Posts filed under ‘''કલા વાર્તા''’

”કલા વાર્તા”

ચાંપાનેર -પાવાગઢ ઉપર ક્લ્યાણ શાહનું તસવીર કલાપ્રદર્શન

ગુજરાતનાચાંપાનેર પાવાગઢને યુનેસ્કોએ વિશ્વ વારસાનાસ્થળ તરીકે પસંદ કર્યુ છે તે આપણા બધા માટે વિશેષ આનંદની વાત છે. બાબતની જાહેરાત ૩જી જુલાઇ,૨૦૦૪નારોજ થઇ હતી.

ચાંપાનેર પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ છે. ૧૬મી સદીમાં સ્થળ ગુજરાત રાજ્યની રાજધાની હતું. મારી જાણ પ્રમાણે સ્થળને વિશ્વ વારસાના સ્થળ તરીકે સ્વીકૄતિ આપવવામાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ જમ્મુ કાશ્મીરના ગવર્નર શ્રી જગમોહન અને ગુજરાતના ભૂતપૂર્વ સાંસ્કૄતિક યુવા સેવાના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી વરુણ માયરાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.

આ સ્થળની વિશ્વ વારસા તરીકે પસંદગી થઇ પછી ધણાં આર્કિટેકટો. તસવીરકારો, ચિત્રકારો વગેરેએ આ સ્થળની મુલાકાત લીધી હતી.શ્રી વરુણ માયરાએ તેના ઉપર ધણૉ સુંદર શ્વેત-શ્યામ છબીઓનો વિસ્તૄ ત વન-મેન શો કર્યો હતો.

ત્યાર બાદ કલ્યાણભાઇએ ચાર વર્ષ વીત્યા પછી આ વિષય ઉપર વનમેન શો કર્યો. કલર પ્રિન્ટ દ્વારા તેઓ ચાંપાનેર પાવાગઢ ની સુંદરતા દર્શાવવામાં
ખાસ કરીને મસ્જિદોની બાબતમાં સફળ રહ્યા.

ડીજિટલ ફોટોગ્રાફી,પ્રિન્ટિંગ વગેરે ઇન્ડિગો પ્રોસેસથી તેમેણે કર્યા.આ પ્રદર્શનમાં અઠ્ઠાવન છબીઓ પસંદ કરીને મૂકી.બધી જ છબીઓ એક સરખી રીતે ૧૨*૧૮ની સાઇઅઝમાં એન્લાર્જ કરીને મૂકી.તેમેણે ત્રણ કલાકમાં ૧૭૦ ફોટાપાડયા હતા.પણ તેની પસંદગી સંયોજન કલર કરેકશન વગેરે પાછળ ૧૮૦ કલાકથી વધુ સમય ગાળ્યો.

કલ્યાણભાઇના શોમાં તેમની મહેનતને લીધે સુંદર પ્રિન્ટ કવોલિટી તથાસુંદર ડિસ્પ્લે સારી રીતે ઊપસી આવ્યા.જો કે અમુક છબીઓમાં એક સરખાપણું અને પુનરાવર્તન જરુર લાગે છે.

શોના આયોજન પાછળ તેમણે કરેલી અથાગ મહેનત દ્દ્શ્યમાન થાય છે. મસ્જિદોના પત્થરોનું ટેક્ષ્ચર,ડિટેઇલ વગેરે ધણાં સુંદર રીતે રજૂઆત પામ્યાં.વન-મેન શોમાં જ્યારે એક સ્થળની ઇમારતો બતાવવાની થાય ત્યારે ડિટેઇલ અને સંયોજન ઉપરાંત કલોઝ-અપ અને વાઇડ એન્ગલનો સમજ       પર્વક ઉપયોગ થાય તે અત્યંત જરુરી છે.મસ્જિદનું ઊભું સંયોજન હોય કે અત્યંત દૂરથી લીધેલા દૂરના વાઇડ એન્ગલ હોય.કલ્યાણભાઇ સારા એવા  પમાણમાં સફર થયા છે.

અમદાવાદની હઠીસીંગ વિઝયુઅલ આર્ટ ગેલેરીમાં પ્રદર્શન ૨૮થી ૩૧ ઓગસ્ટ ૨૦૦૯ દરમિયાન ગુજરાત રાજ્યના ઓલ રાઉન્ડ્ર પ્રવકતા,હેલ્થ મિનિસ્ટર,પ્રવાસન મિનિસ્ટર શ્રી જયનારાયણ વ્યાસે પ્રદર્શનું ઉદ્દધાટન કર્યું હતું.મુકેશ શાહ,નવગુજરાત એડ્યુકેશન ટ્રસ્ટ્રના મેનેજિંગ ટ્રસ્ટ્રીગેસ્ટ ઓફ ઓનરહતા.

કલકત્તામાં ૩૦ નવેમ્બર ૧૯૩૬માં જન્મેલા કલ્યાણભાઇ બી.કોમ થયા પછી જાણીતા ગુજરાતી દૈનિકોગુજરાત માચાર‘,’સંદેશમાં પત્રકાર તરીકે પચીસ વર્ષ સેવા આપી.ત્યારબાદ ધંધાદારી તસવીરકાર તથા વિડિયોગ્રાફર તરીકે પ્રસિદ્વિ પામ્યા.નવગુજરાત મલ્ટિ-કોર્સ ઇન્સિટયૂટમાં ફોટોગ્રાફી ડિવિઝનમાં કોર્સ ડાયરેકટર તરીકે તેઓ હાલ ૩૦ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે.તેઓ વિવિધ જૈન મંડળોમાં માનદ્દ સેવા આપવામાં પણ અગ્રણી રહ્યા છે.

” આ લેખ કુમાર સામયિક ડિસેમ્બર ૨૦૦૯ ના અંક ૧૨ માં પ્રગટ થયો.”

આલેખન – હેમેન્દ્ર એ શાહ.

૬૦  ચિત્રોનું પ્રદર્શન નીચેની વેબ સાઇટ પર જોઇ શકો છો.

www.kalyanshah.wordpress.com


December 23, 2009 at 5:42 pm


રાજુલ શાહ.

Blog Stats

  • 64,412 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 58 other followers

Top Care Services (NRIs)

http://www.topcareservices.co.cc

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ
free counters

Calender

મે 2012
M T W T F S S
« Dec    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page

Follow

Get every new post delivered to your Inbox.

Join 58 other followers