“દેખ રે દેખ્ ” – film reviews -
July 20, 2009 at 12:18 pm 6 comments

- જોવા માટે કંઈ નથી -
બોધ કથાનો જમાનો હતો-પંચતન્ત્રની વાતો ચલણમાં હતી ત્યારે કદાચ કોઇએ વાંચેલી વાત યાદ જો હોય તો–ચાર ચોર હતા.ચોરી કરીને મુદામાલ સાથે રાત માથે લઈને નાસે છે.મનમાં પ્રલોભન તો પુરેપુરુ છે .એટલે રાતે બે -બે ના જુથમાં માલની ચોકી કરવા સુઇ જાય છે ત્યારે બીજા બેને મારીને બધો માલ અંકે કરવાની યોજનામાં ચારે જણ્ જાન અને માલ એમ બંન્ને ગુમાવે છે. એવી જ કંઇક કથાવસ્તુ લઈને રાહત આઝમીએ “દેખ ભાઇ દેખ ” બનાવી છે.
ચાર અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવતા પોતાની મહત્વકાંક્ષા પુરી કરવા મથતા ચાર પાત્રોમાં બબલી { ગ્રેસી સિંહ } શ્યામ {સિદ્ધાર્થ કોઇરાલા } મંત્રી બનવા માંગતા {રઘુવીર યાદવ } ચરણ { વિજય રાજ }ની આસપાસ આકાર લેતી આ કથા છે.સમસ્યાઓ તો ચારે જણ ની સર્વ્-સામાન્ય છે પણ એ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન જરાય સર્વ્-માન્ય તો નથી જ.
બબલીને પોતાના નિષ્ફળ લગ્ન જીવન્ ના દુઃસ્વપ્નને પાછળ મુકીને પગભર થવું છે.શ્યામને નોકરી મેળવવા લાંચઆ અપવા પૈસાની જરુર છે. મંત્રી બનવા માંગતા રઘુવીર યાદવને ઇલેક્શન જીતવા ધન જોઇએ છે.પણ લાવવું ક્યાથી ? બબલીના પ્લાન મુજબ આગળ વધવાની પ્રોફેશનલ સ્કીલ ને હિંમત પણ કોઇનામાં નથી .એટલે સાથ લે છે ચરણનો -જે નાની મોટી ચોરી કરી જાણે છે.
અંધકારમાં જ આકાર લેતી જીવનની ડાર્ક સાઇડને પચાવવી ઘણી અઘરી લાગે છે, ચારેના જીવનને -મનને કોરી ખાતી નિષ્ફળતા પાત્રના મન પર લાગેલા ઉઝરડાથી પ્રેક્ષકો ને પણ ત્યાંથી નાસી છુટવાનું મન થાય એટલી હદે ઉપસાવ્યા છે.એવુ નથી કે આ પાત્રોની કથા આપણાથી અજાણી છે .આવા જીવનની નિષ્ફળતા વેઢારતા લોકો આપણી આસપાસ હોય જ છે .
અને પાછા કાળી ડિબાંગ રાતમાં આચરેલા ગુના પાછળ પણ એમને તો જીવનની સોનેરી સવાર ઉગવાની જ આશા છે.હવે એ આશા ફળે છે કે નિષ્ફળતામાં પરિણમે છે તેના માટે તો “દેખ રે દેખ્ “ ભાઈ.
લગાન અને મુન્નાભાઇ એમબીબીએસની ગ્રેસી સિહ અહિં તદ્દન જુદા નેગેટીવ રોલમાં જોવા મળશે.
સિદ્ધાર્થ કોઇરાલા એક સાવ સાદા ગભરુ યુવાનના પાત્રમાં સરળ રીતે વહી જાય છે. વિજય રાજને ને રઘુવીર યાદવને પણ લગભગ હીરો-હીરોઇન જેટલી જ લેન્થમાં કામ કરવાનો મોકો મળ્યો છે .
યુપીના વેસ્ટન પાર્ટ ની આ ફિલમમાં કથાને સુસંગત વાતાવરણ -ભાષાની લઢણ માહોલ બધું જ યોગ્ય રીતે અપાયુ છે .અને છ્તાંય ફિલ્મ પ્રેક્ષકોને પકડી કે જકડી શકી નથી. ઇન્ટરવલ સુધીમાં તો પ્રેક્ષકોની ધીરજનો અંત આવી જાય એટલી હદે મંદ ગતિએ આગળ વધે છે.ઇન્ટરવલ પછીના અણધાર્યા વણાંકોવાળૉ અંતનો સ્વીકાર કરવો કે અસ્વીકાર એની અવઢવમાં પ્રેક્ષકો અટવાયા કરે એવુ બને.
“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 18/7/09 ના પ્રગટ થયો.”
Entry filed under: - film reviews -. Tags: .

1.
vijayshah | July 20, 2009 at 7:32 pm
grecy sing ne lidhe pan jova jevu nathi?
saaru margadarshan
abhaar…
2.
અરવિંદભાઇ પટેલ. | July 20, 2009 at 9:57 pm
“દેખ રે દેખ્ ” નહીં પણ “દેખ ભાઇ દેખ” હોવું જોઇએ.
સરસ રિવ્યુ.
3.
BHARAT SUCHAK | July 21, 2009 at 3:00 am
સરસ રિવ્યુ.
4.
Rajul | July 21, 2009 at 4:52 am
grecy sing is going good but she is not the only one who can pull the movie any more
5.
Rajul | July 21, 2009 at 4:53 am
thanks
6.
Rajul | July 21, 2009 at 4:57 am
આભાર