Posts filed under ‘આદર્શ અમદાવાદ માટે સંકલ્પબધ્ધ ' 'પરિવાર'’
આદર્શ અમદાવાદ માટે સંકલ્પબધ્ધ ‘પરિવાર’
વસુદૈવ કુટુંમ્બક્મ નો આદર્શ મહાઉપનિષદમાં પ્રસ્થાપિત થયેલો છે.અને તેની વ્યાખ્યા પ્રમાણે આ મારું છે કે અન્યનું છે એવી ગણતરી સંકુચિત્મનવાળા કરે.પણ ઉદાર હ્રદયવાળા તો સમસ્ત વિશ્વને પોતાનું કુટુંબ જ ગણે છે.કોઇ એક પરિવાર નો મોભી માત્ર પોતના પરિવાર્નો વિકાસ ઇચ્છે,જ્યારે અહીં એક એવો પરિવાર છે.જે સમસ્ત અમદાવાદનો વિકાસ ઇચ્છે છે.
એ પરિવાર છે ‘આદર્શ અમદાવાદ’ અને એ પરિવાર્ના મોભી છે ભરતભાઇ શાહ.તેમના પરિવારમાં સમસ્ત અમદાવાદની જનતાનો સમાવેશ થાય છે.મિકેનિકલ તેમજ ઇલેકટ્રીક એન્જિનિયર ભરતભાઇનો જન્મ, બાળપણ અને ઉછેર બધુંય ગાંધીઆશ્રમમાં એઅટલે સ્વાભાવિક ગાંધિયન સંસ્કાર પણ ખરા.પહેલેથી મનમાં નિશ્રિત હતું કે નિવ્રુત્તિની ઉમંર એટલે ૬૫ કે ૭૦ વર્ષ નહિ.૫૫ વર્ષની ઉંમરે તો સેવાની ભાવનાને અમલમાં મુકી દીધી.
સમાજ પાસે થી ધણું મેળવ્યું છે.અમદાવાદે આપણને ધણૂં આપ્યું છે.એવા ઋણસ્વીકારનો ભાવ મનમાં જન્મ્યો.આ ઋણભાવ ઋણભાર અને તે પહેલાં આપણે પણ આવતી પેઢીને કંઇક આપીએ તો ઋણમુકિત થાય.પણ એના માટે શું કરી શકાય? જવાબ મળ્યો-’લોકો શું ઝંખે છે? સુખી કુટુંબ? કુટુંબ નીરોગિતા?સ્વાસ્થ્ય? ઉચ્ચ સંસ્કાર? જો આ બધું જ માણસને મળે તો તેમાંથી આપોઆપ એક સદ્દ-વ્યકિત ધડાય.જો માણસ સારા હશે તો તેમાંથી આપોઆપ બીજું બધું ઊભું થશે.’ આ વિચારથી જ ભરતભાઇના સ્વપ્નસમા ‘આદર્શ અમદાવાદ’ નું માનસિક શિલારોપણ થયું.
કોઇની પાસેથી એક રુપિયોય ઉધરાવવાનો નહિ અને એના બદલામાં આપણે આપવાનું ? રુપિયાના ત્રણ અડધા શોધતા અમદાવાદી માનસમાં તો પહેલાં ભરતભાઇની વાત ઊતરે તેમ નહોતી.ગાંઠનું દોપીચંદન કરવાનું અને સમય પણ આપણે તેમાં હોમવાનો? વાત જરા મુશ્કેલ હતી. પરંતુ ભરતભાઇ દ્ર્ઢનિશ્વયી હતા. આપવું જ છે અને તે પણ વિનામૂલ્યે.શરુઆતમાં સામેથી વેતન આપીને નિઃશુલ્ક સેવાનો યજ્ઞ આરંભ્યો.વાત ધીમે ધીમે જામતી ગઇ. ભરતભાઇમાં શ્રધ્ધા હોય તેવા લોકો ફંડ આપતા ગયા અને ભરતભાઇનો ફંડા સ્વીકારતા ગયા.જેમ જેમ લોકોને સમજાવા લાગ્યું કે અઃઈં કોઇ આપનું પરિવારજન અનીને આવ્યું છે તેમ તેમ લોકપ્રવાહ ચાલુ થયો-સેવા આપનારનો અને સેવા લેનારનો.
પરિણામ સ્વરુપ ‘આદર્શ અમદાવાદ’ આજે અનેક પ્રવ્રુત્તિઓ વિનામૂલ્યે કરી રહ્યું છે. એટલું જ નહિ, પણ આ તમામ પ્રવ્રુત્તિઓના લાભાર્થી દર વર્ષે બેવડાય તેવો ગોલ ધરાવે છે.’આદર્શ અમદાવાદ’ સંચાલિત પ્રવ્રુત્તિઓ એક-બે નહિ, અનેક છે.અને આપ્રવ્રુત્તિઓ પણ વધતી જાય તેવી ભાવના છે.
અહીં કાયમી ધોરણે યોગ,યોગશિક્ષક,તાલીમ વર્ગો,મેડિકલ ચેકપ,એક્યુપ્રેશર સારવાર કેન્દ્ર,સૂર્યદર્શન પ્રચાર-પ્રસાર, રક્ત્દાન શિબિર,કોમ્પ્યુટર ઇન્ટરનેટ પરિચય શિક્ષણ,નિરક્ષરને અક્ષરજ્ઞાન, સંસ્કારી સાહિત્ય પ્રચાર-પ્રસાર,પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ શિબિર,મેમરી વર્કશોપ, વ્રુક્ષારોપણ,શાસ્ત્રીય સંગીત,સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ,મસાજ તાલિમ, વિલ અંગે જાણકારી.બિનવપરાશી વસ્તુઓ સ્વીકારી જરુરતમંદોમાં વિતરણ ઉપરાંત બાળકો અને બહેનો માટે ઇપયોગી પ્રવ્રુત્તિઓ કરવામાં આવે છે.
અહીં દરેક પ્રવ્રુત્તિ માટે ગુરુ-શિષ્ય પરંપરાનો ધારો છે.શીખો અને શીખવાડો.ઉપરોક્ત પ્રવ્રુત્તિઓનો લાભ લેનાર દરેક વ્યકિતને પોતાની એ આવડતનો લાભ આગળ બીજાને આપે તે માટે અહીં પ્લેટફોર્મ પૂરું પડાય છે.જેમ કે તમે યોગ શીખ્યા,આગળ વધી યોગશિક્ષક બનવાની તાલીમ લીધી તો તમે પણ બીજા યોગના વર્ગ લઇ શકો.એના માટે ‘આદર્શ અમદાવાદ’ ની નેહલ એપાર્ટમેન્ટની જગ્યા જ હોય તે જરુરી નથી.ત્મે જે વિસ્તારમાં ઇચ્છો ત્યાં એ પ્રવ્રુત્તિ કરાવી શકો.પણ હા! ‘આદર્શ અમદાવાદ’ ના નેજા હેઠળ એ પ્રવ્રુત્તિ હોય તો તે વિનામૂલ્યે જ કરવાની.જે જગ્યા પણ રુપિયો ખર્ચ્ચાવગરની હોવી જોઇએ.સારા કામ માટે સૌ રાજી એવી રીતે ‘આદર્શ અમદાવાદ’ ને પ્રવ્રુત્તિઓ ચલાવવા માટે જગ્યા મળ્વા માંડી.
બહાર જે પ્રવ્રુત્તિ શીખવા માટે રુપિયા ખર્ચવા પડે છે તેનો તો અહીં કોઇ ઉલ્લેખ સરખો જોવા-સાંભળવામાં નથી આવતો.યોગતાલીમ માટે અહીં બે પાંચ હજાર ખર્ચવા પડે,તેના માટે અહીં પાંચ રુપિયાય લેવામાં આવતા નથી.
માઝા મૂકેલી મોંધવારીમાં સામાન્ય વર્ગને ડોકટર-ડોકટરી તપાસ કે દવાઓનો ભાર માસિક બજેટ પર વધે ત્યારે દર્દીના ઊંહકારા સાથે પરિવારનો હાયકારો નીકળી જાય તેવા સમયે ‘આદર્શ અમદાવાદ’ તમારા માટે વિનામૂલ્યે સારવાર અને દવાઓ આપે.દર ત્રણ મહિને યોજાતા બ્લ્ડ ડોનેશન કેમ્પથી મેજર થેલેસેમિયાના દર્દીને શક્ય હોય તેટલી રક્ત્દાન દ્વ્રારા મદદ થૈ શકે.પાર્કિન્સન્સના પેશન્ટને મસાજ તાલીમ પામેલા હસ્તે રાહત થાય તો આ બધી વિનામીલ્યે થતી સેવા કહેવાય કે અમૂલ્ય? પણ આ બધું ક્યારે સક્ય બને? એક હાથે તાળી તો ન પડે ને? એક સૂરમાં બીજા અનેક સૂર ભળે તો જ અવાજ બુલંદ બને.વાત અહીં ઉપદેશની નથી.વાત છે સ્વાનુભવે કાર્યાન્વિત બનેલા ‘આદર્શ અમદાવાદ’ ના અંતર્ગત સભ્યોની.આ બધી પ્રવ્રુત્તિનું સંચાલન પણ એટલું જ જરુરી છે,જે ‘નેહલ’ એપાર્ટ્મેન્ટમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે.
આદર્શ અમદાવાદ-''નેહલ'',સ્થાનકવાસી જૈન ઉપાશ્રયની બાજુમાં,
કોમર્સ કોલેજ છ રસ્તા પાસે,નવરંગપુરા,અમદાવાદ-૩૮૦૦૦૯.
ફોન નંબરઃ ૨૬૫૬૫૪૧૬,૬૫૨૧૫૨૫૪-
ઇ મેલ-aadarshamdavad@yahoo.co.in
“આ લેખ/ રિવ્યુ ગુજરાત ટાઇમ્સ ની પૂર્તિ સપ્તક માટે લખ્યો અને ૧૧/૯/૨૦૦૯ ના પ્રગટ થયો.”
આ ન્યુઝ પેપર ફ્કત અમેરીકા અને કેનેડા માં પ્રસિધ્ધ થાય છે.








Recent Comments