” ઓલ ધ બેસ્ટ ”- film reviews -
October 24, 2009 at 2:05 am 1 comment

અપ ટુ એન્ડ…..ખખડાટ !
”ટાળો ટાળો તોય ગોટાળો.એટલે દેવગન એન્ટપ્રાઇઝ ની ” ઓલ ધ બેસ્ટ ”- એક સળંગ સિચ્યુએશન કોમેડી ફિલ્મ છે.
”રાઇટ બેડ રોંગ હસબન્ડ” પરથી પ્રેરિત ”ગોલમાલ” અને ”ગોલમાલ રીર્ટન” ના ડિરેકટર રોહીત શેટ્ટીની વધુ એક મનોરંજન ફિલ્મ ” ઓલ ધ બેસ્ટ ” એક સળંગ સિચ્યુએશન કોમેડી ફિલ્મ છે.જેટલી વધુ વાર ઉકેલ લાવવા પ્રયત્ન કરે એટલી વધુ સમસ્યા ઉદભવે અને એ નવી સમસ્યાનો ઉકેલ એટલે વળી પાછી એક નવી ગોટાળાવાળી પરિસ્થિતિ નું સર્જન.
વીર (ફરદીખાન)ને પોતાનું એક બેન્ડ એસ્ટાબલીશ કરી નામ-દામ કમાવા છે.એના વધુ પડતા ખર્ચાને પહોંચી વળવા એઅના સાવકા ભાઇ ઘરમ કપૂર (સંજય દત્ત)ને પોતે પરણિત છે તેવૂં બતાવી પોતાના ખર્ચાને પહોંચી વળવાની જોગવાઇ ઉભી કર્યે જાય છે.વીર નો મિત્ર પ્રેમ ચોપ્રા (અજય દેવગન) એક કાર એકસપર્ટ છે અને આગળ જતા પોતાની ડીઝાઇન કરેલી કાર બનાવવાનૂં સ્વપ્નામાં રાચે છે.તેની પત્ની જહાનવી (દીપાશા બાસૂ) પ્રેમ ના મન ઘડત વિચારો અને એના બાપ્દાદાના સમયના લગભગ ધસાયેલા-પિટાયેલા જીમનેશીયમની દેખરેખ સાથે પણ પ્રેમ સાથે ખુશ છે.આ ચારેના જીવનમાંજ્યારે અચાનક ધરમ્નું આગમન થાય છે એની સાથે જ ઓળખ ભુલમાંથી એક એવી પરિસ્થિતિ સર્જાય છે જેને ટાળ્વા માંગતા વીર અને પ્રેમ વધુ ને વધુ એમાં ગુંચવાય છે.
ગુંચવાડામાંથી બહાર આવવા મથતા વીર અને પ્રેમ અવાર નવાર એક વધુ જુઠ્ઠાણુ રજુ કરતા જાય છે.અજયદેવગન અને સંજયદત્તનો સમયોચિત અભિનય અને એમાં ફરદીનખાનનો સાથ “ઓલ ધ બેસ્ટ”ને સળંગ કોમેડી ફિલ્મ નો દરજ્જો આપી શક્યા છે. બહુ જ લાંબુ વિચાર્યા વગર માત્ર મનોરંજનના હેતુ થી ફિલ્મ જોવામાં આવે તો પ્રેક્ષકોને વચ્ચે ક્યાંય એક મિનિટ પણ બરબાદ થયાનો વિચાર કરવાનો સમય મળે નહીં એટલી ફાસ્ટ સિકવન્સ , ફાસ્ટ ટ્રેક બેક ગ્રાઉન્ડ મ્યુઝીક , દિવાળીની રંગબેરંગી આતશબાજી જેવા જ રંગીનિયા ધરાવતા ગોવાના કાર્નીવલની ધમાકેદાર શરૂઆતથી માંડીને અંત સુધી પકડી રાખે તેવી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ ” લગાતાર એક્શન, સ્ટંટ, અને કોમેડીની ભરમાર છે.
“ગોલમાલ ” ફિલ્મ થી કોમેડી રોલ સદી ગયા હોય તેમ અજય દેવગને વધુ એક ફિલ્મમાં એનો રોલ સાર્થક કરતી કોમેડી સિચ્યુએશન સંભાળી છે. સંજય દત્તે ફિલ્મ હીરોથી આગળ વધીને એક પીઢ કલાકાર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવા માંડ્યુ છે. દેવગનની પોતાની ફિલ્મ હોવા છતાં સંજય દત્તનો પ્રધાન રોલ રહ્યો છે. જ્યારે ફરદીન ખાને સપોર્ટિંગ એક્ટર તરીકે વધુ એક ફિલ્મમાં પુરેપુરો સાથ પુરાવ્યો છે. જ્યારે બિપાશા બાસુ કે મુગ્ધા ગોડસે (વિદ્યા) ખાસ ધ્યાન ખેંચે તેવી પરિસ્થિતિનુ નિર્માણ કરી શક્યા નથી.
ફિલ્મમાં જ્યાં હીરો જ કોમેડી પુરી પાડે ત્યાં બીજા કોમેડીયન વધુ શું ઉમેરો કરી શકવાના? અને છતાં ય જ્હોની લિવર વગર બોલે માત્ર ચહેરાના હાવભાવથી પોતાની હાજરી નોંધાવી જાય છે.
દિવાળીની રજાના હળવા મુડમાં હળવી પળોની ઉજાણી માણવી હોય અને નવા વર્ષમાં હળવાફુલ જેવા થઈને આવતા દિવસોને આવકારવા હોય તો “ઓલ ધ બેસ્ટ” એ ખરેખર બેસ્ટ ઓપ્શન છે.
“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 24/10/2009 ના પ્રગટ થયો.”
Entry filed under: - film reviews -. Tags: .

1.
Rajesh | October 26, 2009 at 2:17 pm
ful of entertainment
full of time pass
paisa vasul
No Valgarity
n ofcourse,,,,,,,,,
better than “Do knot Disturb”