” શેડો ” – film reviews -
August 23, 2009 at 4:00 am 1 comment

પડછાયા પાછળનું સત્ય
૧૯૯૪ માં બનેલી હોલીવુડની ફિલ્મ ” શેડો ” પરથી એ જ નામ સાથે તૈયાર થયેલી હીન્દી ફિલ્મ ” શેડો ” ક્રાઇમ સ્ટોરી છે.
પુરા શહેરમાં એક સનસનાટી ફેલાવનાર ઉપરા ઉપરી કતલ કરનાર દર વખતે પોતાના હ્સ્તાક્ષર સમ A S લખેલી આઇડેન્ટીટી તો છોડી દે છે પરંતુ ક્યાંય કોઇ એવી ક્લુ નથી છોડતો જેના થકી શહેરની પોલીસ એના સુધી પહોચવા સમર્થ બને.પોલીસની નિષ્ફ્ળતા, મિડીયાનો દેકારો, અને છતાંય કતલ નો દોર આગળ વધતો જાય છે.સંજના (સોનાલી કુલકર્ણી) પાસે આ સિરિયલ કીલરનો કેસ તો છે પણ ઉકેલ નથી. કેસ જેમ ગુંચવાતો જાય તેમ મિડીયા સામેની અકળામણ, નિષ્ફળતા નો આક્રોશ,પોલીસ ઇન્સ્પેકટર ની જવાબદારીમાં પાછી પડતી સંજના જ્યારે અનાયાસે કેસના મૂળ સુધી પહોંચવામાં છે અને ત્યારે આખી વાત ફંટાઇને એક નવી દિશા -એક નવા વળાંક પર આવીને ઉભી રહે છે. જેને પકડવા સદાય તત્પર રહેતી સંજના કાતિલ કાયદાના સકંજામા ન આવે તેના માટે રઘવાઇ બને છે.
સિરિયલ કિલર અર્જુન શેરાવત ( નસીરખાન )એક એવો સમય આવે છે જ્યારે પોલીસને ખુલ્લે આમ ચેલેંજ આપીને -આગોતરી જાણ કરીને પોતાના પ્લાનને સકસેસફુલી અંજામ આપે છે.દરેક વખતે એક વધુ કતલ-એક વધુ સ્માર્ટ પ્લાન . અંતે એ રહસ્ય ઉકેલવામાં સી.બી .આઇ. રાહુલ કપુર સફળ થાય છે.
કથા જેમ જેમ આગળ વધતી જાય તેમ રહસ્ય ઘેરુ બનતું જાય- પણ એવુ કશું જ થયા વગર અંત સુધી પહોંચતી કથામાં દરેક વખતે વિઘ્નરુપ છે ક્યાંય કોઇ રીતે સુસંગત ના હોય તેવા ગીત -સંગીત. દરેક વખતે ગીત -સંગીતની અનાવશ્યક રજુઆત કથાના તાણાવાણા બંધાય તે પહેલાં જ તેને છીન્ન-ભીન્ન કરે છે. હા બેક-ગ્રાઉન્ડ મ્યુઝીક ક્યારેક એની અસર ચોક્કસ ઉભી કરે છે.
અર્જુન શેરાવત પાસે આ સીલસીલાબંધ કતલ કરવાનું એક કારણ છે પરંતુ તે પણ પ્રેક્ષકોના મનમાં કોઇ સહાનુભૂતિ ઉભી કરી શકતું નથી.
કેટલીક ફિલ્મો આવી હશે કે જેમાં કલાકારોએ દ્રષ્ટિહીન -અંધ વ્યક્તિના કિરદારને ભજવ્યુ હશે .જ્યારે અહીં એક અંધ કલાકાર ( નસીરખાન ) સાવ સરળ રીતે, પુરેપુરા વિશ્વાસ-પરફેક્ટ પ્લાનીંગ અને ખુલ્લા પડકાર સાથે એકલા હાથે કતલની પરંપરા સર્જે છે. અને માટેજ એ દરેક વખતે પોતાની જાત માટે કહી શકે છે કે ” ના મુમકીન કો મુમકીન બનાને કે લિયે હિ લોગ અર્જુન શેરાવત કો મુંહ માંગી કિમત દેતે હૈ .”નાસીરખાને ” શેડો “માં પોતાના બેવડા પાત્રને જીવી બતાવ્યુ છે. સોનાલી કુલકર્ણીનો સામાન્ય અભિનય-હ્રિશિતા ભટ્ટની હાજરી કથાને કોઇ ઉંડાણ આપી શક્યા નથી. રિપોર્ટર અને ત્યાર બાદ બદલાયેલા કિરદારમાં મિલિંદ સોમણે સાહજિક અભિનય આપ્યો છે. સફળ મોડેલની પર્સનાલિટી એના વ્યક્તિત્વને જીવંત બનાવે છે .
મિનિસ્ટર શિવ શંકર કે જે આ સમગ્ર ઘટનાઓનું મૂળ કારણ છે , તેની રાજનીતિ -રાજનીતિની આડે રમાતી મેલી રમતોને સચીન ખેડેકરે સાહજીક રજુ કરી છે.
“શેડો ” એકએવી રહસ્ય – સસ્પેન્સ કથા છે જેમાં કિલર હંમેશા એક શેડો બનીને રહે છે અને શંકાની સોય ક્યાંક બીજા તરફ તકાયેલી રહે છે. અને જ્યારે ટેકનોસાવી કિલર અર્જુન શેરાવત પોલિસના હાથે ઝડપાય છે ત્યારે પણ હજુ રહસ્યનો અંતિમ છેડો તો બાકી જ રહે છે. શું છે એ અંતિમ તાણો ? એનો જવાબ છે ડાયરેક્ટર રોહીત નાયરની ક્રાઇમ થ્રીલર “શેડો “.
“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 22/8/2009 ના પ્રગટ થયો.”
Entry filed under: - film reviews -. Tags: .

1.
narayan patel | August 24, 2009 at 11:27 am
good , pan kaminey no kem nai