Posts filed under ‘આજની વસંત પંચમી મારી એ વસંત – રિયા ને નામ’

વસંત પંચમી- મારી એ વસંત રિયાને નામ

વસંત પંચમી

આજે વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણા  કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વ્રુક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી  ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે.  અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.

વસંતના આગમને કોયલના ટહુકા-પંખીઓના કલરવ- ભમરાના ગુંજન સ્રુષ્ટિને સજીવ બનાવે .આવી જ એક વસંત પંચમીના દિવસે અમારા પરિવારને જીવંત બનાવતા એક ટહુકાનું- એક કલરવનું આગમન થયુ. અને આગમને અમારા પરિવારોદ્યાનમાં એક નવી મોસમનું આગમન થયું. સોળે કળાએ ખિલતી પ્રક્રુતિની જેમ અમારા પરિવારમાં પણ સૌના હ્રદય શત-શત કળાએ ખીલી ઉઠ્યા. અમારી સ્રુષ્ટીને જીવંત બનાવતી એ નાનકડી કળી આજે તો એની પાંચમી વસંતે સુંદર મઘમતુ ફુલ બની છે જેના એક એક શ્વાસની સુગંધ મનને તરબતર કરે છે. એના આગમને વસંતનો ખરો અર્થ સમજાયો છે. વસંત પંચમી એટલે એ્નો જન્મ દિવસ નહી પણ એનો જન્મ દિવસ એટલે જ વસંત પંચમી. ક્યાંક ખીલેલા ગુલાબની ખુશ્બુ-ક્યાંક હવામાં લહેરાતી રાતરાણીની મદ મસ્ત મનને તરબતર કરતી મહેંક કરતાંય વધુ મનને પ્રફુલ્લીત કરતી એના તાજા જ નવડાયેલા શરીરની સુગંધ આજે પણ સ્મ્રુતિમાં અકબંધ છે. સવારમાં ઉઠીને જમીન પર વેરાયેલા પેલા પારિજાતના નાના -નાના કેસરીયા પીળા ફુલોની ઢગલીની જેમ રુમાલમાં લીધેલી એની  કુમકુમ પગલીઓની છાપ પણ આજે કબાટમાં ગડીબંધ છે. વસંતમાં વેરાયેલી સંમ્રુધ્ધિની જેમ એની યાદો પણ આજે હ્રદયમાં સમ્રુધ્ધ છે.. જોજનો દૂર છે છતાં દિલની સાવ પાસે છે . . ઘરના કોઇ એક ખૂણેથી હમણાં જ દોડતી આવશે એવો ભ્રમ પણ એટલો જ અકબંધ છે અને એ ભ્રમ અકબંધ રહે એમાં જ જીવનની ખરી વસંત છે.ઝાડમાં બેસી ટહુકો કરતી પણ ક્યારેય નજર સામે ન આવતી એ કોયલની જેમ ક્યારેય ફોન પર હેલ્લો ન બોલતી હોવા છતાં એની કાલી  બોલીનો ટહુકો સતત કાનમાં ટહુકે  છે.

ગઈકાલ સુધીની એ બધી જ યાદો હજુ પણ મનમાં તરોતાજા છે .અને આજની વાત જુદી જ છે.આજની વસંત પંચમીની સવાર તો સાવ અનોખી ઉગી છે કારણ આજે  એ ઝાકળ જેવી નજાકતને સ્પર્શ કરવાનો, ચંચળ હરણા અને ઝરણા જેવી એની મસ્તીને માણવાનો , પરીકથામાં રાચતી એ બાળ સહજ માસુમિયતને જોવાનો લ્હાવો મારો આજનો વર્તમાન છે. હા! મારી એ વસંત મારી નજર સામે છે – આજે હું મારી રિયા સાથે છું.



આજની વસંત પંચમીના વધામણા મારી એ વસંત નામ.કારણ એની હાજરી  માત્ર કોઇપણ ઋતુને વસંત બનાવવા કાફી છે.

દિકરી વ્હાલનો દરિયો પણ પૌત્રીએ તો  સુખે ભવસાગર ભરીયો.

February 8, 2011 at 1:17 pm 22 comments

આજની વસંત પંચમી મારી એ વસંત – રિયા ને નામ

વસંત પંચમી

આજે વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણા  કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વ્રુક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી  ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે.  અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.

વસંતના આગમને કોયલના ટહુકા-પંખીઓના કલરવ- ભમરાના ગુંજન સ્રુષ્ટિને સજીવ બનાવે .આવી જ એક વસંત પંચમીના દિવસે અમારા પરિવારને જીવંત બનાવતા એક ટહુકાનું- એક કલરવનું આગમન થયુ. અને આગમને અમારા પરિવારોદ્યાનમાં એક નવી મોસમનું આગમન થયું. સોળે કળાએ ખિલતી પ્રક્રુતિની જેમ અમારા પરિવારમાં પણ સૌના હ્રદય શત-શત કળાએ ખીલી ઉઠ્યા. અમારી સ્રુષ્ટીને જીવંત બનાવતી એ નાનકડી કળી આજે તો એની ચોથી વસંતે સુંદર મઘમતુ ફુલ બની છે જેના એક એક શ્વાસની સુગંધ મનને તરબતર કરે છે. એના આગમને વસંતનો ખરો અર્થ સમજાયો છે. વસંત પંચમી એટલે એ્નો જન્મ દિવસ નહી પણ એનો જન્મ દિવસ એટલે જ વસંત પંચમી. ક્યાંક ખીલેલા ગુલાબની ખુશ્બુ-ક્યાંક હવામાં લહેરાતી રાતરાણીની મદ મસ્ત મનને તરબતર કરતી મહેંક કરતાંય વધુ મનને પ્રફુલ્લીત કરતી એના તાજા જ નવડાયેલા શરીરની સુગંધ આજે પણ સ્મ્રુતિમાં અકબંધ છે. સવારમાં ઉઠીને જમીન પર વેરાયેલા પેલા પારિજાતના નાના -નાના કેસરીયા પીળા ફુલોની ઢગલીની જેમ રુમાલમાં લીધેલી એની  કુમકુમ પગલીઓની છાપ પણ આજે કબાટમાં ગડીબંધ છે. વસંતમાં વેરાયેલી સંમ્રુધ્ધિની જેમ એની યાદો પણ આજે હ્રદયમાં સમ્રુધ્ધ છે.. જોજનો દૂર છે છતાં દિલની સાવ પાસે છે . . ઘરના કોઇ એક ખૂણેથી હમણાં જ દોડતી આવશે એવો ભ્રમ પણ એટલો જ અકબંધ છે અને એ ભ્રમ અકબંધ રહે એમાં જ જીવનની ખરી વસંત છે.ઝાડમાં બેસી ટહુકો કરતી પણ ક્યારેય નજર સામે ન આવતી એ કોયલની જેમ ક્યારેય ફોન પર હેલ્લો ન બોલતી હોવા છતાં એની કાલી  બોલીનો ટહુકો સતત કાનમાં ટહુકે  છે.


દિકરી વ્હાલનો દરિયો પણ

પૌત્રીએ તો  સુખે ભવસાગર ભરીયો.



આજની વસંત પંચમીના વધામણા મારી એ વસંત નામ.કારણ એની યાદ માત્ર કોઇપણ ઋતુને વસંત બનાવવા કાફી છે.

January 20, 2010 at 11:03 am 10 comments


રાજુલ શાહ.

Blog Stats

  • 64,412 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 58 other followers

Top Care Services (NRIs)

http://www.topcareservices.co.cc

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ
free counters

Calender

મે 2012
M T W T F S S
« Dec    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page

Follow

Get every new post delivered to your Inbox.

Join 58 other followers