરુર છે.

શ્રી ક્રુષ્ણની જેમ  ચીર પુરાવાના બદલે જ્યાં દુર્યોધન-દુઃશાસન જેવા વસ્ત્રાહરણ કરનારા માટે સરળ બને તેવાં વસ્ત્રો પહેરવાએ પણ એક જાતનુ લોભામણું ઇજન નથી?

બેકલેસ પહેરીને જતી રબારણ તરફ કોઇનુંય ધ્યાન નહી જાય, પણ બેકલેસ પહેરીને નીકળતી કોલેજ કન્યા તરફ ચોક્કસ બધાંની નજર મંડાવાની જ. ક્યારેક તો  ઘરમાં માતા-પિતાની નજર સામે તૈયાર થઇને નીકળતી યુવતીને જો માતા-પિતા અચાનક રાસ ગરબામાં ઘૂમતી જુએ,તો કદાચ નવા જ રંગરુપમાં જોવા મળે.માતા-પિતાની નજર ચૂકવીને થતા નજારાને આડો હાથ આપીને કોણ રોકવાનું છે? દરેકે પોતાના જ લક્ષ્મણ બનીને પોતાની રક્ષા કરવાની છે. જયાં યુવતીઓ જ સમર્પિત થવાની તૈયારી સાથે લક્ષ્મણ-રેખાની બહાર નીકળે,

તો રાવણનો શો દોષ?  તેના બદલે આવો, નવેસરથી નવરાત્રિને ખરા અર્થમાં નવલી બનાવીએ..બની શકે તો માતા-પિતા કે ભાઇ-બહેન સાથે રહી શકાય તો ઉત્તમ ,નહીતો બહેનપણીઓનો સાથ પણ જરુરી છે.

સાચા અને સારા ગ્રુપ માં રહી શકાય તો શ્રેષ્ઠ

પુરુષમિત્રની સાથે એકલા રહેવાનો મોહ છોડી દેવો જરુરી છે. મિત્રભાવે તમારો ગેરલાભ કોઇ ન લઇ જાય તે જાતે જોવુ-સમજવું જરુરી છે.

માતાપિતાએ પણ નવી પેઢી સાથે નિખાલસ બનીને ભયસ્થાનો સામે લાલબત્તી બતાવવી જરુરી છે.

શક્ય હોય તો સંતાનોનું ગ્રુપ કેવું છે તે જાણી સંતાનોને તેમની મર્યાદા સમજાવવી મહત્વની છે.

પળભરના ઉન્માદ સામે ટકવાનું મનોબળ તો યુવતીઓ એ જાતે જ કેળવવાનું છે.

સાથે રહીને પણ દૂર રહેવાની આવડત કેળવવાની જરુર છે.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ માધુરિમામાં પ્રગટ થયો.”

images3

September 17, 2009 at 1:40 pm 7 comments


રાજુલ શાહ.

Blog Stats

  • 64,412 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 58 other followers

Top Care Services (NRIs)

http://www.topcareservices.co.cc

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ
free counters

Calender

મે 2012
M T W T F S S
« Dec    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page

Follow

Get every new post delivered to your Inbox.

Join 58 other followers